Home /News /politics /

મોદીને હટાવી પીએમ બનવા ઇચ્છે છે અમિત શાહઃ લાલુ યાદવ

મોદીને હટાવી પીએમ બનવા ઇચ્છે છે અમિત શાહઃ લાલુ યાદવ

નવી દિલ્હી# બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને રાજકારણ પુરી રીતે ગરમાયું છે. બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 12 ઓક્ટોબરે યોજાવાની છે. આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે આજે સવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું કે, આરએસએસ નફરત ફેલાવનારી ફેક્ટરી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી# બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને રાજકારણ પુરી રીતે ગરમાયું છે. બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 12 ઓક્ટોબરે યોજાવાની છે. આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે આજે સવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું કે, આરએસએસ નફરત ફેલાવનારી ફેક્ટરી છે.

બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર પ્રહાર કરતા આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ કહ્યું કે, અમિત શાહ, મોદીને હટાવીને વડાપ્રધાન બનવા ઇચ્છે છે.

મહાગઠબંધનની સંયુક્ત પત્રકાર પરિષદમાં લાલુ યાદવે કહ્યું કે, નરેન્દ્ર મોદી અગર અનામતની સાથે નથી તો તે ખોટી રીતે પછાત છે. લાલુએ કહ્યું કે, દરેક રાજ્યની વસ્તીના પ્રમાણમાં અનામત હોવું જોઇએ.

લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, પીએમ મોદી શરૂઆતથી જ ગરીબ અને દલિત વિરોધી રહ્યાં છે. તેઓએ કહ્યું કે, મોહન ભાગવતે જે નિવેદન અનામત અંગે આપ્યું હતુ, તે અંગેમોદી ચૂપ કેમ છે?

રાહુલ ગાંધી દ્વારા તેમનું નામ રેલીઓમાં ન લેવા બદલ લાલુએ કહ્યું, કોઇ મારૂ નામ લે કે ના લે, મારૂ નામ સમગ્ર દુનિયા લે છે.

હિન્દૂઓ દ્વારા ગૌમાંસ ખાવા અંગેના નિવેદન પર સ્પષ્ટતા કરતા લાલુએ કહ્યું કે, તેમના પરિવારમાં ગાયની પૂજા કરવામાં આવે છે. તેમના હાર્ટનું ઓપરેશન થયું છે, ગાયના કોશિકામાંથી બનેલા વાલ્વને તેમના હ્દયમાં ફીટ કરાયો છે. બીજેપીના લોકો કહે કે, તેમની પાસે છે કોઇ એવા, કે જેમના હ્દયમાં ગાય માતા હોય.

લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, જે દિવસથી ચૂંટણીની જાહેરાત થઇ છે, દિલ્હીના મોટા મોટા મંત્રી પટણામાં ડેરા નાખી બેઠા છે. તેઓ હોટલોમાં ડેરા નાખેલા છે. તેઓને કોઇ પુછનાર નથી. ચૂંટણી પ્રચાર માટે હેલિકોપ્ટરોંની લાઇન લગાવી દિધી છે. પરંતુ એનાથી કોઇ ફાયદો થવાનો નથી.

મહાગઠબંધનની સંયુક્ત પીસીમાં લાલુ યાદવ સહિત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અશોક ચૌધરી અને જેડીયૂના પવાન વર્મા પણ શામેલ હતા.
First published:

Tags: અમિત શાહ, આરજેડી`, કોંગ્રેસ, પીએમ, બીજેપી, મોદી, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन