Home /News /panchmahal /Panchmahal: બંટી અને બબલી ઝબ્બે, યુવકના બિભત્સ ફોટા પાડી માંગી હતી 20 લાખ રૂપિયાની ખંડણી

Panchmahal: બંટી અને બબલી ઝબ્બે, યુવકના બિભત્સ ફોટા પાડી માંગી હતી 20 લાખ રૂપિયાની ખંડણી

X
બંટી

બંટી બબલી નો ખેલ, પંચમહાલ

ખેડાના ઉમરેઠ ગામે રહેતા રણજીતસિંહ આયુર્વેદિકની દવાનું વેચાણ કરતા હતા. તેઓ આયુર્વેદિક દવાઓ શહેરાના તરસંગ ગામે આશાબેન કનુભાઇ ભરવાડને આપતાં હોવાથી પરિચય થતાં બેલ્ક મેલ કર્યો.

Shivam Purohit, Panchmahal: ગોધરાની વિનાયક નગર સોસાયટીમાં પતિ- પત્નીએ કાવતરું રચીને પત્નીએ ઉમરેઠના એક ઇસમને ધરે બોલાવતા પતિએ આવીને ઉમરેઠના ઇસમને મારમારીને કોરા કાગળ પર લખાણ લખીને પત્ની અને ઇસમના કપડાં ઉતારીને બેડ ઉપર બિભત્સ ફોટા પાડીને પતિએ ૨૦ લાખ રૂપીયા આપ નહિ તો દુષ્કર્મની ફરીયાદ નોંધાવીશ તેવી ધમકી આપી હોવાની ફરીયાદ ગોધરાના એ ડીવીઝન પોલીસ મથકે નોધાઇ હતી.

રણજીતસિંહ કનકસિંહ રાઉલજી આયુર્વેદિક દવાનું વેચાણ કરતા હતા

ખેડાના ઉમરેઠ ગામે રહેતા રણજીતસિંહ કનકસિંહ રાઉલજી આયુર્વેદિક દવાનું વેચાણ કરતા હતા. તેઓ આયુર્વેદિક દવાઓ શહેરાના તરસંગ ગામે આશાબેન કનુભાઇ ભરવાડને આપતાં હોવાથી પરિચય થતાં આશાબેને રણજીતસિંહ રાઉલજીનો મોબાઇલ નંબર લઇને દવાઓને લઇને વાતચીત કરતી હતી.ગત શનિવારના રોજ રણજીતસિંહ ગોધરા દવાખાને આવ્યા હતા. તે દરમ્યાન આશાબેનને ફોન કરીને રણજીતસિંહને પોતાના ગોધરા ખાતેના વિનાયક નગર સોાસયટીના ઘરે બોલાવ્યા હતા.

બિભત્સ ફોટા પાડી 20 લાખ રૂપિયાની માંગી ખંડણી.

રણજીતસિંહ એકટીવા લઇને વિનાયક નગર ખાતેના આશાબેનના ઘરે ગયા હતા. ઘરે જતાં થોડીક વારમાં આશાબેનનો પતિ કનુભાઇ ભરવાડ આવી જતાં રણજીતસિંહને ધક્કો મારીને ઘરના બેડરૂમમાં લઇ જઇને બચકું ભરીને ઇજાઓ કરી હતી. પોલીસ ફરીયાદ કરી દઇશ તેવી ધમકી આપીને રણજિતસિંહ પાસેથી કોરા કાગળ પર બળજબરીથી આશાબેન સાથે દુષ્કર્મ કર્યો હોવાનું લખાવી દીધું હતું.કનુ ભરવાડે ધમકી આપીને રણજીતસિંહના કપડા અને તેની પત્ની આશાબેનના કપડાં ઉતારીને બેડ ઉપર બંનેને સુવડાવીને બિભત્સ ફોટા પાડી દીધા હતા.૨૦ લાખ રૂપિયા આપવાની ધમકી આપતા રણજિતસિંહ રાઉલજીએ ગોધરાના એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

આ પણ વાંચો: સ્ત્રી પાત્રના કારણે ત્રિકોણ બાગમાં ધીંગાણું, ચાકા ઉલાળનારા લવરમૂછિયાઓ પકડાયા

પોલીસ ફરિયાદ બાદ પોલીસે છટકું ગોઠવી બંટી બબલીને ઝડપીપડ્યા.

પોલીસે ફરિયાદના આધારે બંને બંટી બબલીને ઝડપી પાડવા માટે એક છટકું ગોઠવ્યું હતું. પોલીસે છટકાનું આયોજન કરી ફરિયાદી પાસે ૧૦ લાખ ની વ્યવસ્થા થઇ ગઈ હોવાનું બંટી બબલીને જણાવી ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં બોલાવ્યા હતા. જ્યાં બન્ને બંટી બબલી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી લીધી હતી, બન્ને આરોપીઓ પૈકી કનું ભરવાડના મોબાઈલની તપાસ કરતા ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલ હકીકત મુજબના ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા.

આ પણ વાંચો: મજબૂર પિતાએ પુત્રને પાટે ચડાવવા કરાવ્યું અપહરણ, કારણ જાણીને ચોંકી જશો

આરોપી કનુ ભરવાડ પહેલાથી જ ગુન્હાહિત કૃત્યોમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું.

કનુ ભરવાડ પહેલાથી જ ગુન્હાહિત કૃત્યોને અંજામ આપતો હોવાનું તેમજ છેતરપીંડી, રાયોટીંગ, ધાકધમકી સહીતના ૧૧ ગુન્હાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. થોડા સમય પહેલા સોનાના વહેપારી સાથે છેતરપીંડી કર્યા હોવાના ગુન્હામાં કોર્ટ દ્વારા ૨૫ લાખના બોન્ડ કરવાની શરતે જામીન આપતા તે જામીન પર છૂટ્યો હતો અને તે ૨૫ લાખ રૂપિયા કોર્ટમાં ભરવા માટે સમગ્ર કાવતરું રચ્યું હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હાલ પોલીસે બંને પતિ-પત્નિ દ્વારા આ પ્રકારે અન્ય કોઈ વ્યક્તિઓને ફસાવ્યા છે કે તે અંગેની તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
First published:

Tags: Panchmahal News, પંચમહાલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો