Home /News /politics /બાગી બન્યા પાસવાનના જમાઇ, કહ્યું- પિતા-પુત્રની ખોલશે પોલ

બાગી બન્યા પાસવાનના જમાઇ, કહ્યું- પિતા-પુત્રની ખોલશે પોલ

પટણા#બિહાર ચૂંટણીમાં સીટોનાં એલાન બાદ લોક જનશક્તિ પાર્ટીમાં સતત બગાવતના સુર ઉઠી રહ્યાં છે. હવે રામ વિલાસ પાસવાનના જમાઇ અનિલ કુમાર સાધુએ ટિકિટની વેચણીમાં પાસવાન પક્ષપાત કરે છે તેવો આક્ષેપ કર્યો છે.

પટણા#બિહાર ચૂંટણીમાં સીટોનાં એલાન બાદ લોક જનશક્તિ પાર્ટીમાં સતત બગાવતના સુર ઉઠી રહ્યાં છે. હવે રામ વિલાસ પાસવાનના જમાઇ અનિલ કુમાર સાધુએ ટિકિટની વેચણીમાં પાસવાન પક્ષપાત કરે છે તેવો આક્ષેપ કર્યો છે.

  • News18
  • Last Updated :
પટણા# બિહાર ચૂંટણીમાં સીટોનાં એલાન બાદ લોક જનશક્તિ પાર્ટીમાં સતત બગાવતના સુર ઉઠી રહ્યાં છે. હવે રામ વિલાસ પાસવાનના જમાઇ અનિલ કુમાર સાધુએ ટિકિટની વેચણીમાં પાસવાન પક્ષપાત કરે છે તેવો આક્ષેપ કર્યો છે.

અનિલ કુમારે કહ્યું કે, જે લોકોએ પાર્ટી માટે કામ કર્યું છે, તેવા લોકોને ટીકિટ મળી નથી. અનિલ કુમાર સાધુએ રામવિલાસ પાસવાનને ધૃતરાષ્ટ્ર ગણાવ્યા છે. તેઓએ કહ્યું કે, પાસવાનને પોતાના પુત્ર ચિરાગના સિવાય કોઇ દેખાતું નથી.

અનિલે આરોપ લગાવ્યો છે કે, જે કાર્યકર્તાઓ વર્ષોથી પાર્ટી માટે કામ કરી રહ્યાં છે, તેઓની સામે પાસવાન જીએ આંખ આડા કાન કર્યા છે. અનિલે આરોપ લગાવ્યો છે કે, પાસવાન એવા લોકોને ટીકિટ આપી રહ્યાં છે, જેઓ એ પાર્ટી માટે ક્યારેય યોગદાન આપ્યું નથી.

અનિલે કહ્યું કે, હું પીએમ મોદીને ચેતવું છું કે, આવા નેતાઓથી દૂર રહ્યો નહીં તો તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. હું તેમને અરજ કરૂં છું કે, તેઓ પાસવાન જીને ઓળખે.

અનિલે કહ્યું કે, તેઓ લાલુ અને નિતિશ સાથે વાત કરશે અને 40 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે. અનિલે કહ્યું કે, હું પાસવાન જેવા પૂંજીપતિ નથી એટલે મને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે.

અનિલે કહ્યું કે, હું ચિરાગ પાસવાન અને રામ વિલાસ પાસવાનની પોલ ખોલીશ. તેઓએ કહ્યું કે, ચિરાગના અંદર સંસ્કાર નામની કોઇ વસ્તુ નથી. અનિલે કહ્યું કે, ચિરાગ કોઇની પણ ઇજ્જત કરતા નથી.
First published:

Tags: આરોપ, ચૂંટણી`, જમાઇ, નિતિશ કુમાર, પીએમ મોદી, બિહાર, રાજકારણ, લાલુ યાદવ, વિરોધ, સીટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन