Home /News /politics /

વડાપ્રધાન બાદ હવે દિલ્હીના CM કેજરીવાલ પણ પઠાણકોટ જશે

વડાપ્રધાન બાદ હવે દિલ્હીના CM કેજરીવાલ પણ પઠાણકોટ જશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પઠાણકોટ જવાના છે. અરવિંદ કેજરીવાલ 13મી જાન્યુઆરીએ પઠાણકોટની મુલાકાત કરવાના છે. દરમિયાન કેજરીવાલ પઠાણકોટ હુમલામાં શહીદ થયેલા જવાનો અને અધિકારીઓના પરિવારો સાથે પણ મુલાકાત કરશે. ઉપરાંત 14મી જાન્યુઆરીએ મુક્તસરમાં કેજરીવાલ આમ આદમી પાર્ટીની એક રેલીને પણ સંબોધિત કરશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પઠાણકોટ જવાના છે. અરવિંદ કેજરીવાલ 13મી જાન્યુઆરીએ પઠાણકોટની મુલાકાત કરવાના છે. દરમિયાન કેજરીવાલ પઠાણકોટ હુમલામાં શહીદ થયેલા જવાનો અને અધિકારીઓના પરિવારો સાથે પણ મુલાકાત કરશે. ઉપરાંત 14મી જાન્યુઆરીએ મુક્તસરમાં કેજરીવાલ આમ આદમી પાર્ટીની એક રેલીને પણ સંબોધિત કરશે.

અહીં નોંધનિય છે કે, 14મી જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલ પંજાબમાં ચૂંટણી અભિયાન શરૂ કરવા જઇ રહ્યા છે. જોકે આ અગાઉ અરવિંદ કેજરીવાલ અને પાર્ટીએ નક્કી કર્યું છે કે તેઓ આ અભિયાન શરૂ કરતાં પહેલા પઠાણકોટ જઇને હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને મળશે. એટલે 14મીના કાર્યક્રમ પૂર્વે તેઓ 13મીએ પઠાણકોટ જશે.

પ્રથમ કેજરીવાલ દિલ્હીથી અમૃતસર જશે ત્યારબાદ તેઓ અમૃતસરથી પઠાણકોટ જશે અને રાતે પણ તેઓ પઠાણકોટમાં જ રહેશે. ત્યારબાદ તેઓ 14મીએ તેઓ મુક્તસર જશે.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, આતંકવાદી હુમલો, નરેન્દ્ર મોદી, પઠાણકોટ, મુખ્યમંત્રી, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन