Home /News /panchmahal /Panchmahal: શું તમે જાણો છો પંચમહાલ જિલ્લાનું નામ કેવી રીતે પડ્યું? શું છે ઈતિહાસ
Panchmahal: શું તમે જાણો છો પંચમહાલ જિલ્લાનું નામ કેવી રીતે પડ્યું? શું છે ઈતિહાસ
પંચમહાલ નામ પાછળ શું છે કારણ ? જાણો પંચમહાલ જીલ્લાનો ઇતિહાસ .
પંચમહાલ એટલે કે “પાંચ મહેલ” . જેમાં પાંચ તાલુકા કે જે સબ-ડિવીઝન ગોધરા, દાહોદ, હાલોલ, કાલોલ અને ઝાલોદ ગ્વાલિયરના મહારાજા સિંધિયાઓને અંગ્રેજોને સુપરત કર્યા હતા. જે ઉપરથી આ જિલ્લાનું નામ પંચમહાલ પડેલો છે.
Prashant Samtani, Panchmahal: ભારત દેશમાં વિવિધ રાજ્યોમાં આવેલા અનેક એવા જિલ્લાઓ છે જેમના નામ પાછળ કઈકને કઈ રાજાશાહી અથવા તો દેવી દેવતાઓના કાળ સમયે થયેલી ઘટનાઓના આધારે રાખવામાં આવ્યા છે.જે આજે પણ એજ નામથી ઓળખાય છે.તો એવા પણ જિલ્લાઓ છે જેમના નામ સમય સમય પર સાશન કરતા રાજાઓ અને બાદશાહો દ્વારા બદલવામાં પણ આવ્યા છે.પરંતું અમુક એવા જિલ્લાઓ છે જેમના નામ ખુબજ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.તે જ રીતે ગુજરતામાં આવેલા પંચમહાલ જિલ્લાનો પણ ઈતિહાસ ખુબજ રોચ રહ્યો છે.જે તમને અહી વાંચીને ખુબજ મજા આવશે.
પંચમહાલ જિલ્લાના નામ પાછળ શું છે ઇતિહાસ?
પંચમહાલ એટલે કે “પાંચ મહેલ” . જેમાં પાંચ તાલુકા કે જે સબ-ડિવીઝન ગોધરા, દાહોદ, હાલોલ, કાલોલ અને ઝાલોદ ગ્વાલિયરના મહારાજા સિંધિયાઓને અંગ્રેજોને સુપરત કર્યા હતા. જે ઉપરથી આ જિલ્લાનું નામ પંચમહાલ પડેલો છે. ત્યાર બાદ ૧લી મે ૧૯૬૦ ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગ કરવામાં આવ્યા હતાં. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. તે જ સમયથી પંચમહાલ જિલ્લો ૧૧ તાલુકા (૧) ગોધરા (૨) કાલોલ (૩) હાલોલ (૪) શહેરા (૫) લુણાવાડા (૬) સંતરામપુર (૭) ઝાલોદ (૮) દાહોદ (૯) લીમખેડા (૧૦) દેવગઢ બારીયા સાથે ગુજરાત રાજ્યનો ભાગ બન્યો.
પંચમહાલ માંથી દાહોદ જિલ્લો કેવી રીતે અને ક્યારે અલગ થયો?
ત્યારબાદ સને-૧૯૯૭ માં ગુજરાત સરકાર દ્રારા તા.૨૪-૪-૧૯૯૭ થી પંચમહાલ જીલ્લાનું વિભાજન કરી પંચમહાલ જીલ્લામાંથી નવીન દાહોદ જીલ્લાની રચના કરવામાં આવી હતી તથા પંચમહાલ જીલ્લામાં આવેલ લુણાવાડા તાલુકાનું વિભાજન કરી ખાનપુર તાલુકો અને ગોધરા તાલુકાનું વિભાજન કરી મોરવા(હડફ) તાલુકાની રચના કરવામાં આવી હતી. વિભાજન બાદ (૧) ખાનપુર (૨) કડાણા (૩) સંતરામપુર (૪) લુણાવાડા (૫) શહેરા (૬) મોરવા(હ) (૭) ગોધરા (૮) કાલોલ (૯) હાલોલ અને (૧૧) જાંબુધોડા આમ કુલ-૧૧ નવા તાલુકા સાથે પંચમહાલ જીલ્લાની નવી સરહદ તા.૨/૧૦/૧૯૯૭ નારોજ અસ્તિત્વમાં આવી હતી.
પંચમહાલ માંથી મહીસાગર જિલ્લો કેવી રીતે અને ક્યારે અલગ થયો?
ત્યારપછી સને-૨૦૧૩ માં ગુજરાત સરકાર દ્વારા તા.૧૩-૮-૨૦૧૩ થી પંચમહાલ જીલ્લાનું ફરીથી વિભાજન કરી નવા મહીસાગર જીલ્લાની રચના કરવામાં આવી. પંચમહાલ જીલ્લામાં આવેલ સાત તાલુકા (૧) શહેરા (૨) મોરવા(હ) (૩) કાલોલ (૪) ગોધરા (૫) ધોધંબા (૬) હાલોલ અને (૭) જાંબુધોડાના મુખ્ય મથક તરીકે ગોધરા અને નવો અસ્તિત્વમાં આવેલ મહીસાગર જીલ્લાના મુખ્ય મથક તરીકે લુણાવાડા રાખવામાં આવ્યું. આમ પંચમહાલ જીલ્લાની નવી સરહદ તા.૧૩/૮/૨૦૧૩ ના રોજ અસ્તિત્વમાં આવી.
વર્તમાન સમય માં પંચમહાલ જિલ્લો હાલોલ તાલુકા માં આવેલ વર્લ્ડ હેરિટેજ સાઈટ પાવાગઢ માટે ખૂબ પ્રખ્યાત છે. દેશભર માંથી પર્યટકો પાવાગઢ ની મુલાકાત માટે આવતા હોય છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના ઘણા સ્થળોને રામાયણ અને મહાભારતના કિસ્સાઓ સાથે પણ સરખાવવામાં આવે છે , જેથી પંચમહાલ ના મુખ્ય પર્યટક સ્થળોમાં ટુવાં ટિંબા ગરમ પાણીના કુંડ , ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, રામ સાગર તળાવ વગેરે સ્થયો પ્રખ્યાત છે.