Prashant Samtani Panchmahal: એક સમયે આત્મહત્યા કરવા જનાર મહાપુરુષ કૃપાલ્વાનંદજી જીવનનાં સત્યની શોધમાં આધ્યાત્મિક માર્ગે ચઢી સન્યાસી બન્યા અને ભગવાન શંકરના આઠયાવિસમા અવતાર માનવામાં આવતા, સ્વામી પ્રણવાનંદ પાસેથી યોગ શિક્ષા લીધી. ભારત દેશના જાણીતા અને માનીતા સંગીતાચાર્ય અને સાહિત્યકાર છે. સ્વામી કૃપાલવાનંદજી. તેમની અંતિમ ઈચ્છા હતી કે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામે રહેતા અંબાલાલ પટેલ ની જમીનમાં તેમને દાટી દઈ તેમની સમાધી નું નિર્માણ કરવામાં આવે , અને આજે તે જ સ્થળે આશરે ૧૪ થી ૧૫ એકરની જગ્યામાં , ત્રિશુલ આકારમાં વિશાળકાય બ્રહ્મમંદિર અને કૃપાલવાનંદજીની સમાધિ લોકોની આસ્થાનું બહુ મોટું કેન્દ્ર બન્યું છે.
કોણ હતા કૃપાલવા નંદજી મહારાજ?
કૃપાલવાનંદજી મહારાજનું ગૃહસ્થી જીવનનું નામ સરસ્વતીચંદ્ર હતું , તેમનો જન્મ 13 જાન્યુઆરી 1913 ના રોજ ગૂજરાતના ડભોઇ જિલ્લામાં બ્રાહ્મણ કુળમાં થયો હતો,તેમના પિતા જમનાદાસ બાળપણમાં જ તેમનો સાથ છોડી અવસાન પામ્યા હતાં.તેમને બાળપણથી જ સંગીત પ્રત્યે તીવ્ર અભિરુચિ હતી. પિતા તરફથી વૈષ્ણવભક્તિના સંસ્કારો મળેલા હતા. તેમના મોટાભાઈ કૃષ્ણદાસ સંગીતના સારા જાણકાર હતા,તેમની પાસેથી સંગીતનું શાસ્ત્રીય શિક્ષણ લીધું હતું. તે સમયે ડભોઈમાં ગાયકવાડ સરકાર તરફથી સંગીત વિદ્યાલય ચાલતું હતું, એના પ્રધાનાચાર્ય આગ્રા ઘરાના સંગીતરત્ન આલિ જનાબ ગુલામરસૂલખાં હતા.
કૃપાલ્વાનંદજી એમાં જોડાયા,સાથે શાળાનું શિક્ષણ પણ ચાલુ હતું. એમાં પ્રતિવર્ષ પરીક્ષામાં પ્રથમ આવતા હતા. સંગીતનો એટલો બધો રસ કે ઘણુંખરું ડભોઈથી વડોદરા ઉસ્તાદ ફૈયાઝખાંને સાંભળવા જતા તેમ એમને ઘેર પણ જતા અને સંગીતમાં એમનું માર્ગદર્શન લેતા. એક વાર ફૈયાઝખાં બહાર ગયા હતા, ત્યારે એમને ઘેર બીજા શિષ્યો સાથે સ્વામીજી સંગીતનો રિયાજ કરતા હતા.
એવામાં ઉસ્તાદ આવ્યા અને એમણે થોડો સમય બહાર ઊભા રહી સ્વામીજીનું સંગીત માણ્યું. પછી અંદર આવીને સ્વામીજીને ભેટી પડ્યા અને એમણે પાંચ રૂપિયાની નોટ કાઢી સ્વામીજીના માથા ફરતે ફેરવી એ એક ભિખારીને આપી દીધી. સંગીતની જોડે એમને સાહિત્યનો પણ શોખ હતો. શાળામાં ભણતા ત્યારે જ ગુજરાતી સામયિકોમાં એમનાં લખાણો પ્રસિદ્ધ થતાં હતાં.
શું છે કૃપાલ્વાનંદજીનો ઈતિહાસ ?
બાવીસ વર્ષની વયે કૃપાલ્વાનંદજી અમદાવાદ ગયા અને ત્યાં સરસ્વતી વિદ્યામંદિરમાં સંગીતના અધ્યાપકની નોકરી લીધી. પછી એમણે સ્વતંત્ર રૂપે સંગીત વિદ્યાલય શરૂ કર્યું. આ સમયે એમણે ‘રાગજ્યોતિ’ના પ્રથમ ખંડની હસ્તપ્રત તૈયાર કરી. એમાં દસ રાગોનાં ગુજરાતી ગીતો, આલાપ તાન તથા શાસ્ત્રીય વિવરણ એમ વિવિધ સામગ્રી હતી. આ ઉપરાંત સ્વામીજીએ વર્તમાન માં પ્રચલિત ઘણી પુસ્તકો પણ લખી છે, જેમાંથી કેટલીક પુસ્તકો સનાતન ધર્મ , મૂર્તિ પૂજા , ધ્યાન વિજ્ઞાન,પ્રેરણા પિયુષ , નારદભક્તી સુત્ર, શ્રી કૃપાળુ વકસુધા , pilgrimage of love , હઠયોગ, પ્રદીપિકા વગેરે.
સ્વામીજી યુવાનીમાં ગુજરાત થી મુંબઈ ગયા અને ત્યાં તેમની બહેનને ત્યાં રહેતા હતા, તેમનો નિયમ હતો કે, તેઓ રોજ ભુનેશ્વરી માતાના દર્શન કરવા મંદિરે જતા હતા, તેઓ સમજી નતા શકતા કે જીવનનું ખરું સત્ય શું છે? અને અંતે તેઓ જીવનથી કંટાળી ગયા હતા. તેમણે પ્રાણ લીધા કે હવે તેમને આત્મહત્યા કરી લેવી જોઈએ, પરંતુ તે જ સમયે ભૂનેશ્વરી માતાના મંદિરમાં જ એક મહાત્મા પ્રવેશ્યા, કહેવામાં આવે છે કે તે બીજું કોઈ નહિ પરંતું, શિવના 28 માં અવતાર સ્વામી પ્રણવાનંદ હતા , તે સ્વામીને પોતાની સાથે લઈ ગયાં અને યોગની શિક્ષા આપી.
યોગ શીખ્યા બાદ સ્વામીએ સત્યાનંદ મહારાજ પાસે ઇન્દોર ખાતે સંન્યાસ ની દીક્ષા લીધી. ત્યારબાદ સ્વામીજી ગામડે ગામડે ફરીને લોકોને ગીતા પર પ્રવચન આપતા હતા . સ્વામીજીએ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ગામેગામ જઈને લોકોને ગીતા વિશેનું માર્ગદર્શન આપ્યું. અંતે તેઓ મલાવ , આવ્યા મલાવ ખાતે તેઓ 14 થી 15 વર્ષ રહ્યા હતા અને અહીં આવ્યા બાદ તેઓએ લોકોને યોગ શીખવાનું શીખવાડવાનું શરૂ કર્યું .
મલાવ આયા પછી સ્વામીજી 12 વર્ષ નું મૌન પાડ્યું હતું , 1977 માં સ્વામીજી અમેરિકા ખાતે પ્રવચનમાં ગયા હતા અને ત્યાં તેમણે ત્યાંના લોકોને ગીતા વિશેનું પ્રવચન અને યોગ શીખવાડ્યા હતા. ચાર વર્ષ બાદ તેઓ મુંબઈ પરત ફર્યા હતા. અંતે 1981 માં તેઓ દેવ લોક પામ્યા હતા. પરંતુ તેમને એક ચિઠ્ઠીમાં તેમની અંતિમ ઈચ્છા લખી હતી, જેમાં જણાવ્યા મુજબ તેમના દેહને પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકામાં આવેલ મલાવ ગામે તેમના નજીકના શિષ્ય આંબા લાલ ઈશ્વરભાઈ પટેલ ના ખેતરની કોઈપણ જગ્યાએ દાટી દઈને તેના ઉપર સમાધિ બનાવવામાં આવે .
આ ઉપરાંત તેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ નું વિશાળ મંદિર પણ બનાવવાનું તેમનું સ્વપ્ન હતું . તે મંદિરનો નકશો પણ તેઓ જ પોતાના હસ્તે તૈયાર કરીને ગયા હતા. અંબાલાલ ઈશ્વર પટેલને ગુરુજી ની અંતિમ ઈચ્છા ખબર પડતા જ તેમણે પોતાના 14 થી 15 એકર ખેતરની જગ્યામાં સ્વામીજીના દેહની સમાધિ નું નિર્માણ કર્યું તેની , સાથે સાથે જ વિશાળ કાય ત્રિશુલ આકારમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ નું મંદિર બનાવ્યું. જે મંદિરમાં આજે દૂર દૂરથી લોકો સ્વામીજીના દર્શન કરવા આવતા હોય છે , ઉપરાંત ગુરુપૂર્ણિમાના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો સ્વામીજીને દર્શન નો લાભ લેતા હોય છે. મંદિરનું નિર્માણ રાજસ્થાનના કારીગરોએ કર્યું છે , તેમાં મકરાના માર્બલ નો ઉપયોગ કરવામાં આવેલ છે .આ મંદિરનું કામ એટલું સરસ છે કે લોકો આ મંદિરનું ઇન્ટિરિયર નિહાળવા માટે દૂર દૂરથી અહીંની મુલાકાત લેતા હોય છે . જો તમે પણ સ્વામીજીની સમાધિ અને મંદિરની મુલાકાત લેવા માંગો છો, તો ખાસ ધ્યાન રાખજો કે અહીં ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફી કરવાની સખત મનાઈ છે.
સ્વામીના ભક્તો આજે પણ સ્વામીજીને યાદ કરે છે અને તેમના લખેલા પુસ્તકો વાંચે છે , આજે સ્વામીજીના પુસ્તકો દેશ અને દુનિયામાં ઘણા પ્રચલિત છે. ઉપરાંત તેમના સંગીતની પણ લોકો ઘણી બધી વાહવાય કરતા હોય છે. મલાવ ખાતે આવેલ સમાધિ મંદિર ખૂબ જ સરસ મજાનું આકર્ષણનું કેન્દ્ર છે , જેની અચૂક મુલાકાત લેવાય તેમ છે.મંદિરની બાજુમાં જ ધર્મશાળા આવેલી છે, જેમાં રહેવાની પણ સુવિધા ઉપલબ્ધ છે .આ ઉપરાંત અહીં જાહેર રસોડું પણ થાય છે , જેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી, પ્રસાદીના ભાગરૂપે અહીં તમે ભોજન પણ લઈ શકો છો .જો તમે યોગ શીખવા માંગતા હો તો અહીં યોગ શાળા પણ આવેલી છે, જેમાં તમે જુદા જુદા પ્રકારના રોગ ને સરળતાથી દૂર કરી શકે તેવા યોગ શીખી શકો છો.