ગોધરા, પંચમહાલ: આજરોજ ગોધરાની વિ કલ્બ મહિલા ટીમ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે દાન-પુણ્ય કરવા મ આવ્યું હતું. ગોધરાના સામાજિક કાર્યકર્તા નીતિ જોશી દ્વારા ગોધરા બામરોલી રોડ વિસ્તારમાં આવેલા પુષ્ટિધામ લોટસ ટેમ્પલ પાસે રહેતા ગરીબ બાળકોમાં પતંગ, દોરી, તલ ગોળ ના લાડુ તેમજ ફળો નું વિતરણ કરવામાં આવ્યું. તેમજ સાથે સાથે વાત કરું પણ વિતરણ કરવામાં આવ્યું અને બાળકોને સમજાવવામાં આવ્યું કે ઉત્તરાયણ ઉત્સાહપૂર્વક ઉજવો પરંતુ પોતાના અને પોતાના પરિવારની સાવચેતી માટે માસ્ક અવશ્ય પહેરો.
તેમજ ત્યારબાદ નિધિ જોશી તેમજ તેમની સાથે આવેલા વિ કલ્બ નાં મહિલા સામાજિક કાર્યકરો જીજ્ઞાશા બેન ઉપાધ્યાય, નિમિષાબેન દવે, કોમલ બેન ભટ્ટ, ફાલ્ગુનીબેન રાવલ તેમજ કિરણ ટાંક સહિત તમામ મહિલા કાર્યકરો ગોધરા ખાતે આવેલા નિરાત વૃદ્ધાશ્રમ ગયા અને ત્યાં રહેતા વડીલો સાથે હુંફ ભર્યો સમય વ્યતિત કરી વડીલોને તલ ગોળ ના લાડુ વહેંચી કરી તેમની સાથે હળવી વાતો પણ કરી. તે તમામ મહિલા સામાજિક કાર્યકરોએ વડીલોના આશીર્વાદ લીધા હતાં. તેમજ વૃદ્ધાશ્રમના મેનેજર નિરંજનભાઇ શાહ ભાવુક થયા અને તેમણે જણાવ્યું કે તમારા જેવી દીકરીઓ ભગવાન સૌને આપે. અને સમાજ માટે એવો સંદેશો આપ્યો કે આવા ને આવા કાર્યો લોકો કરતા રહે....