Home /News /panchmahal /પાવાગઢ આવો તો આ કુદરતી જળધોધની મુલાકાત લેવાનું ચૂકતા નહીં; અહી થશે પ્રકૃતિના અદભુત દર્શન
પાવાગઢ આવો તો આ કુદરતી જળધોધની મુલાકાત લેવાનું ચૂકતા નહીં; અહી થશે પ્રકૃતિના અદભુત દર્શન
પાવાગઢ આવો ત્યારે, આ કુદરતી જળધોધ ની મુલાકાત લેવાનું ચૂકશો નહિ.
હાથણી માતાનો આ ધોધ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાથી ૧૬ કિ.મી અને ઘોઘંબાથી ૧૮ કિમી દૂર સરસવા ગામ પાસે આવેલ છે. આ સ્થળે પહોંચવા હાલોલથી પાવાગઢ અને શીવરાજપુર થઈને પણ આ ધોધ તરફ જવાય છે.
Prashant Samtani, Panchmahal: વેકેશન પડે એટલે લોકોને ફરવા જવાનું યાદ આવે.ખાસ કરીને દિવાળીની વેકેશનમાં પરિવાર સાથે ફરવાની જવાની મઝા જ કઈક અલગ હોય છે. લોકો સામાન્ય રીતે દિવાળીની સિઝન માં જ્યારે વાતાવરણ ઠંડી તરફ રૂખ કરી રહ્યું હોય, ત્યારે લોકો હિલ સ્ટેશન ફરવા જવાનું પસંદ કરતા હોય છે. આવું જ એક હિલ સ્ટેશન પંચમહાલ જિલ્લાનું પાવાગઢ.
પાવાગઢ માં મહાકાળી મા ના દર્શન કર્યાં પછી તેની આસપાસમાં જ ખૂબ પ્રખ્યાત એવા પર્યટક સ્થળો આવેલાં છે. પરંતુ ઘણી વખત લોકોને જાણકારીનો અભાવ હોય છે જેથી ઘણા સ્થળોની મુલાકાત લેવાનું ચૂકી જતા હોય છે. પરંતુ હવે જ્યારે પાવાગઢ નો પ્રોગ્રામ બને તો યાદ કરી એક સ્થળ જોવાનું ચૂકશો નહિ. જે તમને પ્રકૃતિના અદભુત સાનિધ્યના દર્શન કરાવશે તેવું સ્થળ છે , પંચમહાલ જિલ્લાનું પ્રખ્યાત જળાશય હાથણી માતાનો ધોધ.
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ આ સુંદર પર્યટન સ્થળ એટલે હાથણી માતાનો ધોધ. જ્યાં ચોમાસામાં ભક્તો ભગવવાન શિવના દર્શન કરવા અને સાહસિકો કુદરતને માણવા પહોંચે છે. ભક્તો માટે આસ્થાનું પ્રતીક સમાન ઝરણાંની પાસે મંદિર પણ છે અને સાસિકો માટે ખુશનુમા વાતાવરણમાં ડૂંગરા ખૂંદવા જવાનું સ્થળ પણ છે. આવો જાણીએ આ હાથણી માતા ધોધ વિશેની રસપ્રદ વાતો, તમને પણ ત્યાં ઝટ પહોંચી જવાનું મન થઈ જશે.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના અભ્યારણની સાવ નજીક આવેલ છે હાથની માતાનો ધોધ.આ નયનરમ્ય સ્થળે પર્વતમાળા ઉપરથી પાણીનો કુદરતી ધોધ વહે છે. જે ચોમાસામાં પહેલો જ વરસાદ પડતાં , આ ધોધનું વહેણ ખૂબ જ વેગથી વહેવા લાગે છે. હાથણી માતાનો આ ધોધ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાથી ૧૬ કિ.મી અને ઘોઘંબાથી ૧૮ કિમી દૂર સરસવા ગામ પાસે આવેલ છે. આ સ્થળે પહોંચવા હાલોલથી પાવાગઢ અને શીવરાજપુર થઈને પણ આ ધોધ તરફ જવાય છે. પંચમહાલના મુખ્ય શહેર ગોધરાથી આ ધોધનું અંતર ૫૬ કિમી જેટલું અને તે વડોદરા શહેરથી 80 કિ.મી જેટલું દૂર છે.
ચોમાસામાં જ્યારે આકાશે વાદળો ઘેરાય છે અને ધોધમાર વરસાદ પડી જાય છે . ત્યારે આ સ્થળની સુંદરતા અનેક ઘણી વધી જાય છે. અહીં પ્રકૃતિ લીલીછમ ચુંદડી ઓઢી લીધી હોય એવું દેખાય છે. નાની મોટી ટેકરીઓ અને પર્વતીય વિસ્તારથી ઘેરાયેલ આ સ્થળે ગીચ વૃક્ષોની શ્રુંખલા છે. અહીં અનેક સ્થળેથી નાની નાની નહેરો અને ઝરણાંઓ પણ વહેતાં હોય છે. આ કુદરતી દ્રશ્યોની સાથે અહીંનું હાથણી માતાનું મંદિર, ગુફા અને તેનો ધોધ સૌથી પ્રખ્યાત છે.
પર્વતીય વિસ્તારોની ગીચતામાં અહીં એક ટેકરી અને તેની પાસેની ગુફા આગળનું સ્થળ એવું છે કે , તે બંનેની વચ્ચે હાથીના માથાં જેવો આકાર ઉપસી આવ્યો હોય તેવું લાગતું હોય છે. અહીંથી કુદરતી પાણીનો ધોધ વહે છે. પહેલા વરસાદ બાદ આ સ્થળ ખૂબ જ હરિયાળું બની જતું હોય છે. આ સ્થળે લોકો ગુફામાં હાથણી માતાની પૂજા કરે છે અને માતાજીને નૈવેદ્ય પણ ધરાવે છે. હાથણી માતાના આ મંદિરમાં શિવલીંગ પણ સ્થપાયું છે અને અહીં શિવજીની પણ પૂજા થાય છે. નદીઓમાંથી વહેતાં કુદરતી ધોધમાં જળાભિષેક કરવાનો અહીંનો લહાવો અનેરો છે.જ્યારે પણ પાવાગઢ આવવાનો પ્રોગ્રામ બનાવો , ત્યારે ખાસ કરીને હાથણી માતાના ધોધની મુલાકાત લેવાનું ચૂકશો નહિ.