Prashant Samtani, Panchmahal - પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે કોર્મર્સ કોલેજ માં પ્રોફેસર તરીકે ફરજ બઝાવતા અરુણસિંહ સોલંકી એ આજથી 15 વર્ષ પહેલા તેમના લગ્નની સાલગીરા નીમીતે પોતાની પત્ની માલતીબેન સોલંકીને ભેટ રૂપે ગુલાબ નો છોડ આપ્યો હતો, બંને જણે તેમના પ્રેમના પ્રતિક રૂપે ગુલાબના છોડની 14 વર્ષ માવજત કરી,અને આજે તે જ છોડ તેમના માટે ગર્વનું પ્રતિક બની ગયું છે,
અરુણસિંહે પોતાના ઘર આંગણે રોપેલ ગુલાબના છોડની ઉંચાઈ સામાન્ય ગુલાબોથી વધીને આજે 48 ફૂટની થઇ ગઈ છે, જે જોતા તેમને લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સ માં “ દેશના સૌથી ઊંચા ગુલાબના છોડ માટે આવેદન કર્યું હતું” ,
તેમનું આવેદન લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. અરુણસિંહ દ્વારા રોપવામાં આવેલા ગુલાબના છોડની ઉંચાઈ આશરે 58 ફૂટથી વધુ છે, જે તેમના ઘરના ૨ માળથી પણ વધુ છે. પ્રેમના પ્રતિક રૂપે વાવેલ ગુલાબનો છોડ જયારે વિશ્વ રેકોર્ડ સર્જવા જઈ રહ્યું છે ત્યારે ગોધરાની જનતા દુર દુર થી આ છોડને નિહાળવા માટે આવે છે, અને છોડ સાથે સેલ્ફી પડાવી ગર્વની લાગણી અનુભવે છે.
અરુણસિંહ અને તેમનો પરિવાર ગુલાબના છોડ ને પોતાના પરિવારનું સદસ્ય માની ને જ તેમની માવજત કરે છે, તેમની જાણકારી મુજબ ગીનીશ બૂક ઓફ વલ્ડ રેકોર્ડ માં વિશ્વ ના સૌથી ઊંચા ગુલાબ ના છોડની ઉંચાઈ ૧૮ ફૂટ છે જયારે તેમના છોડ ની ઉંચાઈ 58 ફૂટ થી પણ વધી ગઈ છે જેથી તેઓ ગીનીસ બૂક ઓફ વલ્ડ રેકોર્ડ માં પણ આવેદન કરી ,પોતાના છોડ માટે વિશ્વ નો સૌથી ઉચા છોડ નો દરજો મેળવી ગોધરા અને ગુજરાત નું નામ સમગ્ર વિષય માં ઊંચું કરવા માંગે છે.