ગોધરા શહેરના યુવા વેપારી દિનેશ સાવલાણી દ્વારા પોતાનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું હતું. જે આજે સફળતાના શિખર પર પહોંચ્યું છે. Youtube પરથી જોય આ પ્રકાશન શરુ કર્યું છે.
Prashant Samtani, panchmahal: ભારત દેશમાં ઘણા બધા મોટા મોટા પબ્લીકેશન હાઉસિસ છે , જે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શાળા અને કોલેજોની પાઠ્યપુસ્તકો છાપતા હોય છે. વર્તમાન સમયમાં ટેકનોલોજીના યુગમાં જ્યારે અભ્યાસ ઓનલાઈન થઈ રહ્યો છે, તેવા કટોકટીના સમયમાં પોતાનું પ્રકાશન ચલાવવું અત્યારે ખૂબ અઘરું બન્યું છે. તેવા સમયે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના યુવા વેપારી દિનેશ સાવલાણી દ્વારા પોતાનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું હતું. જે આજે સફળતાના શિખર પર પહોંચ્યું છે. આવો જાણીએ પંચમહાલ જિલ્લાના પ્રખ્યાત પ્રકાશન ગોવિંદ ગુરુ પ્રકાશનની શરૂઆત અને તેની સફળ થવાની સમગ્ર કહાની.
આ સમાજ નોકરી ઓછી વ્યવસાય વધુ કરે
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બગીચા રોડ પર આવેલી શ્રીજી સ્ટેશનરી નામની દુકાન જે રાજુભાઈ સાવલાણીની પૂર્વજોની પેઢી છે. સિંધી સમુદાયના લોકો હંમેશાથી જ પોતાના બાળકોને શીખવાડતા હોય છે કે, આપણે નોકરી લેનારમાંથી નથી, આવતા પરંતુ આપણે નોકરી આપનારમાંથી આવીએ છીએ.જેથી મોટાભાગના સિંધી યુવાનો નોકરી શોધવાની જગ્યાએ પોતાના વ્યવસાયમાં જ આગળ વધતા હોય છે. તેનો જ એક દાખલો ગોધરાના દિનેશ સાવલાણીએ પૂરું પાડ્યો છે . દિનેશભાઈ એમ.કોમ સુધીનો અભ્યાસ ગોધરા ખાતેથી જ કર્યો , અભ્યાસની સાથે સાથે તે પોતાના પિતાની પેઢી પર બેસી ગય હતા અને વેપાર કરવાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ તેને હંમેશાથી જ એવું હતું કે તે પોતાનો વેપાર શરૂ કરે.
આવી રીતે પ્રકાશન માટે શીખ્યા
દિનેશભાઇને youtube પર વીડિયો જોવાનો ઘણો શોખ હતો . એક દિવસ વિડીયો જોતા જોતા તેને આઈડિયા આવી કે, પિતાજી સ્ટેશનરીનો વેપાર તો કરે જ છે અને અન્ય પ્રકાશના પાઠ્યપુસ્તકો વર્ષોથી લોકો વેચી રહ્યા છે. પરંતુ શું હું પોતે પોતાનું પ્રકાશન કેમ ના શરૂ કરી શકું ? બાદ youtube પર વીડિયો જોવાના શરૂ કર્યા અને તેમાંથી તેને શીખ્યું કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ વિભાગમાંથી કેવી રીતે પ્રકાશનું રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. ત્યારબાદ youtube ના માધ્યમથી નાની મોટી બાબતો શીખી શીખીને કાયદાકીય રીતે તેને પોતાના પ્રકાશન રજીસ્ટ્રેશન કરાવ્યું. ત્યારબાદ દિનેશે અમદાવાદ , વડોદરા ની પ્રિન્ટિંગ પ્રેસો સાથે ટાઈઅપ કરીને ગોવિંદ ગુરુ પ્રકાશનના નામનું પ્રકાશન શરૂ કર્યું .
રાજ્યના 100થી વધુ પ્રોફેસર જોડાયા
દિનેશભાઈ સાથે ગુજરાતભરમાંથી 100 થી વધુ PHD થયેલા પ્રોફેસરો જોડાયેલા છે. જેઓ દિનેશના પ્રકાશન માટે જુદા જુદા વિષયો પર પુસ્તકો લખવાનું કામ કરે છે . અત્યાર સુધી ગોવિંદ ગુરુ પ્રકાશનના માધ્યમથી 100 થી વધુ એવી બુક્સ પબ્લિશ થઈ ચૂકી છે. દિનેશભાઈની બુકસ ગુજરાતના દરેક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના અભ્યાસમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. 34 વર્ષના સિંધી વેપારી દિનેશભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલ ગોવિંદ ગુરુ પ્રકાશન આજે મોટા મોટા પ્રકાશનોને ટક્કર આપીને પોતાનું આગવું પ્રદર્શન કરી રહ્યું છે અને ગુજરાત ભરમાં પ્રખ્યાત બન્યું છે.