કોરોના વાયરસના ખતરાને લઈને વડાપ્રધાન સતર્ક, પ્રિન્સિપલ સેક્રેટરીએ તૈયારીની સમીક્ષા કરી

G
Updated: January 1, 1970, 5:30 AM IST
કોરોના વાયરસના ખતરાને લઈને વડાપ્રધાન સતર્ક, પ્રિન્સિપલ સેક્રેટરીએ તૈયારીની સમીક્ષા કરી
અત્યાર સુધી 7 એરપોર્ટ પર 115 ફ્લાઇટ્સથી આવનારા 20 હજાર પ્રવાસીઓની તપાસ કરવામાં આવી ચૂકી છે

અત્યાર સુધી 7 એરપોર્ટ પર 115 ફ્લાઇટ્સથી આવનારા 20 હજાર પ્રવાસીઓની તપાસ કરવામાં આવી ચૂકી છે

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે નોવેલ કોરોના વાયરસ પર શનિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરી તથા વિભિન્ન મંત્રાલયો અને વિભાગોની તૈયારીની પણ ચર્ચા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર તેમના પ્રિન્સિપલ સેક્રેટરીએ આ ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન અધિકારીઓએ તેમને થોડા દિવસ અગાઉ આ મામલામાં થયેલી પ્રગતિ, વાયરસને ફેલાવાગી રોકવાની તૈયારીઓ અને તેની સામે લડવા માટે કરવામાં આવેલા ઉપાયોની જાણકારી આપી. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસના 4 સંદિગ્ધ મામલા સામે આવ્યા હતા. જોકે તેમના નમૂનાઓની તપાસ બાદ કોઈ પણ મામલામાં દર્દીઓને આ વાયરસથી પીડિત નથી તેવું સામે આવ્યું છે. ચીનમાં આ વાયરસના સંક્રમણે રોગચાળાનું રૂપ લીધા બાદ દેશના 19 એરપોર્ટ પર ચીનથી આવનારા પ્રવાસીઓનું થર્મલ સ્‍ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 7 એરપોર્ટ પર 115 ફ્લાઇટ્સથી આવનારા 20 હજાર પ્રવાસીઓની તપાસ કરવામાં આવી ચૂકી છે. 12 અન્ય એરપોર્ટ પર પ્રવાસીઓની તપાસ શરૂ કરવાના નિર્દેશ શુક્રવારે જાહેર કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ શનિવારે મળેલી બેઠકમાં હૉસ્પિટલો અને નમૂનાઓની તપાસ કરનારી પ્રયોગશાળાઓની તૈયારીઓથી વડાપ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરીને અવગત કરાવ્યા. તેઓએ મંત્રાલય દ્વારા મોટા પાયે કરવામાં આવી રહેલી સર્વિલન્‍સ ગતિવિધિઓની વિશે પણ અવગત કરાવ્યા. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા થર્મલ સ્ક્રીનિંગ તથા અન્ય બચાવ ઉપાયોની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં કેબિનટ સચિવ, ગૃહ સચિવ, વિદેશ સચિવ, રક્ષા સચિવ, સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ સચિવ, નાગરિક ઉડ્ડયન સચિવ તથા વિભિન્ન વિભાગોના અનેક અન્ય સચિવ ઉપસ્થિત હતા. આ પણ વાંચો, જાણો એ ખતરનાક વાયરસ વિશે જે ચીનથી ફેલાઈને લોકોને બનાવી રહ્યો છે પોતાનો શિકાર
First published: January 26, 2020
વધુ વાંચો
अगली ख़बर