Home /News /panchmahal /આદિવાસી સમાજના અગ્રણીઓએ શા માટે માંગ્યુ રાજ્યમંત્રી નિમીષા બેન સુથારનું રાજીનામું?

આદિવાસી સમાજના અગ્રણીઓએ શા માટે માંગ્યુ રાજ્યમંત્રી નિમીષા બેન સુથારનું રાજીનામું?

નીમિષા બેન સુથારના રાજીનામાની માંગ

Panchmahal News : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા સેવાસદન ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા નિમિષાબેન સુથારને રાજીનામું આપવાના મુદ્દે આવેદન કરાયુ, જાણો શું છે કારણ

   શિવમ પુરોહિત, પંચમહાલ : મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સૂથારને (Morva Hadaf MLA Nimisha Sutah Minister of State Gujarat)  રાજ્યમંત્રી પદેથી દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર.પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે તાલુકા સેવા સદન ખાતે આદિવાસી સમાજના (Tribal Community Demanded Resignation of Nimisha Suthar)  અગ્રણીઓએ નિમીષાબેન સૂથારને ધારાસભ્ય અને આદિજાતી મંત્રી પદથી દૂર કરવામા આવે તેવી રજુઆત સાથે આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.

  શહેરા સેવા સદન ખાતે મામલતદારને આવેદન પત્ર આપવામા આવ્યુ હતૂ.જેમા આક્ષેપ કરતા જણાવાયુ હતુ કે નિમીષાબેન સૂથાર પોતે ખોટી રીતે આદિજાતી પ્રમાણપત્ર મેળવીને આદિજાતી બેઠક પરથી ચુટાઈ આવ્યા હોવા બાબતે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કેશ ચાલુ છે.

  આવેદનમાં વધૂ આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોરવા હડફના ધારાસભ્યના પિતાનુ જાતિપ્રમાણપત્ર વિશ્લેષણ સમિતીમાં મોકલવામા આવતા રાજકીય દબાણ સમિતી ઉપર ઉભુ કરીને યોગ્ય પુરાવા નહી હોવા છતા માન્ય કરવામા આવ્યુ હતુ.

  ધારાસભ્ય પોતે આવી જાતિના પ્રમાણપત્ર લઈને વિવાદમાં ઘેરાયેલા હોવા છતા તેવા સંજોગોમાં તેમને રાજ્યકક્ષાના આદિજાતિ કક્ષાજેવૂ સંવેદનશીલ મંત્રાલય સોપી શકાય નહી.તેવુ આદિવાસી સમાજનુ માનવૂ છે.તેમને આદિજાતી મંત્રી તરીકે નિમવાથી આદિવાસી સમાજને ઠેસ પહોચી છે.તેમના સામેના કેસમા જ્યા સુધી ફેસલો ના આવે ત્યા સુધી તેમને આદિજાતી પદ પરથી દુર કરવામાં આવે તેવી માંગણી છે.

  આદિવાસી સમાજની લાગણી અને માંગણી સમજીને ધારાસભ્ય નિમીષાબેન સુથારને આદિજાતી મંત્રી પદ પરથી દૂર કરવામા તેવી માંગણી કરવામા આવી. પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાં આ પ્રકારનું આવેદન આપવામાં આવ્યું તેમજ જિલ્લાના આદિવાસી સમાજ અને અગ્રણીઓ દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો આનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ પણ કરી શકે છે. હવે જોવાનું એ છે કે સામાન્ય માણસનો અવાજ નિ ગુજ ક્યાં સુધી જાય છે અને તેના પડઘા સ્વરૂપે શું પાછું આવે છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Nimisha suthar, Panchmahal News, Resignation, Tribal

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन