Home /News /panchmahal /ગોધરામાં 600 ઘરની મહિલાઓ રણચંડી બની, કર્યો હલ્લાબોલ

ગોધરામાં 600 ઘરની મહિલાઓ રણચંડી બની, કર્યો હલ્લાબોલ

અધિક કલેકટરને પણ રજૂઆત કરતું આવેદનપત્ર આપ્યું

Women Protest: ગોધરામાં 600 ઘરની મહિલાઓ રણચંડી બની. સ્થાનિક મહિલાએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો. હાય હાયના નારા લગાવ્યા

  • News18 Gujarati
  • Last Updated :
  • Panch Mahals, India
ગોધરા: પીવાના પાણી માટે 600 ઘરની મહિલાઓ રણચંડી બની છે. ગોધરા નગરપાલિકાનાં સત્તાધીશોએ શહેર વિસ્તારમાં આવેલા 18 પાણીના કુવા મારફતે પાણી પહોંચાડવામાં આવતું બંધ કરતા શહેરીજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. જેના કારણે મોદીની વાડીમાં રહેતા સ્થાનિક મહિલાએ પાલિકા કચેરી હલ્લાબોલ કર્યો હતો. મહિલાઓએ "નગરપાલિકા અમને પાણી આપો"ના નારા સાથે ધારાસભ્ય વિરુદ્ધ હાય હાયનાં નારા લગાવ્યા હતા. પ્રમુખની ચેમ્બરમાં ધૂન બોલાવી ગરબા રમી મહિલાઓએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપી કુવા મારફતે આપવામાં આવતો પાણી પુરવઠો પુનઃ આપવાની માંગણી કરતી રજૂઆત કરી હતી.

અધિક કલેકટરને પણ રજૂઆત કરતું આવેદનપત્ર આપ્યું

ગોધરા મોદીની વાડી વિસ્તારમાં આવેલા કૂવામાંથી નગરપાલિકાએ પાણી આપવાનું બંધ કર્યુ છે. જેને લઇ પાણી વિના છેલ્લા કેટલાક દિવસોથી અહીંના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. આ હાલાકીનો આક્રોશ મહિલાઓએ શનિવારે પાલિકા કચેરી ખાતે આવી ઠાલવ્યો હતો. વિસ્તારની મહિલાઓ નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરવા આવી હતી. દરમિયાન નગરપાલિકા પ્રમુખ ચેમ્બરમાં ઉપસ્થિત નહીં મળી આવતાં પ્રમુખની ચેમ્બરમાં મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પાણી આપો પાણી આપોની ધૂન બોલાવી હતી. આ ઉપરાંત મહિલાઓએ પોતાની માંગણી મુદ્દે અધિક કલેકટરને પણ રજૂઆત કરતું આવેદનપત્ર આપ્યું હતું.

આ પણ વાંચો: વલસાડનાં વિદ્યાર્થીનું કમાલનું ઇનોવેશન

રહીશોને પાણીની પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા મોદીની વાડી એક, બે, ત્રણ અને ચાર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નર્મદા યોજના આધારિત ઉપરાંત સ્થાનિક કૂવામાં મારફતે પાણી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ નગરપાલિકાની આર્થિક ડામાડોળ સ્થિતિને લઈ લાઈટ બિલના નાણાં ચૂકવવા સહિતની હાડમારી વચ્ચે નગરપાલિકા હાલ દિવસો પસાર કરી રહી છે. જેથી નગરપાલિકા દ્વારા થોડા દિવસો અગાઉ કૂવામાંથી મોટર કાઢી લઈ કુવા મારફતે આપવામાં આવતું પાણી બંધ કરવામાં આવ્યું છે. જેને લઇ આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી રહીશોને પાણીની પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહિલાઓ પાણીની પળોજણથી કંટાળી

નર્મદા યોજના આધારિત પાણી પૂરતા પ્રમાણમાં મળી નહીં રહ્યું હોવાનો મહિલાઓ આક્ષેપ કરી રહી છે. આ વિસ્તારની મહિલાઓ પાણીની પળોજણથી કંટાળીને રજૂઆત માટે શનિવારે નગરપાલિકા પ્રમુખની ચેમ્બર ખાતે પહોંચી હતી. દરમિયાન ચેમ્બરમાં પ્રમુખ ઉપસ્થિત નહીં મળી આવતા મહિલાઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. રજુઆત કરતાં મહિલાઓ સહિત કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી કુવા મારફતે આપવામાં આવતો પાણી પુરવઠો પુનઃ આપવાની માંગણી કરતી રજૂઆત કરી હતી.
First published:

Tags: Gujarat News, Panchmahal