જે શરૂઆતથી સ્તન કેન્સર ડિટેક્ટ થાય તો તેને મૂળથી નાશ કરી શકાય છે
જો 40 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની દરેક સ્ત્રીઓ દર મહિને એક વખત ફક્ત 5 મિનિટ કાઢી અરીસા સામે ઊભાં રહી પોતાના જ હાથે પોતાના બંને સ્તનના ફેરફારો ને નોંધ કરે તો સ્તન કેન્સરને સરળતાથી ડિટેકેટ કરી શકાય છે.
Prashant samtani panchmahal: દિવસે ને દિવસે ભારત દેશમાં સ્ત્રીઓમાં સ્તનનું કેન્સરનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આસરે 10 હજાર સ્ત્રીઓ માંથી 10 થી 15 સ્ત્રીઓમાં સ્તન કેન્સર જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો સ્તન કેન્સર કેમ થાય છે? મુખ્યત્વે એવી સ્ત્રીઓ જે પોતાના તાજાં જન્મેલા બાળકને કોઈ પણ કારણસર સ્તનપાન કરાવતી નથી, અથવા એવી સ્ત્રીઓ જે ગર્ભવતી થતી નથી, તેવી સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. જો શરૂઆતના તબક્કામાં જ સ્તન કેન્સરનું યોગ્ય નિદાન કરવામાં આવે અથવા સમયસર જો સ્તન કેન્સર ડિરેક્ટ થાય તો તેને 100% મટાડી શકાય છે.
દરેક પ્રકારના કેન્સરની જેમ જ સ્તન કેન્સરના પણ મુખ્યત્વે 4 તબક્કા હોંય છે, જે સ્ત્રીને સ્તન કેન્સરની શરૂઆત હોંય તેવા શરૂઆતના તબક્કામાં સ્તનમાં દુખાવા વગરની ગાંઠ હોંય, સ્તનની ચામડી ખરબચડી થઈ હોંય, સ્તનના આકારમાં ફેરફાર થયો હોંય, ડીટડી પર ચાણથું પડયું હોંય અથવા ખરજવું થયું હોંય, ડીટડી અંદર ખેંચાઈ ગઈ હોંય, ડિટડી માંથી લોહી નીકળતું હોંય, બગલ માંથી ગાંઠ થઈ હોંય, તેમને ડૉક્ટરનો સંપર્ક કરી, તાત્કાલીક મેમોગ્રાફી કરાવવી જોઈએ. (જો જરૂર જણાય તો). ઉપરાંત લોહીના સંબંધ ધરવતા વ્યક્તિને જો આ પ્રકારની બીમારી થયેલ હોંય તો તે વ્યક્તિના વારસદારોને બીમારી થવાનો ભય વધી જતો હોંય છે.
ગોધરા શહેરના પ્રખ્યાત ગાયનેક ડૉ સુજાત વલી સાથે વાત કરતા જાણવા મળેલ કે, ભારત દેશની સ્ત્રીઓ શરમના કારણએ તેમના સ્તનમાં થતા ફેરફારને કોઈ વ્યક્તિ આગળ વ્યક્ત કરી શકતી નથી. પરંતુ જો 40 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની દરેક સ્ત્રીઓ દર મહિને એક વખત ફક્ત 5 મિનિટ કાઢી અરીસા સામે ઊભાં રહી પોતાના જ હાથે પોતાના બંને સ્તનના ફેરફારો ને નોંધ કરે તો સ્તન કેન્સરને સરળતાથી ડિટેકેટ કરી શકાય છે. ઉપરાંત, જો કોઈ સ્ત્રીને સ્તનમાં ફેરફાર જણાય તો ડૉક્ટરની સલાહ લઈ મેમોગ્રાફીના માધ્યમથી સરળતાથી કેન્સરને ડીટેકેટ કરી શકાય છે. આ ઉપરાંત તમારા આસપાસના વિસ્તારમાં આવેલા CHC, PHC સેન્ટરો પર પણ આ પ્રકારની તપાસ કરાવી અથવા ગાઈડેંસ લઈ શકાય છે.
સ્તન કેન્સર કયા તબક્કાનું છે, તેને ડીટેકેટ કર્યા બાદ તેના નિદાન માટે સર્જરી કરાવી કેન્સરને ડામી શકાય છે. બીજા અને ત્રીજા તબ્બકા માં સર્જરી અને કિમો થેરાપીની મદદ થી કેન્સરની સારવાર કરી શકાય છે. અને જ્યારે કેન્સર વધીને ચોથા તબ્બકે પહોંચે તેવા કિસ્સામાં દર્દીને ખૂબ ઓછું દર્દ થાય તેવી પેલેટીવ સર્જરી કરી કેન્સરની સારવાર કરી શકાય છે.
સ્તનમાં જ્યારે 3 મીલીમીટર થી નાની ગાંઠ હોંય તે પકડવામાં મુખ્યત્વે મેમોગ્રાફી ની મદદ લઇ ડીટેકેટ કરી શકાય છે. જેનો ખર્ચ આસરે 2500 થી 3000 નો થતો હોય છે. શરૂઆતના તબક્કા માં જ જો સારી સારવાર મળી જાય તો સ્તન કેન્સર નામની ભયાનક બીમારીથી 100% છુટકારો મેળવી શકાય તેવી સંભાવના રહે છે. ભારત દેશની દરેક સ્ત્રીએ આ વિષયને લઈને જાગ્રુત થવાની જરૂર છે, શરમ ના લીધે જ્યારે સ્ત્રી આવી ગંભીર બાબત છુપાવે ત્યારે સ્ત્રીની સાથે સાથે આખા પરિવારને ભોગવવાનો વારો આવે છે. આવો સંકલ્પ લઈએ, દેશ ની દરેક બહેનો અને માતાને સ્તન કેન્સર વિશે માહિતગાર કરીએ, અને આ ગંભીર બીમારીને દેશ માંથી નાબૂદ કરી દેવાની દિશા માં પ્રથમ કદમ ભરીએ.