Home /News /panchmahal /panchmahal: આવું મગજ તો ગુજરાતીનું હોય, આ યુવક રમતાં રમતાં કરે લાખોની કમાણી!

panchmahal: આવું મગજ તો ગુજરાતીનું હોય, આ યુવક રમતાં રમતાં કરે લાખોની કમાણી!

X
એક

એક વખત રોકાણ કર્યા બાદ આ યુવક સારી એવી કમાણી કરી રહ્યો છે.

ગોધરાનો યુવાન કોલેજકાળમાં ખુબ જ મોબાઇલ ગેમ રમતો અને તેના પિતા પણ તેને ટોકતા રહેતા. કોલેજ બાદ આ ગેમને શોખને બિઝનેશમાં પરિવર્તિત કર્યો અને લાખોની કમાણી કરતા થયા છે. અહીં લાઈવ પુલ રમવા મોટી સંખ્યામાં આવે છે.

  Prashant Samtani,panchmahal : કોરોનામાં ઓનલાઇન અભ્યાસ થતો હતો.હવે ઓફલાઈન અભ્યાસ થાય છે.પરંતુ બાળકો અને યુવાનોને મોબાઈલનું ઘેલું લાગ્યું છે.યુવાનોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ વધતો તેમ મોબાઇલની ગેમસ્ શું ચલણ પણ વધ્યું છે. વેકેશનના સમયમાં અથવા નવરાશના સમયમાં યુવાનો જુદા જુદા પ્રકારની મોબાઇલ ગેમ રમતા હોય છે . જેમાં ખાસ કરીને કારની ગેમસ,તીનપત્તી , કાર્ડ ગેમ્સ , 8 બોલ પુલ , લૂડો, સાપસીડી , ચેસ સહિતની ગેમ રમતા હોય છે. મોબાઇલમાં વધુ પડતી ગેમ રમવાથી યુવાનોની આંખોને અને મગજ પર અસર થાય છે. પરિણામે વાલીઓ પણ યુવાનોની ટેવથી ઘણા ચિંતીત થાય છે. હલ કાઢવા માટે ગોધરાના 20 વર્ષે યુવાને એક નવું સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે અને મહિને લાખો રૂપિયાનું ટર્નઓવર કરી રહ્યો છે.

  યુવાન કોલેજકાળમાં ખુબ ગેમ રમતો


  ગોધરા શહેરમાં વસવાટ કરતા 20 વર્ષિય યુવાન દેવ રામવાની કોલેજકાળ દરમિયાન મોબાઈલ ઉપર ઘણી બધી ગેમ રમતો હતો. જેથી તેના પિતા તેને અવારનવાર ગેમ ન રમવા માટે ટોકતા હતા. પરંતુ ગેમ પ્રત્યેની તેની ચાહના તેને હંમેશા ગેમ પ્રત્યે આકર્ષતી હતી. કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દેવને એક સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરવાનો આઈડિયા આવ્યો અને તેને પોતાના ગેમ રમવાના શોખને વેપારમાં પરિવર્તન કરવાનું વિચાર્યું.  અમદાવાદથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ દેવે ગોધરામાં આવીને પિતા સાથે ચર્ચા કરી કે, તે ગેમને લગતો જ સ્ટાર્ટ અપ બિઝનેસ શરૂ કરવા માંગે છે. પોતાના દીકરાને મોબાઇલમાં ગેમ રમવાની ટેવ છોડાવવા માટે અને તેને સારી લાઈનમાં સેટ કરવા માટે પિતાએ પણ દેવની વાત માની અને દેવને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટેની મંજૂરી આપી.  30 રૂપિયામાં જ કોઈપણ વ્યક્તિ ગેમની મજા માણી શકે


  દેવે ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં દુકાન ભાડે લઈને તેમાં પુલ અને સ્નૂકર પ્લાઝાની શરૂઆત કરી અને આજે દેવ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્લાઝા એક સફળ બિઝનેસમાં પરિવર્તન થયું છે. દેવ મહિને લાખો રૂપિયાનું ટર્ન ઓવર કરી રહ્યો છે. પુલ પ્લાઝામાં ખાસ કરીને પુલ, કેરમ , સ્નૂકર, પી એસ 4 વગેરે જેવી ગેમ રમાડવામાં આવે છે. આ પ્લાઝાની ખાસ બાબત તો એ છે કે, અહીં ગેમ રમવાની શરૂઆત માત્ર 30 રૂપિયાથી થાય છે . જેથી કોઈપણ સામાન્ય વ્યક્તિ પોતાની પોકેટ મનીમાંથી પણ લાઈવ પુલ ગેમ રમી શકે છે .  આ ગેમ રમવાની કોઈ પણ સમય સીમા નથી હોતી. જ્યાં સુધી એક ગેમ પૂર્ણ ન થાય ત્યાં સુધી માત્ર 30 રૂપિયામાં જ કોઈપણ વ્યક્તિ ગેમની મજા માણી શકે છે. ગોધરામાં ઘણા બધા યુવાનો પોતાના મિત્ર વર્તુળ સાથે પોતાના નવરાશના સમયમાં લાઈવ પુલ રમવા માટે દેવનો પ્લાઝામાં અવારનવાર મુલાકાત લેતા હોય છે.  10 થી 12 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું


  સ્ટાર્ટ અપની શરૂ કરવા માટે દેવ એ 10 થી 12 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સાથે 6 જેટલા પુલ ટેબલ મુંબઈથી મંગાવીને બિઝનેસની શરૂઆત કરી હતી. હાલ દેવ મહિને 1 લાખથી 1.5 લાખ સુધીનું ટર્નઓવર કરીને 10 થી 15% ટકા નફો મેળવી રહ્યો છે. દેવ દ્વારા તેના પ્લાઝામાં કામ અર્થે બે વ્યક્તિઓને સ્ટાફ તરીકે રાખવામાં આવ્યા છે . જે દેવને પ્લાઝા ચલાવવામાં મદદ કરે છે. દેવ દ્વારા શરૂ કરવામાં આવેલ લાઇવ પુલ પ્લાઝા ગોધરાના યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખૂબ મોટી સંખ્યામાં યુવાનો પોતાના મિત્રો સાથે અહીં પ્લાઝામાં ગેમ્સની મજા માણવા માટે આવતા હોય છે.


  First published:

  Tags: Local 18

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन