પાવાગઢ થી 30 કિલોમીટર ના અંતરે આવેલું હનુમાનજીનું હજારો વર્ષ જૂનું મંદિર ઝંડ હનુમાન (jhand Hanuman) પૌરાણિક (historical) અને અલૌકિક મહત્વ ધરાવતું સ્થળ માનવામાં આવે છે. 18 ફૂટ કરતાં વધારે ઊંચાઈ ધરાવતી આ હનુમાનજીની આ પ્રકારની પ્રતિમા આખા ગુજરાતમાં ફક્ત એક જ હોય તેવી માન્યતા છે.
Shivam Purohit, Panchmahal: પંચમહાલ જિલ્લામાં વરસાદી (rain) માહોલ ધીરે-ધીરે જામ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાની વનરાજી (forest) કઈક અનોખી જ પ્રતિભા ધરાવે છે. એમાં પણ વરસાદ પડ્યા બાદ પાવાગઢ અને તેની આસપાસના વિસ્તારમાં વનરાજ જાણે ખીલી ઊઠે છે. તારે પાવાગઢ થી 30 કિલોમીટર ના અંતરે આવેલું હનુમાનજીનું હજારો વર્ષ જૂનું મંદિર ઝંડ હનુમાન (jhand Hanuman) પૌરાણિક (historical) અને અલૌકિક મહત્વ ધરાવતું સ્થળ માનવામાં આવે છે. 18 ફૂટ કરતાં વધારે ઊંચાઈ ધરાવતી આ હનુમાનજીની આ પ્રકારની પ્રતિમા આખા ગુજરાતમાં ફક્ત એક જ હોય તેવી માન્યતા છે.
પાંડવોએ વનવાસ દરમિયાન ઝંડ હનુમાનની સ્થાપના કરી હશે તેવી માન્યતા છે.
પાવાગઢની આસપાસના વિસ્તારોમાં આવેલા કેટલાક સ્થળોએવરસાદ પડ્યા બાદ ખીલી ઊઠે છે જેવા કે હાથની ધોધ તેમજ ઝંડ હનુમાન તથા કેવડી ફોરેસ્ટ સહિત કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં વરસાદ પડતાની સાથે દૂરદૂરથી પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે.અલૌકિક પ્રતિમા વિશે ત્યાંના સ્થાનિક લોકો તથા પુજારીના કહેવા પ્રમાણે હનુમાનજીની આ પ્રતિમાની સ્થાપના કોણે કરી છે તેનું રહસ્ય હજુ ઉકેલી શકાયું નથી તેમજ એવું માનવામાં આવે છે કે મહાભારતકાળમાં જ્યારે પાંડવોને વનવાસ આપવામાં આવ્યો હતો ત્યારે પાંડવો જે વન માં રોકાયા હતા તે વન એટલે કે હેડંબા વન એ આ સ્થળ માનવામાં આવે છે. તે સમયે તેઓ દ્વારા આ હનુમાનજીની સ્થાપના કરવામાં આવી હશે તેવી લોક માન્યતા પ્રસિદ્ધ છે.
મંદિર પહાડો અને જંગલનવચ્ચે ઘેરાયેલું હોવાથી મંદિર સુધી પહોંચવાનો રસ્તો ખુૂબજ રોમાંચક
ઝંડ હનુમાન મંદિર ખાતે આવેલી હનુમાનજીની પ્રતિમાનું સ્વરૂપ શનિદેવની ઉપર ડાબો પગ મુકેલા હનુમાનજીના સ્વરૂપમાં જોવા મળે છે જેથી એવું માનવામાં આવે છે કે સાડાસાતીથી ઝઝૂમી રહેલા લોકો જો આ પ્રતિમાના પગ ઉપર તેલ ચઢાવે તો તેમને કેટલાક અંશે જીવન સરળ થઈ જતું હોય છે.તેમજ ગોધરા વડોદરા ઘોઘંબા જાંબુઘોડા સહિત અમદાવાદ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેમજ અમેરિકાથી પણ લોકો આ પ્રતિમાના દર્શન કરવા અને અલૌકિક ઐતિહાસિક સ્થળની મુલાકાતે દર વર્ષે આવતા હોય છે. તેમજ મંદિર પહાડો અને જંગલનવચ્ચે ઘેરાયેલું હોવાથી મંદિર સુધી પહોંચવાનો રસ્તો પણ રોમાંચક મહેસુસ થાય છે. તેમજ હનુમાનજીના મંદિરની આસપાસ સતત માકડા પ્રજાતિના વાનર ખૂબ જ બોડી સંખ્યામાં જોવા મળે છે.જે એક કુતૂહલ ગણી શકાય. જેના કારણે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે.
વર્ષો પહેલા હનુમાનજીની મૂર્તિ એ એક વિશાળ ઓટલા ઉપર ખુલ્લા આકાશ નીચે મળી આવી હતી
વર્ષો પહેલા હનુમાનજીની મૂર્તિ એ એક વિશાળ ઓટલા ઉપર ખુલ્લા આકાશ નીચે મળી આવી હતી ત્યારે આસપાસ લાકડા ગોઠવીને પૂજા કરવા માટે સુયોગ્ય જગ્યા બનાવવામાં આવી હતી. જ્યારે આજે અનેક ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી આ મંદિરનો યોગ્ય જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે અને પાકુ પરીસર બનાવવામાં આવ્યું છે.તેમજ ત્યાંના સ્થાનિક લોકો તથા ભક્તો દ્વારા જણાવવામાં આવ્યું કે શ્રાવણ મહિનામાં, મંગળવાર તથા શનિવાર તેમજ હનુમાન જયંતીના દિવસે માનવ મહેરામણ ઊમટી પડે છે ત્યારે આ સ્થળે પગ મૂકવાની જગ્યા પણ રહેતી નથી. સાથે સાથે દરરોજ સવારે અને સાંજે 7 વાગ્યે હનુમાનજીની આરતી કરવામાં આવે છે.મંદિરમાં સવાર સાંજ કરવામાં આવતી આરતી નિચે મુજબ ગાવવામાં આવે છે.
મંદિરમાં સવાર-સાંજે કરાતી નિચે મુજબ છે.
આરતી: જય જય કપિ બળવંતા (૨)
સુર નર મુનિ જન વંદિત (૨)
પદરજ હનુમંતા,
પ્રભુ જય કપિ બળવંતા,
પ્રૌઢ પ્રતાપ પવન સૂત, ત્રિભુવન જયકારી,
પ્રભુ ત્રિભુવન જયકારી,
અસુર રિપુ મદગંજન (૨)
ભય સંકટ હારી,
પ્રભુ જય કપિ બળવંતા... ૨
ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહિ જંપે,
પ્રભુ પીડત નહિ જંપે,
હનુમંત હાક સુનીને (૨)
થર થર થર કંપે,
પ્રભુ જય કપિ બળવંતા... ૩
રઘુવીર સહાયે ઓળંગ્યો, સાગર અતિ ભારી,
પ્રભુ સાગર અતિ ભારી,
સીતા શોધ લે આયે (૨)
કપિ લંકા જારી,
પ્રભુ જય કપિ બળવંતા... ૪
રામ ચરણ રતિ દાયક, શરણાગત ત્રાતા (૨)
પ્રભુ શરણાગત ત્રાતા,
પ્રેમાનંદ કહે હનુમંત,
વાંછીત ફળ દાતા,
પ્રભુ જય કપિ બળવંતા... ૫
જય કપિ બળવંતા...
પ્રભુ જય કપિ બળવંતા..
આસપાસ ઘનઘોર જંગલ હોવાથી સ્થળ મુલાકાત લેવા આવેલા પ્રવાસીઓ અને ભક્તોએ સમયસર ત્યાથી નિકળી જવું પડે છે.
તેમજ આ સાથે જ ઝંડ હનુમાન મંદિર ના પરિસર ખાતે પાંડવોના વનવાસ ની નિશાનીઓ પણ જોવા મળે છે જેમાં કેટલીક પૌરાણિક મૂર્તિઓ, એક માન્યતા અનુસાર દ્રૌપદી અને તરસ લાગી હોવાથી અર્જુન દ્વારા બાણ મારીને પાણીનો સ્ત્રોત ઉપર જવામાં આવ્યો હતો ત્યાં એક કૂવો બનાવી દેવામાં આવ્યો છે તે પણ ત્યાં જોવા મળે છે તથા ત્યાંથી થોડા આગળ જતા ભીમ ની અનાજ દળવાની ઘંટી પણ જોવા મળે છે જે એટલી મોટી છે કે અનુમાન લગાવી શકાય કે આ ઘંટી કરનાર ભીમ ની કાયા કેટલી વિશાળ હશે. તેમજ આ સાથે વર્ષો જૂના વૃક્ષો જોવા મળે છે જે ખૂબ જ ઘટાદાર અને વિશાળકાય થળ ધરાવેછેજેનો છાયડો કેવી રીતે પ્રસરેલી હોય છે જાણે મંડપ જેવો લાગે છેે.મંદિરે દર્શન કરવા આવેલા ભક્તોએ સાંજ સમયે અંધારુ થાય તે પહેલા વિસ્તાર માંથી બહાર નિકળી જવાનું હોય છે.કારણ કેકારણ કે આસપાસ ઘનઘોર જંગલ હોવાથી કેટલાક જંગલી પ્રાણીઓ પણ નિકળતા હોય છે.
સરનામુ : ઝંડ હનુમાન, શિવરાજપુર રોડ , જાંબુઘોડા, ગુજરાત 389390