બાળકને ભણવામાં મન લાગતુ નથી? ભણતી વખતે બહુ નખરા કરે છે? તો ફોલો કરો આ ટિપ્સ
ભણવા માટેની ટિપ્સ
parenting tips: બાળકોને ભણવામાં ધ્યાન રહેતુ એ વિશે દરેક પેરેન્ટ્સની ફરિયાદ હોય છે. જો તમારા બાળક પણ ભણવા બેસે ત્યારે અનેક નખરા કરે છે તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બાળકોને ભણવાથી લઇને સ્વાસ્થ્યનું પેરેન્ટ્સે અનેક રીતે ધ્યાન રાખવુ પડે છે. જો કે બાળકોને ભણવા બેસાડવા પેરેન્ટસ માટે માથાનો દુખાવો બની રહે છે. મોટાભાગના બાળકો ભણવા માટે પેરેન્ટ્સને બુમો પડાવતા હોય છે. આ સાથે જ દરેક પેરેન્ટ્સ એવુ ઇચ્છે છે કે મારું બાળક બીજા બધા કરતા બેસ્ટ પરફોર્મ કરે. આ માટે પેરેન્ટ્સે અનેક ઘણી મહેનત કરવી પડે છે. આમ, તમે બાળકોને રોજ યોગા કરાવો છો તો મેમરી પાવર શાર્પ થાય છે અને સાથે હેલ્થ પણ સારી રહે છે. તમે બાળકોને જ્યારે ભણવા બેસાડો ત્યારે એ ભણવાની બાબત પર ફોકસ કરતા નથી તો આ સરળ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે. તો જાણો આ વિશે તમે પણ...
તમારા બાળકોનો ગોલ સેટ કરો. આ ગોલને પૂરા કરવા માટે બાળકને સમજાવો. આ સાથે જ તમે બાળકને એવુ સમજાવું કે તો આટલું કરી લઇશ તો તને ગમતું ઇનામ મળશે. આ ઇનામથી બાળકને ભણવાનું મન થાય છે અને સાથે એ આગળ પણ વધે છે.
મોબાઇલ ઓછો આપો
બાળકને વધારે મોબાઇલ જોવાની આદત છે તો તમે ઓછી કરી દો. સતત મોબાઇલ જોવાની આદત તમારા બાળકને હેરાન કરી દે છે. વધારે મોબાઇલ જોવાને કારણે બાળક ચીડિયો બની જાય છે અને સ્વભાવ પણ ગુસ્સોવાળો થઇ જાય છે.
તમે બાળકોને ઘરે એવી ગેમ રમાડવાની આદત પાડો જેમાં એના મગજનો વિકાસ થાય. આ ટાઇપની ગેમથી બાળક ભણવામાં પણ હોંશિયાર થાય છે. જ્યારે તમે આ રીતની ગેમ રમાડો છો ત્યારે બાળક કાઉન્ટિંગમાં પણ હોંશિયાર થાય છે.
રોજનું કામ આપો
બાળકને રોજનું કામ આપો. આ સાથે જ તમે બાળકોને એમ કહો કે આટલું કામ તારે દિવસ દરમિયાન કરવાનું છે. આ ટાઇપના કામ આપવાથી બાળકમાં સ્થિરતા આવે છે અને સાથે કોન્ફિડન્સ પાવર વધે છે.
બાળકનું કામ જાતે કરવા દો
હંમેશા બાળકને એનું કામ જાતે કરવાની આદત પાડો. આ સાથે જ બાળક જ્યારે ભણી લે ત્યારે એની બુક્સ જાતે મુકે એ રીતની આદત પાડો. આમ કરવાથી ધીરે-ધીરે બાળકને ભણવામાં મન લાગે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર