Home /News /politics /

મોદી સરકાર અને યૂપીએ સરકાર વચ્ચે એક ગાય જેટલું જ અંતર : અરૂણ શૌરી

મોદી સરકાર અને યૂપીએ સરકાર વચ્ચે એક ગાય જેટલું જ અંતર : અરૂણ શૌરી

અર્થવ્યવસ્થાની અણઆવડતને લીધે એનડીએ સરકારની ટીકા કરતાં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી અરૂણ શૌરીએ કહ્યું કે, લોકોએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના દિવસોને યાદ કરવાનું શરૂ કરી દીધું છે. શૌરીએ એક પુસ્તકના વિમોચન પ્રસંગે કહ્યું કે, હવે ડોક્ટર મનમોહનસિંહને લોકો યાદ કરવા લાગ્યા છે. સરકારની નીતિઓ બનાવવાનો અંદાજ કોંગ્રેસ જેવો જ છે. પરંતુ અંતર માત્ર એક ગાયનું છે, નીતિઓ સમાન છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # અર્થવ્યવસ્થાની અણઆવડતને લીધે એનડીએ સરકારની ટીકા કરતાં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી અરૂણ શૌરીએ કહ્યું કે, લોકોએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના દિવસોને યાદ કરવાનું શરૂ કરી દીધું છે. શૌરીએ એક પુસ્તકના વિમોચન પ્રસંગે કહ્યું કે, હવે ડોક્ટર મનમોહનસિંહને લોકો યાદ કરવા લાગ્યા છે. સરકારની નીતિઓ બનાવવાનો અંદાજ કોંગ્રેસ જેવો જ છે. પરંતુ અંતર માત્ર એક ગાયનું છે, નીતિઓ સમાન છે.

પ્રસિધ્ધ પત્રકાર અને બિઝનેશ એડિટર અને પૂર્વ તંત્રી ટીએન નિનાન દ્વારા લિખિત પુસ્તક ટર્ન ઓફ ધ ટાટરેઇસના વિમોચન સમારોહમાં મનમોહનસિંહ, મુખ્ય આર્થિક સલાહકાર એ સુબ્રહ્મળ્યમ અને પૂર્વ વિદેશ સચિવ શ્યામ સરન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શૌરીએ કહ્યું કે, મોદી સરકાર અને યૂપીએ સરકાર વચ્ચે બીજો ફરક એ છે કે સ્પષ્ટ રીતે માનવું પડે કે અર્થ વ્યવસ્થાની નીતિઓ મતલબ સમાચારમાં ચમકવું છે અને વાસ્તવમાં આ કામ થવાનું નથી.

અરૂણ શૌરીએ કહ્યું કે, લોકો મનમોહનસિંહના દિવસોને યાદ કરવા લાગ્યા છે. આજની સરકારમાં અને યૂપીએમાં એક ગાયનું જ અંતર રહી ગયું છે. પીએમઓ જેટલું આજે નબળું છે એટલું અગાઉ ક્યારેય ન હતું. મહેનત કરી રહ્યા છે પરંતુ પરિણામ કંઇ નથી મળી રહ્યા. તમે બધા સાથે લડાઇ ન કરી શકો.

જો તમારે દિલ્હી-મુંબઇ કોરીડોર બનાવવો હોય તો પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓનો સહયોગ જરૂરી છે. ઉદ્યોગપતિઓ તમારાથી વાત કરી રહ્યા છે અને 10માંથી 9 નંબર આપે છે પરંતુ પછી કહે છે કંઇક કરો. આપણી પાસે વિકાસની તકો અને સાધન છે. આપણે વિકાસ કરી શકીએ છીએ પરંતુ મુર્ખતાપૂર્ણ ભૂલો ન કરવી જોઇએ.

પૂર્વ મંત્રીએ કહ્યું કે, દરેક વ્યક્તિ વ્યસ્ત છે અને દરેક વ્યક્તિ મહેનત કરી રહ્યો છે. પરંતુ આ મોટી સફળતામાં પરિવર્તિત થતું નથી. આ એ વખતે યૂપીએ સરકારની પણ સમસ્યા હતી. જો તમે શાસનની મુશ્કેલીઓની વાત કરો તો કોઇ ફરક પડ્યો નથી.
First published:

Tags: નરેન્દ્ર મોદી, મનમોહનસિંહ, મોદી સરકાર, વડાપ્રધાન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन