લોકશાહીના પર્વ ચૂંટણી નિમિતે ગોધરાના કેફે દ્વારા અનોખો ઑફર
એમ. એસ ફૂડમાં 150થી પણ વધારે પ્રકની ફૂડ વેરાયટી છે. પરંતુ લોકો વધારે ત્યાંના વડાપાઉં, બર્ગેર, મેગી, પિત્ઝા અને દાબેલી જેવી વાનગીઓ ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
Prashant Samtani, Panchmahal : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબ્બકાનું મતદાન શાંતીપૂર્ણ રીતે સંપન્ન થઇ ચૂક્યું છે. ત્યારે ગોધરાના એમ. એસ. ફૂડ દ્વારા ખાસ ચૂંટણી લક્ષી ઑફર બહાર પાડવામાં આવી હતી. જેમાં જે વ્યક્તિ ચૂંટણીમાં વોટ આપ્યા હતા તે લોકોને ચૂંટણી ચિન્હ બતાવે તેમને 10% સુધીનું ફૂડ આઈટમ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યો હતો.
એમ. એસ. ફૂડમાં 150થી પણ વધુ વ્યક્તિઓ દ્વારા આ ઑફર નો લાભ લીધો
એમ. એસ ફૂડમાં સવારથીજ મોટી સંખ્યામાં વોટ આપીને આવેલ લોકો આ ઓફરનો લાભ લીધો હતો. આજે સવારથી 150 જેટલાં વ્યકિતઓએ ચૂંટણી ચિન્હ બતાવી અને આ 10% ઓફ ના ઑફરનો લાભ લીધો છે. ઉપરાંત જેમ જેમ લોકોને આ ઑફર વિશે માહિતી મળે છે તેમ તેમ લોકો આવી રહ્યા છે.
એમ. એસ. ફૂડમાં 150 ઉપરાંત પ્રકારની ફૂડ વેરાયટી -
એમ. એસ ફૂડમાં 150થી પણ વધારે પ્રકની ફૂડ વેરાયટી છે. પરંતુ લોકો વધારે ત્યાંના વડાપાઉં, બર્ગેર, મેગી, પિત્ઝા અને દાબેલી જેવી વાનગીઓ ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે. લોકો દૂર દૂર થી આ કેફેમાં નાસ્તો ખાવા આવતા હોય છે.
એમ એસ ફૂડમાં 8 લોકો રોજગારી મેળવી રહ્યા છે. -
એમ એસ ફૂડમાં 8 લોકો કાર્ય કરે છે. અને પોતાની રોજગારી મેળવે છે. શહેરમાં સામાન્ય રીતે ખુબ જ ઓછા કાફેટેરિયા આવેલા છે જ્યાં વિવિધ પ્રકારની અનેક વેરાઇટી સાથેના ફૂડ મળી રહ્યાં છે. ત્યારે એમ એસ ફૂડ સ્થાનિક લોકોમાં ખુબ જ પ્રખ્યાત થઇ રહ્યું છે. એવામાં તેમની વિવિધ ઓફરને કારણે પણ મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યાં છે. ત્યારે તમારે પણ આ સ્થળે ફૂડનો સ્વાદ ચાખવો હોય તો તેનું સરનામુ છે એમ એસ ફૂડ - પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સ પાસે, અમી આર્કેડ ,બસ સ્ટેન્ડ રોડ, ગોધરા. જી. પંચમહાલ. મોબાઈલ - 8160125100