Prashant Samtani, Panchmahal - ગોધરા નગર પાલિકા ધ્વારા લાખો રૂપિયાના ખર્ચે સીતા સાગર અને લક્ષ્મણ સાગર તળાવ ફરતે બનેલ વોક-વે જર્જરિત હાલતમાં જોવા મળી રહેલ છે. નગર પાલિકાની અયોગ્ય જાળવણી અને બેજવાબદારી વાળા વર્તન થી વોક વે પર મોટા પ્રમાણમાં ગંદકી તથા કાંટાળી વનસ્પતિ જોવા મળી રહેલી છે. નગર પાલિકા ધ્વારા વોક-વે તથા તળાવોની સાફ સફાઈ અને રીપેરીંગ માટે સમયાન્તરે મોટા પ્રમાણમાં રૂપિયા ફાળવવામાં આવે છે તેમ છતાય વોક વે પર ગંદગી અને જર્જરિત હાલતમાં જોવા મળી રહેલી છે.
વોક વે ફરતે બનાવેલી દીવાલો તૂટી ગયેલી છે વોક વેના રસ્તા પર મોટા ખાડા પડેલ છે લાઈટો તુંટી ગઈ છે. તેમ છતાય નગર પાલિકા તે વોક્વે ને ફરી ચાલુ કરવા કોઈ પગલા ભરી રહેલી નથી. હાલ અત્યારે વોક વે એક વેરાન બની ગયેલા છે.
જે વખતે નગર પાલિકા ધ્વારા વોક વે બનાવવામાં આવ્યો હતો ત્યારે લોકો સવારે ચાલવા આવતા હતા પણ અત્યારની પરિસ્થિતિ જુદીજ છે અત્યારે વોક વે ચાલવા લાયક રહ્યુજ નથી. પાલિકા તંત્ર આ વીશે કોઈ પગલા લે અને વોક વે નું રીનોવેશન કરે તેવી પ્રજા જનોની માંગ છે.
ગોધરા શહેરના સામાજિક કાર્યકર નિતેશ ગંગારમાની ભારતીય એ વધુ માં જણાવ્યું હતું કે નગર પાલિકા ધ્વારા વોક વેના મેન્ટેનન્સ માટે ફાળવવામાં આવતા રૂપિયાઓનો ભ્રષ્ટાચાર આચરતો હોવાની વાત કરી હતી. જે લોકો સવારે ચાલવા આવે છે તે લોકોને ગંદકી નો સામનો કરવો પડી રહ્યો છે અને ગંદગી થી મચ્છરો વધી રહ્યા છે તેથી મચ્છર જન્ય રોગો તથા અન્ય રોગો થવાનો જોખમ રહેલો છે. વોક વે પર રહેલ ગંદગી દુર કરવામાં આવે અને વોક વેનું રીનોવેશન કરવામાં આવે તેવી લોકની માંગ છે.