Prashant Samtani panchmahal - ગોધરા શહેરની નવરચના શાળા ના શરૂ કરાયેલા અનોખા અભિયાનને જો દેશની તમામ શાળાઓ અનુસરે તો તેનાથી નાના બાળકોનું થતું જાતીય શોષણ અટકાવી શકાય છે. અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે કે, જેમાં નાના બાળકો સાથે ગેરકાયદેસર રીતે તેમનું જાતીય શોષણ કરવામાં આવે છે . તેમજ પોતાની વિકૃત માનસિકતા ધરાવનાર લોકો નાના બાળકોનો શિકાર કરતા હોય છે. પરંતુ નાના બાળકો પોતાના ભોળપણમાં તે સમજી શકતા નથી અને ડરના મારે અથવા શરમના મારે તે પોતાના વડીલોને પણ તે વિશે વાતચીત કરતા નથી, જેનો લાભ લઈને આવા લોકો નાના બાળકોનો શિકાર કરતા હોય છે.
પરંતુ નાના બાળકો પણ પોતાના હકો અને અધિકારો વિશે સમજે તેમજ અન્ય સામે અવાજ ઉઠાવે અને પોતાની સાથે થતા અત્યાચાર ખુલીને સામનો કરે તે માટે સૌપ્રથમ તેમને ગુડ ટચ શું છે! અને બેડ ટચ શું છે ! તે સમજવું ખૂબ જરૂરી છે.
ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર દ્વારા બાળકોને ગુડ ટચ બેડ ટચ સમજે અને જાગૃતતા કેળવે તે હેતુથી કોમલ નામની ટૂંકી ફિલ્મ તૈયાર કરવામાં આવેલ છે. આ ફિલ્મ NCRT ની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. ફિલ્મ બતાવવામાં આવેલ કાર્ટૂન એનિમેશન ની સ્ટોરી દ્વારા વિદ્યાર્થીનીઓ ગુડ ટચ અને બે ટચ વચ્ચેનો તફાવત સમજી પોતાની શુદ્ધ બુદ્ધિથી વિચારીને આવા ગંભીર બનાવો અંગે પોતાના માતા પિતા શિક્ષક અથવા અન્ય કોઈ વડીલને જાણ કરી શકે તે હેતુથી સંપૂર્ણ જ્ઞાન મળી રહે તે પ્રકારે આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગોધરા શહેરમાં આવેલ નવરચના પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓને આ ફિલ્મ પ્રોજેક્ટરના માધ્યમથી બતાવવામાં આવી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આવા કોઈ બનાવનો ભોગ ના બને અને જો એમની સાથે આ પ્રકારે કોઈ બનાવ બને તો વહેલી તકે તેઓ તેનો વિરોધ કરે અને વડીલને જાણ કરે તે હેતુથી વધુને વધુ વિદ્યાર્થીઓ આ ફિલ્મ જુએ અને વધુને વધુ શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને આ ફિલ્મ બતાવે તે માટે ની પહેલ કરી છે. ફિલ્મ બતાવ્યા બાદ શાળાના કર્મચારી સુષ્માબેન ક્રિશ્ચિયન અને હેતલબેન રાણા દ્વારા દીકરીઓને પોતાની જાત કાળજી અને કન્યા જાગૃતિ સેશનમાં પ્રશ્નોત્તરી જવાબ અને ઉદાહરણ દ્વારા જાગૃત કરી હતી.