Home /News /panchmahal /Panchmahal: અહીં માત્ર 200 રૂપિયામાં થાય છે ડાયાલીસીસ, કોણ છે આ પરિવાર જે કરે છે સેવા!

Panchmahal: અહીં માત્ર 200 રૂપિયામાં થાય છે ડાયાલીસીસ, કોણ છે આ પરિવાર જે કરે છે સેવા!

X
સંસ્થા

સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યાં છે.

સદવિચાર પરિવાર દ્વારા ફક્ત 200 રૂપિયામાં દરેક લોકોને ડાયાલીસીસની સગવડ પૂરી પાડવામાં છે. તે ઉપરાંત જે લોકો પાસે “માં અમૃતમ કાર્ડ” હોય તે લોકોને ની:શુલ્ક ડાયાલીસીસ ની સગવડ પૂરી પાડવામાં આવે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Panch Mahals, India
    Prashant Samtani, Panchmahal - પંચમહાલ જીલ્લામાં મેડીકલ ક્ષેત્રે ઘણી એવી સેવાભાવી સંસ્થાઓએ પંચમહાલ જીલ્લામાં મેડીકલ હબ ઉભું કર્યું છે. પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે સદવિચાર પરિવાર અને અને પી. ટી. મીરાણી આઈ કેર સેન્ટર ધ્વારા ડાયાલીસીસ સેન્ટર ચલાવવામાં આવે છે. સદવિચાર પરિવારએ ગોધરા શહેરમાં મેડીકલ સગવડ પૂરી પાડતી સેવાભાવી સંસ્થા છે. સદવિચાર પરિવાર અને પી.ટી. મીરાણી ધ્વારા ચલાવવામાં આવતા ડાયાલીસીસ સેન્ટરમાં અત્યાધુનિક 17 જેટલા ડાયાલીસીસના મશીન હાજર છે.

    દર્દીઓને નજીવા દરે ફક્ત 200 રૂપિયાના દરે દરેક લોકોને ડાયાલીસીસની સગવડ પૂરી પાડે છે.


    સદવિચાર પરિવાર ધ્વારા ફક્ત 200 રૂપિયામાં દરેક લોકોને ડાયાલીસીસની સગવડ પૂરી પાડવામાં છે. તે ઉપરાંત જે લોકો પાસે “માં અમૃતમ કાર્ડ” હોય તે લોકોને ની:શુલ્ક ડાયાલીસીસ ની સગવડ પૂરી પાડવામાં આવે છે. આ સેન્ટરમાં દરેક લોકો સેવાનો લાભ લઇ શકે છે.

    ડાયાલીસીસ સેન્ટરમાં 17 જેટલી મશીનો પર દિવસના આશરે 35 લોકોના ડાયાલીસીસ કરવામાં આવે છે. આ સંસ્થા દરેક વર્ગના લોકોને આ સગવડો પૂરી પડે છે. સેન્ટરમાં મહિનાના આશરે 1050 થી પણ વધુ લોકોના ડાયાલીસીસ કરવામાં આવે છે.


    સદવિચાર પરીવાર દ્વારા ગોધરામાં મેડીકલ ક્ષેત્રે ખુબજ વિકાસ કરવામાં આવ્યો છે. અને જરૂરિયાત મંદ લોકોને સરા મા સારી મેડીકલ સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ડાયાલીસીસ સેન્ટર પંચમહાલ , મહીસાગર જીલ્લાની જનતા માટે આશીર્વાદ સામન સાબિત થયો છે. ડાયાલીસીસ કરાવવા આવતા લોકોને તે માટે વપરાતી તમામ પ્રકારની દવાઓ અને ઇન્જેક્શન વિના મુલ્યે પૂરી પાડવામાં આવે છે. સ્થળ – પી. ટી. મીરાણી આઈ કેર હોસ્પિટલ , દાહોદ રોડ , ગોધરા
    First published:

    Tags: Local 18, Panchmahal, ડોક્ટર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો