Home /News /panchmahal /પંચમહાલ : Wild Life weeK, જાણો કેવી રીતે સંકળાયેલી છે પ્રાણીઓ અને માનવજીવનની કડી

પંચમહાલ : Wild Life weeK, જાણો કેવી રીતે સંકળાયેલી છે પ્રાણીઓ અને માનવજીવનની કડી

X
panchmahal

panchmahal News : શાળાના વિદ્યાર્થીઓને વન્યપ્રાણી જીવસૃષ્ટિને લગતા સાહિત્યો આપવામા આવ્યા હતા અને પ્રાણીઓ અને માનવ જીવનની કડી  સાથે કેવી રીતે સંકળાયેલા છે તેની સમજ આપવામા આવી

panchmahal News : શાળાના વિદ્યાર્થીઓને વન્યપ્રાણી જીવસૃષ્ટિને લગતા સાહિત્યો આપવામા આવ્યા હતા અને પ્રાણીઓ અને માનવ જીવનની કડી  સાથે કેવી રીતે સંકળાયેલા છે તેની સમજ આપવામા આવી

શહેરા વનવિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની (Wild Life Week Celebration in Shahera Panchmahal)  ઉજવણી પાદરડી ગામે કરવામા આવી.શહેરા વનવિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ ગામોમાં જઈને ઉજવણી કરવામા આવી હતી.જેનુ સમાપન જુની પાદરડી પ્રાથમિક શાળા (Juni Padardi Primary School)  ખાતે કરવામા આવ્યુ હતુ.વનવિભાગ દ્વારા દર વર્ષે વન્ય સપ્તાહની ઉજવણી કરવામા આવે છે.

જેના ભાગરૂપે શહેરા વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.જેમા શહેરા તાલુકાના જૂનાખેડા,સદનપુર,ધરોલા,ખાંડીયા,તાડવા,ઉમરપુર ખાતે શાળાઓમાં કાર્યકમો યોજવામા આવ્યા હતા.જુની પાદરડી પ્રાથમિક શાળા ખાતે વન્યપ્રાણી સપ્તાહ કાર્યક્રમનુ સમાપન કરવામા આવ્યુ હતુ.

શાળાના વિદ્યાર્થીઓને વન્યપ્રાણી જીવસૃષ્ટિને લગતા સાહિત્યો આપવામા આવ્યા હતા અને પ્રાણીઓ અને માનવ જીવનની કડી  સાથે કેવી રીતે સંકળાયેલા છે તેની સમજ આપવામા આવી હતી.

નોધનીય છેકે આપણા ગુજરાત રાજ્યમાં એશિયાટીક સિંહ,દિપડા,રીંછ સહિતના અન્ય પ્રાણીઓની સંખ્યા વધતી જાય છે.લોકોમાં હવે વન્યપ્રાણીઓને લઇને જાગૃતતા આવી છે. વન્યપ્રાણીઓની વધી રહેલી જીવસૃષ્ટિ માનવની કડી સાથે સંકળાયેલી છે.કાર્યક્રમમાં શહેરા મામલતદાર મેહુલ ભરવાડ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલ તથા વનવિભાગના અધિકારીઓ,કર્મચારી,શાળા પરિવારના સભ્યો,ગ્રામજનો,અગ્રણીઓ હાજર રહ્યા છે.

વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન

આજરોજ ગોધરાની ડિવાઇન સાયન્સ એકેડમી ખાતે વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું. navratri 2021 માં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટને કારણે શાળા તથા કોલેજોમાં પારંપરિક નવરાત્રિના આયોજનો થઇ રહ્યા છે. આ પ્રકારના આયોજનો શાળા-કોલેજોમાં થવાથી વિદ્યાર્થી જીવન ફરી ધબકતું જોવાઈ રહ્યું છે.. જોઈએ વિડિયો
First published:

Tags: Navratri 2021, Panchmahal News, Wild Life