એકાદ દિવસ પહેલા રાત્રીના સમયે દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં આવેલ કબ્રસ્તાન પાસેથી ટ્રક નંબર જી.જે. ૧૬ એક્સ ૭૭૩૩ ની પકડાયેલ આરોપીએ તથા તેના મિત્ર યાકુબ અબ્દુલસત્તાર પથીયા ઉર્ફે વેજલીયો...
Shivam Purohit, Panchmahal: પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડાએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ એ પોલીસ ઇન્સપેક્ટર કે.પી.જાડેજા એલ.સી.બી. ગોધરા નાઓને મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સંબંધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ હતી.
તે સુચના અને માર્ગદર્શન મુજબ કે.પી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ગોધરા નાઓને બાતમીદારથી એવી માહીતી મળી હતી કે ગોધરા ગેની પ્લોટમાં રહેતો મહંમદ ઈરફાન મહંમદ સઈદ મીઠાભાઇ કોઈક જગ્યાએ થી એક ટ્રક ચોરી કે છળકપટ થી મેળવી લાવી ગોધરા રહેમત નગર મેદાનમાં સતાંડી મુકી રાખી વેચવાની પેરવીમાં છે.
તેવી મળેલ બાતમીને આધારે આઇ.એ.સિસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફ ના માણસો તથા દેવગઢ બારીયા પોલીસ સાથે ગોધરારહેમત નગર મેદાનમાં જઈ તપાસ કરી બાતમી મુજબના મહંમદ ઈરફાન મહંમદ સઈદ મીઠાભાઇ નાઓને ચોરીની ટ્રક સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
કબ્જે કરેલ મુદ્દામાલઃ-(૧) ટ્રક નંબર જી.જે. ૧૬ એક્સ ૭૭૩૩ કી.રૂ.૭,૦૦,૦૦૦/-મુદ્દામાલ કબજે કરતા આરોપી દ્વારા કબુલાત કરવામાં આવી હતી. કબુલાત મુજબ એકાદ દિવસ પહેલા રાત્રીના સમયે દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં આવેલ કબ્રસ્તાન પાસેથી ટ્રક નંબર જી.જે. ૧૬ એક્સ ૭૭૩૩ ની પકડાયેલ આરોપીએ તથા તેના મિત્ર યાકુબ અબ્દુલસત્તાર પથીયા ઉર્ફે વેજલીયો રહે. ગોધરા વેજલપુર રોડ સાતપુલ ઓઢા ગોધરા, આ બંને એ ભેગા મળી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ સંદર્ભે આગળ તપાસ કરતા નીચે મુિબનો અનડીટેકટ ગુનો ડીટેકટ થયો છે.