Home /News /politics /

કુંભ મેળાની સાથે-સાથે આગામી ચૂંટણીની પણ તૈયારી કરી રહી છે ભાજપ?

કુંભ મેળાની સાથે-સાથે આગામી ચૂંટણીની પણ તૈયારી કરી રહી છે ભાજપ?

જોવાનું રહેશે કે આગામી મહાકુંભમાં દેશની રાજનીતિ કેવા પ્રકારની મહેનત કરશે અને કેટલું ફળ મેળવશે

જોવાનું રહેશે કે આગામી મહાકુંભમાં દેશની રાજનીતિ કેવા પ્રકારની મહેનત કરશે અને કેટલું ફળ મેળવશે

  પૂરાણોના એક શ્લોકના મતે તીર્થરાજ પ્રયાગની મહિમાનું વર્ણન કંઈક આવી રીતે કરાયું છે

  સિતાસિતે યત્ર ચામરે નદયૌ વિભાતે મુનિ ભાનુકન્યકે
  નીલાત્પત્રં વટ એવ સાક્ષાત સ તીર્થરાજો જયતિ પ્રયાગઃ

  રાજકીય પંડિતોની માનીએ તો ભાજપે આ શ્લોકના છેલ્લા બે શબ્દને વધારે જ ગંભીરતાથી લઈ લીધા છે. આવનારા કુંભને લઈને ભાજપ પોતાની તાકાતનો અંદાજ કુંભ માટે તૈયાર કરાયેલી ભારી ભરખમ રાશિ ઉપરાંત નેતૃત્વના નેતાઓની અલ્હાબાદ ચળવળથી સ્પષ્ટ લાગી રહ્યો છે. આંતરિક ચર્ચાઓ પર ધ્યાન આપીએ તો ભાજપ કુંભ અને ચૂંટણીની તૈયારીઓમાં થોડી પણ ચૂક રાખવા માંગતી નથી. જેના કારણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કુંભને લઈને ઘણું સંવેદનશીલ વલણ અપનાવી રહ્યા છે અને સમયાંતરે નિરીક્ષણ અને મુલ્યાંકન પણ કરી રહ્યા છે. આ ઉપરાંત તંત્ર પણ કુંભને લઈને ઘણું સક્રીય છે.

  અમિત શાહની યાત્રાનો રાજકીય અર્થ
  શુક્રવાર (ગુરુપૂર્ણિમા)એ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રયાગ યાત્રામાં ભાગ લીધો તેના પણ ઘણા રાજકીય અનુમાન લગાવાઈ રહ્યા છે. અખિલ ભારતીય પંચ દશનામ જૂના અખાડાના આમંત્રણ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે સંગમ નગરી અલ્હાબાદની મુલાકાતે પહોંચ્યા હતા. સ્થાનિક ભાજપ નેતાઓના મતે આ એક સામાન્ય ધાર્મિક યાત્રા હતી. જેમાં અમિત શાહે મોટા ભાગનો સમય સંતોના સાનિધ્યમાં વિતાવ્યો. અગાઉ નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર પૂજા અર્ચના, શિલાન્યાસ તેમજ સંતો સાથે ભોજનનો પણ કાર્યક્રમ આયોજિત હતો. અમિત શાહે મઠમાં સાધુ સંતોની સાથે બપોરે ભોજન લીધું. તે દરમિયાન અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્રગીરીજી મહારાજ અને મહામંત્રી હરિગિરીજી મહારાજ ઉપરાંત અન્ય 13 અખાડાના પ્રતિનિધિઓ હાજર હતા.

  આ ઉપરાંત એક અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમ હેઠળ અમિત શાહે અખિલ ભારતીય અખાડા પરિષદના પદાધિકારીઓની સાથે બેઠક પણ કરી. સંત સમાજના મતે મઠ બાઘંબરી ગદ્દીમાં થયેલી આ બેઠકમાં સંતોએ અમિત શાહ સમક્ષ ગૌહત્યા પર પ્રતિબંધ, ગંગા અને જમુનાની નિર્મલતા, રામ મંદીર નિર્માણ જેવા મુદ્દા ઉઠાવ્યા. અને માનવામાં આવી રહ્યું છે કે સામુહિક મત લીધા બાદ આ મુદ્દાઓ પર ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવામાં આવશે.  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે સંગમનગરી અલ્હાબાદમાં ચાર કલાકના પોતાના પ્રવાસને ધર્મ અને આધ્યાત્મ કેન્દ્રસ્થાને રાખી સંત સમાજની ઈચ્છા અને મંતવ્યને મેળવવાનું કામ કર્યું. એરપોર્ટથી નીકળતા જ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સીધા મંદિરો તરફ જતાં સિદ્ધ બાબા મૌજગિરી મંદિર ઘાટનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સાથે શ્રી શ્રી પંચ દશનામ અખાડા યોગ-ધ્યાન કેન્દ્રનું શિલાન્યાસ કર્યું. ભૃગુ ઋષિ દ્વારા સ્થાપિત શિવલિંગનો અભિષેક કર્યા બાદ તેમણે બંધ પરના મોટા હનુમાનજી અને દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી.

  અખાડા પરિષદના અધ્યક્ષ અને સાધુ-સંતો સાથે પણ કરી બેઠક

  અમિત શાહની મુલાકાત દરમિયાન તેમની સાથે ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરી તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. મહેન્દ્રનાથ પાંડે, અલ્હાબાદની મહાપૌર અભિલાષા નંદી ઉપરાંત નંદ ગોપાલ નંદી અને સ્થાનિક ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે વરસાદના કારણે કાર્યક્રમમાં જરૂર ફેરફાર થયો હતો. જેના કારણે કાર્યકર્તાઓને સંબોધિત કરવાનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો અને એ વાતનું ધ્યાન રખાયું કે કોઈ ધાર્મિક કાર્યક્રમ રદ્દ ન થાય. અમિત શાહના આ ધાર્મિક પ્રવાસને જોતા બાંધ પર લેટેલા હનુમાનજીનો ભવ્ય શ્રૃંગાર કરાયો હતો. તેમજ અમિત શાહે દર્શન પૂજા દરમિયાન મોટા હનુમાન મંદિરના પટ પણ બંધ રહ્યા.

  જોકે, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીએ મીડિયા સાથે વાતચીત કરતા એ વાત પર જોર આપ્યું કે ઉજ્જૈન અને નાસિક કુંભ મેળાની કુશળતા માટે તેમણે (અમિત શાહે) ઘણા વહેલા આવીને પૂજન-અભિષેક કર્યા અને તેમની આ મુલાકાત એજ કડીમાં છે. મહંત નરેન્દ્રગિરીએ સંવાદદાતાઓને એ પણ જણાવ્યું કે આગામી કુંભ મેળો શાંતિથી પૂર્ણ થાય. આ ઉદ્દેશ સાથે જ અમિત શાહ અહીં આવ્યા અને પૂજા-અર્ચના કરી. તેમજ આ બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા નથી કરાઈ.

  સંતોની સાથે બેઠકને લઈને ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ રીતે જણાવતા કહ્યું હતું કે, સંતોના આશીર્વાદથી જ 2014 અને 2017ની ચૂંટણીમાં પાર્ટીને મોટી જીત મળી છે. સંતો અને જનતાના આશીર્વાદથી જ 2014થી મોટી જીત 2019માં મળશે. કુંભ મેળો દુનિયાનો સર્વશ્રેષ્ઠ મેળો છે. કુંભની સફળતા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પૂજા-અર્ચના કરી અને તૈયારીઓની માહિતી મેળવી.

  ભાજપ માટે કુંભ મેળો કેમ મહત્વપૂર્ણ ?
  જાન્યુઆરી 2019ના કુંભમાં દેશ-વિદેશના કરોડો હિન્દુ ભક્તો અલ્હાબાદ આવશે અને ત્યારબાદ સામાન્ય ચૂંટણીના શ્રીગણેશ પણ થઈ જશે. એવામાં અમિત શાહની આ યાત્રા અને સંતો સાથેની ચર્ચાને પાર્ટીના હિંદુત્વના એજન્ડાને વધુ સ્પષ્ટ કરે છે. આ એક સમજી વિચારીને ઊઠાવેલું પગલું કહેવાઈ રહ્યું છે. ભલે ભાજપનાં સ્થાનિક એકમ આને એક સામાન્ય ધાર્મિક પ્રવાસ કહીને છુટી જવા માંગે છે. પરંતુ આ મુલાકાતની ગંભીરતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે આ મુલાકાતને લઈને થઈ રહેલી તૈયારીઓની માહિતી મેળવવા પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય બુધવારે જ અલ્હાબાદ પહોંચ્યા હતા. અગાઉથી વિચારીને જ ગુરુપૂર્ણિમાના દિવસે જ અમિત શાહની મુલાકાત ગોઠવાઈ કારણ કે આ દિવસનું ધાર્મિક મહત્વ વધારે હોય છે.  શાહની હાજરીને સોશિયલ મીડિયા પર કરવામાં આવી પ્રમોટ
  અમિત શાહે અલ્હાબાદમાં ધાર્મિક સ્થળોની યાત્રા કરી તેની તસવીરો થોડીક જ વારમાં તેમને ટ્વીટર હેંડલ પર પોસ્ટ કરવામાં આવી અને ત્યારબાદ તેને તરત જ વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયામાં પણ તાત્કાલિત પહોંચાડવામાં આવ્યા. અમિત શાહની મુલાકાતના એક કલાકની અંદર જ તમામ તસવીરો વિવિધ માધ્યમોથી મીડિયાકર્મીઓ અને ભાજપના સોશિયલ મીડિયા સુધી પહોંચાડવામાં આવી.

  ભાજપ માટે મહાકુંભ એક મહાઆયોજન છે. આની તૈયારીઓ અને સફળ આયોજનને લઈને પોલીસ અને તંત્ર પણ કોઈ ખતરો લેવાના મુડમાં નથી. શુક્રવારે અમિત શાહના પ્રવાસનો વિરોધ કરતા ચાર એસપી કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત તે વાતનું વધારે ધ્યાન રખાયું કે આયોજનમાં કોઈ પણ પ્રકારની રાજકીય અડચણ ન આવે.

  પાર્ટીના ઉચ્ચ પદાધિકારીઓના મતે, ભલે મહાકુંભ 2019ની ચર્ચા સોશિયલ મીડિયા પર હાલમાં ઓછી થઈ ગઈ હોય પરંતુ ભાજપ અધ્યક્ષને એ વાતનો તો અંદાજ આવી જ ગયો છે કે તેઓ આ આયોજન દ્વારા દેશમાં હિંદુત્વની હવા વધુ તીવ્ર કરી શકે છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દેશના તમામ ગામોને કુંભમાં આવવાનો આમંત્રણપત્ર મોકલી રહ્યા છે. કુંભમેળાને ધ્યાનમાં લઈને રાજ્યભરમાં કુંભ મેળાના હોર્ડિંગ અને અન્ય તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. દેશમાં થનારી સામાન્ય ચૂંટણી પહેલા અલ્હાબાદમાં આયોજિત થનારો મહાકુંભ મેળો ભાજપ માટે એક રાજકીય 'કુંભ' બની ચૂક્યો છે. જે 2019ની દિશા નક્કી કરવામાં મદદરૂપ સાબિત થશે. એવામાં સંતો દ્વારા અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવા અને નગરના અલ્લાપુર વિસ્તારનું નામ બદલીને ભારદ્વાજ નગર રાખવાની માગને ભાજપ દ્વારા સમર્થન અપાય તે વાત નક્કી મનાઈ રહી છે.

  જાણકારોના મતે તો, કુંભ મેળાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંવેદનશીલતા અને ભાજપ દ્વારા હિંદુત્વના એજન્ડાને જકડી રાખવા તરફ ઈશારો થઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન કુંભ મેળાથી સંબંધિત ઘણી મોટી જાહેરાતો કરવા ઉપરાંત કેટલાક કાર્યક્રમોમાં પણ હાજરી આપી શકે છે. એવામાં વિપક્ષનો આક્ષેપ છે કે ભાજપનું કુંભરૂપી આયોજન રાજકીય ઉપયોગ માટેનું છે. જેનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો. એવામાં કુંભનો રાજકીય ઉપયોગનો વિરોધ કરવા માટે વિપક્ષે સ્પષ્ટ રૂપરેખા બનાવવી પડશે. હાલમાં જ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા એવી ફટકાર લગાવવામાં આવી છે કે હરિદ્વાર પછી ગંગાનું પાણી ન્હાવા યોગ્ય નથી. એટલે જ એ વિસ્તારોમાં બોર્ડ લગાવીને જનતાને જાગૃત કરવામાં આવે. આ આદેશને વિપક્ષ સંજીવની તરીકે જોઈ રહ્યું છે. તેવામાં ભાજપે તૈયાર કરેલી ચાલ વચ્ચે વિપક્ષને ગંગાની સફાઈ અને અવિરલ સ્વરૂપને બનાવી રાખવા સિવાય બીજા અન્ય મુદ્દા હાલમાં નથી દેખાઈ રહ્યા. હવે જોવાનું એ રહેશે કે આવનારો મહાકુંભમાં દેશની રાજનીતિમાં શું પરિવર્તનો લાવશે....
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Amit shah, Loksabha elections 2019

  આગામી સમાચાર