Home /News /panchmahal /

PANCHMAHAL: ધોરણ 12 પછી BCAનો કોર્સ કરી બનાવી શકો છો કારકિર્દી, કેટલા વર્ષનો હોય છે કોર્સ જાણો અહિયા

PANCHMAHAL: ધોરણ 12 પછી BCAનો કોર્સ કરી બનાવી શકો છો કારકિર્દી, કેટલા વર્ષનો હોય છે કોર્સ જાણો અહિયા

વી

વી એમ પટેલ ઇન્સ્ટીટ્યુટ, ગોધરા, પંચમહાલ

BCA એ સોફ્ટવેર ડેવલોપમેન્ટ એન્જીનિયરિંગ લેવલનો કોર્સ ગણવામાં આવે છે જેમાં તમામે તમામ સેમેસ્ટર દરમિયાન કમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયરીંગ લેવલનું ભણતર,ધોરણ 12 પાસ કર્યા બાદ કોઈપણ વિદ્યાર્થી બી.સી.એ, બી.બી.એ કરી શકે છે.

    Shivam Purohit, Panchmahal: ધોરણ 12 ના પરિણામ બાદ અનેક વિદ્યાર્થીઓ (students) પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે વિવિધ કારકિર્દી (career) બનાવવા માટે જુદા જુદા કોર્ષ પસંદ કરી રહ્યા છે જ્યારે એક વિકલ્પ કમ્પ્યુટર સાયન્સ તેમજ બીસીએ (BCA) અને મલ્ટીમીડિયા (multimedia) કોર્સ પણ સામે આવી રહ્યો છે. ત્યારે હાલના સમયમાં યોગ્ય મલ્ટીમીડિયા તેમજ bca ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે પંચમહાલ જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે ઉત્તમ વિકલ્પ વી એમ પટેલ ઇન્સ્ટિટયૂટ સાબિત થઈ શકે છે.

    આ સંસ્થા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવે છે

    ગોધરા ખાતે વર્ષોથી કાર્યરત વી એમ પટેલ ઇન્સ્ટીટ્યુટની મુલાકાત લેતા સંસ્થાના સંચાલક નીરવ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વી.એમ પટેલ ઇન્સ્ટીટ્યુટ એ ઓમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. ૨૪ વર્ષથી કાર્યરત સંસ્થા માં ફક્ત આઈટી સેક્ટરના કોર્સ અને ટ્રેનિંગ કરવામાં આવી રહી છે.તેમજ તેમણે ઉમેર્યું કે હાર્ડવેર નેટવર્કિંગ સોફ્ટવેર પ્રોગ્રામિંગ કોડિંગ સહિતના તમામ કોર્સીસ આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે.

    હાલમાં આ સંસ્થા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવે છે જે અંતર્ગત આ સંસ્થામાં bca, pgdca, એમ.એસ.ડબલ્યુ, bba, બી એસ ડબલ્યુ તથા સેનેટરી ઇન્સ્પેક્ટરનો short-term કોર્સ પણ આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે.

    BCA એ સોફ્ટવેર ડેવલોપમેન્ટ એન્જીનિયરિંગ લેવલનો કોર્સ ગણવામાં આવે છે જેમાં તમામે તમામ સેમેસ્ટર દરમિયાન કમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયરીંગ લેવલનું ભણતર: સંચાલક

    તેમજ તેમણે બી.સી.એ કોર્ષ વિષે જણાવ્યું કે bca એ સોફ્ટવેર ડેવલોપમેન્ટ એન્જીનિયરિંગ લેવલનો કોર્સ ગણવામાં આવે છે જેમાં તમામે તમામ સેમેસ્ટર દરમિયાન કમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયરીંગ લેવલનું ભણતર થીયરી અને પ્રેક્ટીકલ સ્વરૂપે આવરી લેવામાં આવતું હોય છે. જેમ સામાન્ય કોઈપણ નોન ટેકનિકલ કોર્સ કર્યા બાદ સારી નોકરી મેળવવા માટે વિદ્યાર્થીને કોઈ ટેકનીકલ કોર્સ કરવાની જરૂર પડતી હોય છે તો તે સારી નોકરી મેળવી શકે છે જ્યારે bca કર્યા પછી તે વિદ્યાર્થીને કોઈપણ પ્રકારનો અલગથી ટેકનિકલ કોર્સ કરવાની જરૂરિયાત રહેતી નથી

    .તેમજ આ સિવાય તેમણે બી.બી.એ. વિશે જણાવતા કહ્યું કે બીબીએ કર્યા બાદ મેનેજમેન્ટ ક્ષેત્રે વિદ્યાર્થી ઉત્તમ કારકિર્દી બનાવી શકે છે તેમ જ હાલના સમયમાં આ સંસ્થામાં ચાલતો સેનેટરી ઇન્સ્પેક્ટરનો એક વર્ષનો કોર્સ જે કર્યા બાદ વિદ્યાર્થી સિવિલ હોસ્પિટલ, નગર પાલિકા સહિતના ક્ષેત્રોમાં નોકરી મેળવી શકે છે.

    ધોરણ 12 પાસ કર્યા બાદ કોઈપણ વિદ્યાર્થી બી.સી.એ, બી.બી.એ, એમ.એસ.ડબલ્યુ, બી એસ ડબલ્યુ, pgdca સહિતના કોર્સ કરી શકે છે.

    ગોધરા ખાતે કાર્યરત આ ઈન્સ્ટીટયૂટ તદ્દન ટેકનોલોજીથી યુક્ત અને અનુભવી શિક્ષકો સાથેનું સંકુલ છે તેમ હતું આ ઈન્સ્ટીટયુટમાં એડમિશનનો ની શરૂઆત પણ થઈ ચૂકી છે તેથી ધોરણ 12 પાસ કર્યા બાદ કોઈપણ વિદ્યાર્થી બી.સી.એ, બી.બી.એ, એમ.એસ.ડબલ્યુ, બી એસ ડબલ્યુ, pgdca સહિત સેનેટરી ઇન્સ્પેક્ટર ને લગતો કોર્સ કરવા ઈચ્છે તો તે નીચે દર્શાવેલા એડ્રેસ ઉપર જઈને માહિતી મેળવી શકે છે અથવા તો મોબાઈલ આ નંબર ઉપર સંપર્ક સાધીને અથવા વેબસાઈટ ઉપર જઈને સીધો જોઈ શકે છે.



    એડ્રેસ:2જોમાળ, સતગુરુ કોમ્પ્લેક્સ, એસ.ટી. સ્ટેન્ડ રોડ, ગોધરા, ગુજરાત 389001

    સંપર્ક: ૦૨૬૭૨ ૨૪૩૩૯૭

    વેબસાઇટ: https://nikhileshpatel.wixsite.com/mysite

    તેમજ આ સંસ્થામાં ચાલતા કોર્સિસ માં ફી નું ધોરણ યુનિવર્સિટી ના ધારાધોરણ મુજબ હોયછે
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन