પંચમહાલ: ગોધરા નાં ભુરાવાવ વિસ્તારમાં આવેલી જૈન સમ્રાટ સોસાયટી માં સોસાયટી ના એક ભાગ માં આવેલા રહેવાસીઓ અસહ્ય ગંદકી માં રહેવા માટે મજબૂર બની ગયાં છે. વર્ષોથી આ પ્રશ્ન અકબંધ છે જૂના તેમજ હાલના કોર્પોરેટરો પણ અહિં ધ્યાન આપતા નથી.રહિશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા માં સત્તા પર આવિને નેતા રીઢા બની જાય છે.હાલ કોરોના મહામારી કાબુમાં આવી નથીને બીજી બાજુ ડેન્ગ્યુ,ચીકનગૂનીયા જેવી જીવલેણ બીમારી ઓએ માથું ઊંચક્યું છે. સોસાયટી માં રહેતા રહિશો નાં ભોળપણ નો ફાયદો ઉઠાવી વિશ્વાસઘાત કરી તેઓને ગંદકી માં રહેવા મજબૂર કરતાં કોર્પોરેટરો આ વિસ્તારને નજરઅંદાજ કરતાં હોય તેવું ભાસી રહ્યું છે.
રહીશોના જણાવ્યા અનુસાર જૈન સમ્રાટ સોસાયટી માં ૧ થી ૧૦ નંબર નાં ઘરો જે રેલવે ના પાટાની પાસે આવેલા છે ત્યાં છેલ્લા ૨૧ વર્ષથી આ જ પરીસ્થીતી છે. પાણી તેમજ ગટરની પાઈપો નાખવામાં આવી છે પરંતુ તેનું કનેક્શન ન આપવાનાં કારણે કે પછી નાના ગેજની પાઇપો નાખવાનાં કારણે તે તપાસ નો વિષય છે કારણકે આ ગટરો વારંવાર છાશવારે ઉભરાઈ જાય છે.તેમજ સોસાયટી ની આગળથી આવતી તમામ ગંદકી આ રહીશોના ઘર તરફથી જાય છે જે ગટરો પણ ખૂલ્લી તેમજ અસહ્ય દુર્ગંધ ભરી છે જ્યાં ઉભું રહેવું કઠીન છે જ્યાં વર્ષોથી નગરપાલિકા માં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નીકાલ ન આવતા રહિશો ને મજબૂરીમાં રહેવું પડે છે. આ ગંદકી તેમજ ગંદા પાણી ની ખૂલ્લી ગટરોના કારણે દરેક ઘરમાં ડેન્ગ્યુ,ચીકનગૂનીયા નાં કેસ આવી રહ્યા છે તેમજ એટલું જ નહીં ત્યાં જ રહેતી ૧૯ વર્ષ ની એક દિકરી થોડા સમય પહેલા જ ડેન્ગ્યુ નાં કારણે મૃત્યુ પામી તે છતાંય હજુ આ રીઢા તંત્ર ની આંખો ઉઘડતી નથી તેવો લોક રોષ જોવા મળી રહ્યો છે....