Prashant Samtani, Panchmahal - હાલના સમયમાં લોકો આળસુ થઈ ગયા છે. લોકો આખો દિવસ મોબાઈલ અને કામ પાછળ કાઢે છે. લોકો પોતાના શરીરને તંદુરસ્ત રાખવા કસરત નથી કરી રહ્યાં જેથી લોકો નબળા થતાં જાય છે. પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે રહેતા બે ભાઈઓ વિશાલ અને મયુર જયસ્વાલ ને બોડી બિલ્ડિંગ કરવાનો ખુબજ શોખ હતો. પહેલાં બંને ભાઈઓ શોખ માટે બોડી બિલ્ડિંગની ટ્રેનિંગ લેતા હતા ત્યાર બાદ તેમને બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં જવાનું વિચાર્યું અને પચી તે માટેની તૈયારીઓ શરૂ કરી દીધી. બંને ભાઈઓએ બોડી બિલ્ડિંગની સ્પર્ધા માટે તૈયારીઓ શરૂ કરી હતી. બંને ભાઈઓએ બોડી બિલ્ડીંગની સ્પર્ધામાં ભાગ લેવા અત્યંત મહેનત કરી દિવસ રાત એક કરી હતી.
વિશાલ જયસ્વાલે જ્યારે સૌપ્રથમ 2018માં મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડર સ્પર્ધામાં ભગલિધો ત્યારે તેમને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યાર બાદ તેમને મિસ્ટર આર્યનમેન સ્પર્ધામાં ભાગ લઈ અને ટાઈટલ વિનર બન્યા હતા.
મયુર દ્વારા બોડિબિલ્ડિંગ ની શરૂઆત કરી અને વર્ષ 2018 માં પ્રથમ વખત વડોદરામાં યોજાનાર જુનિયર મિસ્ટર વડોદરા બોડીબિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લઈ અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વર્ષ 2018 માં મયૂરને બોડીબિલ્ડિંગ ક્ષેત્રે મેડલ મળવાના શરૂ થયા ત્યારબાદ મિસ્ટર ગુજરાત ,મિસ્ટર આયર્નમેન, જુનિયર મિસ્ટર ગુજરાત તથા 3 વખત જુનિયર મિસ્ટર વડોદરા માં ગોલ્ડ મેડલ મેળવ્યા. જ્યારે બંને ભાઈઓ બોડીબિલ્ડર બન્યા ત્યારે તેમને લોકોમાં સ્વસ્થ અંગે જાગૃતતા આવે અને લોકો કસરત કરે લોકો જીમ માં જાય તે માટે વર્ષ 2017માં બંને ભેગમલીને ગોધરા શહેર ખાતે જીમ શરૂ કર્યો. મયુર અને વિશાલ દ્વારા IHFA (ઇન્ટરનેશનલ હેલ્થ એન્ડ ફિટનેસ એસોસિયેશન બાય સર્ટિફાઇડ ફિટનેસ ટ્રેનર) માંથી કોર્સ કરી અને ફિટનેસ ટ્રેનર માટે સર્ટિફિકેટ મેળવ્યું.
બંને ભાઈઓ ભેગા મળીને 2017 માં જીમ શરૂ કરી અને લોકોને ફીટ બનાવી રહ્યા છે. બંને ભાઈઓ સર્ટિફાઇડ ફિટનેસ ટ્રેનર છે. લોકો તેમની પાસે આવીને બોડી બિલ્ડિંગ ની ટ્રેનિંગ લઈ રહ્યા છે. અને 10 જેટલાં લોકો સ્ટેટ લેવલની બોડી બિલ્ડર સ્પર્ધા માટે તૈયારીઓ કરી રહ્યા છે.