Home /News /politics /

અમિત શાહનો દાવો : બિહારમાં NDA જીત તરફ, અનામત ચાલુ રહેશે

અમિત શાહનો દાવો : બિહારમાં NDA જીત તરફ, અનામત ચાલુ રહેશે

પટનામાં ગત રાતે એનડીએના દિગ્ગજ નેતાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે બિહાર ચૂંટણીને લઇને મનોમંથન કર્યા બાદ આજે પત્રકારો સાથે વાત કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, બિહારમાં એનડીએ જીત તરફ આગળ વધી રહી છે. અનામત આંદોલન મુદ્દે પણ તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, અનામત નીતિ ચાલુ જ રહેશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # પટનામાં ગત રાતે એનડીએના દિગ્ગજ નેતાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે બિહાર ચૂંટણીને લઇને મનોમંથન કર્યા બાદ આજે પત્રકારો સાથે વાત કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, બિહારમાં એનડીએ જીત તરફ આગળ વધી રહી છે. અનામત આંદોલન મુદ્દે પણ તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, અનામત નીતિ ચાલુ જ રહેશે.

ભાજપા અધ્યક્ષ અમિત શાહે આજે પ્રેસ કોન્ફરન્સ કરી વિગતો આપતાં કહ્યું હતું કે, બુથ પરથી જે જાણકારી મળી છે એ અનુસાર પ્રથમ અને બીજા તબક્કામાં એનડીએના પક્ષમાં ભારે મતદાન થયું છે. અમારી પાસે જે જાણકારી છે એ મુજબ પ્રથમ તબક્કામાં 32-24 બેઠકો અને બીજા તબક્કામાં 22-24 બેઠકો જીતીશું. તમામ વર્ગોએ ભાજપને મત આપ્યા છે. વડાપ્રધાનના સ્પેશિયલ પેકેજથી બિહારના લોકો ખુશ છે. બિહારની જનતા જંગલરાજ 2 હવે બિલકુલ નથી ઇચ્છતી.

વધુમાં તેમણે કહ્યું કે, નિતિશજીએ માત્ર અને માત્ર સત્તા માટે જ લાલુજી સાથે હાથ મિલાવ્યો છે. એનડીએનો પ્રચાર વિકાસ કેન્દ્રી છે. બિહારના યુવાનો નારાજ છે અને બિહારના લોકો પોતાના રાજ્યને બિમાર રાજ્યના રૂપમાં જોવા નથી ઇચ્છતા. ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી છે જેમાં સૌથી વધુ પછાત વર્ગના મુખ્યમંત્રીઓ છે. ભાજપે જ પછાત જ્ઞાતિના વડાપ્રધાન આપ્યા છે.

શાહે કહ્યું કે, જો નિતિશજી સરકારમાં આવશે તો લાલુના હાથમાં રિમોટ કંટ્રોલ રહેશે. અનામત મુદ્દે શાહે કહ્યું કે, આરએસએસએ અનામત મુદ્દે પોતાના વિચાર રજુ કર્યા છે અને અમે પણ સ્પષ્ટ કહી ચુક્યા છીએ કે અનામત નીતિ ચાલુ રહેશે.
First published:

Tags: અનામત, અમિત શાહ, નિતિશ કુમાર, બિહાર ચૂંટણી, ભાજપ, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन