Home /News /politics /

બિહારમાં અજય દેવગનની રેલીમાં બબાલ : ખુરશીઓ ઉછળી, પોલીસે કર્યો લાઠીચાર્જ

બિહારમાં અજય દેવગનની રેલીમાં બબાલ : ખુરશીઓ ઉછળી, પોલીસે કર્યો લાઠીચાર્જ

બિહારના નાલંદામાં આજે યોજાયેલી અજય દેવધનની રેલીમાં જોરદાર હંગામો મચ્યો હતો. અજયની એક ઝલક જોવા માટે લોકો ઉતાવળા થયા હતા. લોકો બેકાબૂ બનતાં મામલો ગરમાતાં ખુરશીઓ પણ ઉછાળવામાં આવી હતી. જોકે છેવટે લોકોને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
બિહાર# બિહારના નાલંદામાં આજે યોજાયેલી અજય દેવધનની રેલીમાં જોરદાર હંગામો મચ્યો હતો. અજયની એક ઝલક જોવા માટે લોકો ઉતાવળા થયા હતા. લોકો બેકાબૂ બનતાં મામલો ગરમાતાં ખુરશીઓ પણ ઉછાળવામાં આવી હતી. જોકે છેવટે લોકોને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

આ બબાલ બાદ અજય દેવગનની બન્ને રેલીઓ રદ કરાઇ હતી. પ્રથમ રેલી નાલંદાના બિહાર શરીફ અને બીજી ચંડાસીમાં યોજાવાની હતી. અહીંયા અજય દેવગનને હેલિકોપ્ટરથી ઉતરવા દેવાયા ન હતા. જેને લઇને ટોળાઓએ તોડફોડ કરી હતી, જે બાદ પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવવા માટે બળપ્રયોગ કરીને લોકો પર લાઠીચાર્જ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અજય દેવગન બીજેપી તરફથી અમુક રેલીઓમાં ભાગ લઇ ચૂક્યા છે. આ દરમિયાન તેમની સાથે ભોજપુરી ફિલ્મ અભિનેતા અને બીજેપી સાંસદ મનોજ તિવારી પણ હતા. તેઓને જોવા માટે રેલીમાં ભારે ભીડ ઉમટી હતી.
First published:

Tags: અજય દેવગન, અભિનેતા, તોડફોડ, પોલીસ`, પ્રચાર, બિહાર, બિહાર ચૂંટણી, બીજેપી, બોલીવુડ ન્યૂઝ, રેલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन