Home /News /panchmahal /Panchmahal: આ સંસ્થા શિખવે છે લોકોને પુનર્જીવિત કરવાની ટેક્નિક; આટલા લોકો લઈ ચૂક્યા છે તાલીમ
Panchmahal: આ સંસ્થા શિખવે છે લોકોને પુનર્જીવિત કરવાની ટેક્નિક; આટલા લોકો લઈ ચૂક્યા છે તાલીમ
જાણો શું છે સી.પી.આર તાલીમ
પંચમહાલ જીલ્લામાં લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના કાર્યકારી પ્રમુખ ડૉ.સુજાત વલી અને તેમની ટીમ દ્વારા જીલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો, સંસ્થાઓ તથા જાહેર સ્થળો પર સી.પી.આર.ની તાલીમ આપવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારના હજારો લોકોએ લીધી છે તાલિમ
Prashant Samtani, Panchmaha: હૃદયને પુનઃકાર્યાન્વિત કરવા સી. પી.આરની તાલીમ દરેક લોકો માટે ખૂબ જ લાભદાયક નીવડી શકે છે.છેલ્લા ઘણા વર્ષોથી પંચમહાલ જીલ્લામાં લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના કાર્યકારી પ્રમુખ ડૉ.સુજાત વલી અને તેમની ટીમ દ્વારા જીલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો, સંસ્થાઓ તથા જાહેર સ્થળો પર સી.પી.આર.ની તાલીમ આપવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારના હજારો લોકો આ તાલીમ લઈ ચૂક્યા છે.
જાણો શું છે સી. પી.આર.?
સી.પી.આર. એક પધ્ધતિ છે જે શીખવી સરળ છે અને કરવી પણ સરળ છે. સી.પી.આર.નું પૂરું નામ કાર્ડિયોપલમોનરી રીસસીટેસન છે એટલે કે હૃદય ને પુનઃકાર્યાન્વિત કરવું. દર મિનિટે ૧૧૨ વ્યક્તિનાં મૃત્યુ એકાએક હ્દય બંધ થવાથી થાય છે, અને માત્ર ૨% લોકોને ખબર છે કે આવી કટોકટી ની ક્ષણોમાં જ્યારે નજીક કોઈ તબીબી કે હોસ્પિટલ ઉપલબ્ધ ના હોય ત્યારે સી.પી.આર. આપીને વ્યક્તિને કંઈ રીતે જીવન બચાવી શકાય. સી.પી.આર. આપવાથી દર્દીની બચવાની શક્યતાઓ બમણી થઇ જાય છે.
જેમના શ્વાસ અથવા હૃદય બંધ પડી ગયેલ છે તેમના શ્વાસ અને રક્તના પરિભ્રમણને પુનર્સ્થાપિત કરવા અને જાળવવા તેમજ હૃદય, મગજ અને અન્ય મહત્વપૂર્ણ અવયવોમાં ઓક્સિજન અને લોહીનો પ્રવાહ પૂરૂ પાડવા માટે સી.પી.આર. કરવામાં આવે છે. અચાનક સ્વછોસ્વસ ની પ્રક્રિયા બંદ થયા પછી , ત્રણથી ચાર મિનિટની અંદર સી.પી.આર. કરવું આવશ્યક છે, જેથી મગજના નુકસાન અથવા મૃત્યુને રોકી જીવન બચાવી શકાય છે.ડો. સુજાત વલી જાતે સમય કાઢીને સી.પી.આર.ની તાલીમ આપવા માટે જાય છે.
એમનું કેહવું છે કે, કોઈ પણ વ્યક્તિ આ તાલીમ લઇ શકે છે અને બધાએ આ તાલીમ લેવી જ જોઈંએ. કારણ કે ભવિષ્યમાં આપણા સામે આવી કોઈ પરીસ્તીથી આવે અને આપણને સી.પી.આર. વિષે થોડી પણ માહિતી હોય અથવા આપણે આ તાલીમ લીધેલ હોય તો એ સમયે આપણે કોઈનો જીવ બચાવી શકીએ , માટે દરેક વ્યક્તિએ સી. પી. આર. ની તાલીમ લેવી જ જોઈએ. સી. પી. આર. શિખેલ વ્યક્તિએ જીવ બચાવ્યો હોય તેવા અનેક ઉદાહરણ છે.
લોક વિજ્ઞાન કેન્દ્ર,ગોધરા દ્વરા અત્યાર સુધીમાં જીલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો, સંસ્થાઓ તથા જાહેર સ્થળો જેવાકે બાગ બગીચાઓ, બસસ્ટેન્ડ, રેલ્વેસ્ટેસન, બેન્કો વગેરે જગ્યાએ સી.પી.આર.ની તાલીમ અપાઈ ચુકી છે. હાલ ઇંડિયન રેડક્રોસ સોસાયટીની ગોધરા બ્રાંચમાં પાછલા ઘણા સમયથી ચાલતી ફસ્ટએઇડ ની તાલીમ દરમ્યાન પણ સી. પી. આર. ની તાલીમ આપવામાં આવી રહી છે.
ભવિષ્યમાં પણ પોલીસ ડીપાર્ટમેન્ટ અને જીલ્લાના દરેક નવયુવાનોને આ તાલીમ આપવાનું આયોજન છે. જેથી આપણા જીલ્લાનો કોઈ પણ વ્યક્તિ આ તાલીમ થી બાકાતના રહે અને ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિનું હૃદય બંદ પડવાના કોઈ સંજોગો ઉભા થાય તો આપણે કોઈનો જીવ બચાવી શકીએ.