ગોધરાની આ સંસ્થા નિશુલ્ક આંખના મોતિયાના ઓપરેશન કરે છે, જાણો વિગત.
સદવિચાર પરીવાર દ્વારા ગોધરામાં મેડીકલ ક્ષેત્રે ખુબજ વિકાસ કરવામાં આવ્યો છે. અને જરૂરિયાત મંદ લોકોને સારામા સારી મેડીકલ સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Prashant Samtani, Panchmahal - પંચમહાલ જીલ્લામાં મેડીકલ ક્ષેત્રે ઘણી એવી સેવાભાવી સંસ્થાઓએ પંચમહાલ જીલ્લામાં મેડીકલ હબ ઉભું કર્યું છે. પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે સદવિચાર પરિવાર અને અને પી. ટી. મીરાણી આઈ કેર સેન્ટર ધ્વારા નિશુલ્ક આંખના મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવે છે. સદવિચાર પરિવારએ ગોધરા શહેરમાં મેડીકલ સગવડ પૂરી પાડતી સેવાભાવી સંસ્થા છે. સદવિચાર પરિવાર અને પી.ટી. મીરાણી ધ્વારા ચલાવવામાં આવતા આઈ કેર સેન્ટરમાં અત્યાધુનિક આંખની ઓપરેશનની મશીન હાજર છે.
દર્દીઓને નિશુલ્ક આંખના મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવે છે
સદવિચાર પરિવાર ધ્વારા નિશુલ્ક દરેક લોકોને આંખના મોતિયાના ઓપરેશનની સગવડ પૂરી પાડવામાં છે. તે આ સેન્ટરમાં દરેક લોકો સેવાનો લાભ લઇ શકે છે. આઈકેર સેન્ટરમાં મહિનાના આશરે 120 થી વધુ મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે. આ સંસ્થા દરેક વર્ગના લોકોને આ સગવડો પૂરી પાડે છે.
સદવિચાર પરીવાર દ્વારા ગોધરામાં મેડીકલ ક્ષેત્રે ખુબજ વિકાસ કરવામાં આવ્યો છે. અને જરૂરિયાત મંદ લોકોને સારામા સારી મેડીકલ સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ આઇકેર સેન્ટર પંચમહાલ , મહીસાગર જીલ્લાની જનતા માટે આશીર્વાદ સામન સાબિત થયો છે. મોતિયાના ઓપરેશન માટે વપરાતી દવાઓ પણ સંસ્થા તરફથી નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે.