નગરપાલિકા દ્વારા કરવામાં આવેલો ૪૦% જેટલો વધારો તમામ માટે તદ્દન ખોટું છે. કોરોના ની મહામારીમાં લોકો ને ધંધા, રોજગાર, વ્યાપાર સદંતર ભાંગી ચૂક્યા છે તેમજ જે લોકો એ કર્જા લીધા છે તે કર્જો નથી ભરી શકતાં ત્યારે આવા સમયે...
શિવમ પુરોહિત, પંચમહાલ: ગોધરાના નગરપાલિકા એ વેરા માં 40% નો કમરતોડ વધારો કરતા લોકો એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગોધરા શહેર નગરપાલિકા સેવા ના નામે શૂન્ય સવલતો આપી ફક્ત અને ફક્ત વેરો ઉઘરાવામાં રસ રાખતી હોવાના ગંભીર આક્ષેપો સાથે ગોધરા ની જનતા એ આજ રોજ કલેક્ટર ને આવેદન આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વધતી જતી મોંઘવારી ના કારણએ લોકો ધ્વારા જીવનજરૂરિયાત ના ખર્ચ કરવા પણ જ્યારે મુશ્કેલ બની ગયા છે ત્યારે ગોધરા નગરપાલિકા નો 40% વેરો વધારો લોકો માટે માથા નો દુખાવો બની ગયો છે. પાણી, લાઈટ અને સફાઈ ના નામે માત્ર ને માત્ર પોકળ વાયદાઓ આપતી નગરપાલિકા જ્યારે પોતાનો વેરો વધારે તે હવે લોકો ની સહન શક્તિ બહાર જતું જોવા મળી રહ્યું છે.
ગોધરા શહેર માં વર્ષો થી લોકો માટે સેવા કરતા સામાજિક કાર્યકર સંજય ટહેલ્યાણી તેમજ સાથે સાથે અન્ય સમાજ ના આગેવાનો એ સાથે મળી ડેપ્યૂટી કલેક્ટર ને આવેદન આપી, નગરપાલિકા ના વેરા વધારાનો વિરોધ નોંધાવી, વધારાનો વેરો પરત ખેંચવા માંગણી કરી હતી અને જો તેમની માંગો નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
તેમજ આગેવાન પરશુરામ શર્માએ જણાવ્યું હતું કે આજરોજ ગોધરા નગર ના તમામ વેપારીઓએ ગોધરા નગરપાલિકાના વેરા માં કરવામાં આવેલા વધારા ને લઈ ને વિરોધ દર્શાવ્યો હતો. નગરપાલિકા દ્વારા કરવામાં આવેલો ૪૦% જેટલો વધારો તમામ માટે તદ્દન ખોટું છે. કોરોના ની મહામારીમાં લોકો ને ધંધા, રોજગાર, વ્યાપાર સદંતર ભાંગી ચૂક્યા છે તેમજ જે લોકો એ કર્જા લીધા છે તે કર્જો નથી ભરી શકતાં ત્યારે આવા સમયે નગરપાલિકા એ વેરો બીલકુલ વધારવો ન જોઈએ ઉપરથી હાલ ચાલી રહેલા વેરા માં પણ ૫૦% રાહત આપવી જોઇએ તેની જગ્યાએ ૪૦% નો વધારો કરી દીધો છે જે તદ્દન ખોટું છે. જેને લઇને તમામ સીંધી સમાજ અને વ્યાપારી મંડળ નો વિરોધ કરવામાં આવ્યો હતો.