Home /News /politics /

ICJમાં ભંડારી માટે સુષ્મા સ્વરાજે કર્યા 60 કોલ, આવી રીતે થઈ લોબિંગ

ICJમાં ભંડારી માટે સુષ્મા સ્વરાજે કર્યા 60 કોલ, આવી રીતે થઈ લોબિંગ

ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં ભારતીય જજ દલવીર ભંડારીની જીત પર અમેરિકા, બ્રિટન સહિત શક્તિશાળી દેશોને ચોકાવી દીધા છે. ભંડારીની આ જીતમાં વિેદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. સુષ્મા સ્વરાજના નેતૃત્વમાં વિદેશ મંત્રાલયએ દલવીર ભંડારી માટે લોબિંગ કરવામાં આવી હતી. આ માટે વિદેશ મંત્રીએ પોતાના સમકક્ષોને પોતે 60 કોલ કર્યા હતા.


આ જ કારણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈસીજેમાં ભારતીય જજ દલવીર ભંડારીને બીજી વાર ચૂંટાઈને આવવાની શ્રેય સુષ્મા સ્વરાજ અને વિદેશ મંત્રાલયને આપ્યું હતું.


ભારતીય જજ દલવીર ભંડારીએ બીજીવાર આઈસીજેમાં ચૂંટાવાને લઈને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પોતે પણ પોતાના સ્તર પર એક્ટિવ રહી હતી. વિદેશ સચિવ એસ. જયશંકર સક્રિય રીતે દુનિયાભરના નેતાઓના સમર્થન મેળવવાની કોશિશમાં લાગેલા હતા.






વિદેશ સચિવ અને વિદેશ રાજ્ય મંત્રીએ પણ કરી મહેનત



સોમવારે બીજા તબક્કાની વોટિંગથી પહેલા એસ. જયશંકરે સુષ્માના નેતૃત્વમાં ઘણા દેશો સાથે સંપર્ક કર્યો હતો. તેમની સાથે જ વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબર પણ ભારતની સીટ પાક્કી કરવા માટે કોશિશ કરી રહ્યાં હતા.



પીએમ મોદીએ વિદેશ મંત્રાલયને આપી શુભેચ્છા



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભંડારીની જીત બાદ ટ્વિટ કરીને સુષ્મા સ્વરાજને પણ શુભેચ્છા પાઠવી હતી. તેમને જણાવ્યું કે, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, વિદેશ મંત્રાલય અને એમ્બેસીમાં તેમની ટીમને તેમની મહેનત માટે શુભેચ્છા, જેમના કારણે આઈસીજેમાં બીજી વાર સીટ મેળવવામાં સફળતા મળી છે.






સુષ્મા સ્વરાજે વ્યક્ત કરી ખુશી


આઈસીજેમાં ભંડારીની જીત બાદ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને લખ્યું કે, 'વંદે માતરમ! ભારતે આતંરાષ્ટ્રીય અદાલતની ચૂંટણી જીતી લીધી છે. જય હિન્દ.'

First published:

Tags: Icj, સુષ્મા સ્વરાજ

આગામી સમાચાર