Home /News /panchmahal /Godhra: આ યુવકને બોડી બિલ્ડીગ ખુબ જ શોખ, હવે મહેનત રંગ લાવી, જુઓ વીડિયો

Godhra: આ યુવકને બોડી બિલ્ડીગ ખુબ જ શોખ, હવે મહેનત રંગ લાવી, જુઓ વીડિયો

X
ગોધરામાં

ગોધરામાં રહેતા મયુરે જિલ્લાનું નામ રોશન કર્યું.

મયુર દ્વારા બોડિબિલ્ડિંગ ની શરૂઆત કરી અને વર્ષ 2018 માં પ્રથમ વખત વડોદરામાં યોજાનાર જુનિયર મિસ્ટર વડોદરા બોડીબિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લઈ અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

  • News18 Gujarati
  • Last Updated :
  • Godhra | Panch Mahals
    Prashant Samtani, Panchmahal - હાલના સમયમાં લોકો પોતાના સ્વસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવી રહ્યાં છે.  લોકો આખો દિવસ મોબાઈલ અને કામ પાછળ કાઢે છે. લોકો પોતાના શરીરને તંદુરસ્ત રાખવા કસરત નથી કરી રહ્યાં, જેથી શરીરમાં સ્ફૂર્તિ રહેતી નથી અને નકામી ચરબી એકત્રીત થઇ જતી હોય છે. પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે રહેતા યુવક મયુર જયસ્વાલ દ્વારા વર્ષ 2015 થી બોડીબિલ્ડિંગ સ્પર્ધાઓમાં ભાગ લેવાનો શોખ હતો, તે માટે મયુર દ્વાર બોડીબિલ્ડિંગ માટેની તૈયારીઓ શરૂ કરી હતી. યુવકે બોડી બિલ્ડિંગ કરવા ખુબ જ મહેનત કરી અને બોડીબિલ્ડીંગની શરૂઆત કરી.

    મયુર દ્વારા બોડિબિલ્ડિંગ ની શરૂઆત કરી અને વર્ષ 2018 માં પ્રથમ વખત વડોદરામાં યોજાનાર જુનિયર મિસ્ટર વડોદરા બોડીબિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લઈ અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વર્ષ 2018 માં મયૂરને બોડીબિલ્ડિંગ ક્ષેત્રે મેડલ મળવાના શરૂ થયા ત્યારબાદ મિસ્ટર ગુજરાત ,મિસ્ટર આયર્નમેન, જુનિયર મિસ્ટર ગુજરાત તથા 3 વખત જુનિયર મિસ્ટર વડોદરામાં ગોલ્ડ મેડલ મેળવ્યા.



    મયુર જ્યારે બોડીબિલ્ડર બન્યો ત્યારે તેને લોકોમાં સ્વસ્થ અંગે જાગૃતતા આવે અને લોકો કસરત કરે લોકો જીમ માં જાય તે માટે વર્ષ 2017માં મયુર દ્વારા ગોધરા શહેર ખાતે જીમ શરૂ કર્યો. મયુર ને IHFA (ઇન્ટરનેશનલ હેલ્થ એન્ડ ફિટનેસ એસોસિયેશન બાય સર્ટિફાઇડ ફિટનેસ ટ્રેનર) માંથી કોર્સ કરી અને ફિટનેસ ટ્રેનર માટે સર્ટિફિકેટ માવ્યું.

    મયુરના 3 વિદ્યાર્થિઓ જુનિયર મિસ્ટર બરોડા સ્પર્ધામાં ભાગ લેવા બોડી બિલ્ડિંગની તૈયારીઓ કરી રહ્યા છે.
    First published:

    Tags: Local 18, ગોધરા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો