Home /News /panchmahal /ઠાસરા, બાલાશિનોર અને લુણાવાડા નક્કી કરે છે આ બેઠકનું ભાવિ

ઠાસરા, બાલાશિનોર અને લુણાવાડા નક્કી કરે છે આ બેઠકનું ભાવિ

પંચમહાલ બેઠક

ભાજપે આ બેઠક પર ફેરફાર કર્યો છે અને મહીસાગર વિધાનસભા બેઠક પર અપક્ષ ચૂંટાઈને ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય રતનસિંહ રાઠોડની પસંદગી કરી છે.

  ન્યૂઝ18 ગુજરાતી, પંચમહાલ : લોકસભા બેઠક ૧૯૫૨માં અમલમાં આવી હતી. આ બેઠકનો મત વિસ્તાર પંચમહાલ, મહીસાગર અને ખેડા એમ ત્રણ જીલ્લામાં વહેંચાયેલો છે જેથી આ બેઠક પર ઉમેદવારનું  ત્રણ જીલ્લામાં પ્રભુત્વ હોવું  આવશ્યક છે. આ દૃષ્ટિયે આ વિસ્તારના ઠાસરા, બાલાશિનોર અને લુણાવાડાના મતદાતાઓ જ ઘણુંખરું પંચમહાલ બેઠકનું ભાવિ નિયત કરે છે.

  આ બેઠક પર છેલ્લી બે ટર્મથી પ્રભાતસિંહ ચૌહાણ વિજેતા રહ્યા હતા પરંતુ તેમની ઉંમરને કારણે ભાજપે આ બેઠક પર ફેરફાર કર્યો છે અને મહીસાગર વિધાનસભા બેઠક પર અપક્ષ ચૂંટાઈને ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય રતનસિંહ રાઠોડની આ બેઠક પર પસંદગી કરાઈ છે.  જ્યારે કોંગ્રેસે વી.કે. ખાંટને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પંચમહાલ લોકસભા અંતર્ગત સાત વિધાનસભા બેઠકો આવે છે જેમાં ઠાસરા,   બાલાશિનોર, લુણાવાડા, શહેરા, મોરવાહડફ (એસ.ટી.), ગોધરા અને કાલોલનો સમાવેશ થાય છે. જેમાં ભાજપ અનેઅપક્ષ મળીને ૪ તથા બેઠક કોંગ્રેસ ફાળે ૩ વિધાનસભા બેઠક છે

  જો મતોનું સમિકરણ જોઈએ તો ત્રણ જિલ્લાની સાત વિધાનસભામાં  કુલ ૧,૬૮૩,૬૩૧ મતદારો છે. પંચમહાલ બેઠક પર ત્રણ જિલ્લાની વિધાનસભાનો સમાવેશ હોવાથી  આ બેઠક જીતવા માટે ઉમેદવારની ત્રણે જીલ્લાના મતદારો પર પક્કડ હોવી જરૂરી છે.  શું છે મુખ્ય સમસ્યાઓ ?

  ઓદ્યાગિક વિકાસ નહિવત હોવાથી રોજગારીની સમસ્યા અને તેને લીધે રોજગારી માટે સ્થળાંતર, પીવાના પાણીની સમસ્યા, અંતરિયાળ ગામોમાં રસ્તાની સમસ્યા, શાળાના બિસ્માર મકોનાની સમસ્યા, આદિવાસી વિસ્તારોમાં રોજગાર, શિક્ષણ અને પાયાની જરૂરિયાતોનો પ્રશ્ન હંમેશા આ વિસ્તારને કનડતો રહ્યો છે. ખાનપુર તાલુકામાં આદિવાસીઓને દાખલાનો પ્રશ્નો પણ ઉકેલાયો નથી. વળી, મહી સાગર જિલ્લામાં રેલવે કનેક્ટીવીટી અને  મેડીકલ કોલેજની માંગ સંતષાઈ નથી.

  જાતિગત સમીકરણો

  પંચમહાલ બેઠક પર કોઈ પણ પક્ષે પોતાનો સિક્કો જમાવી રાખ્યો તેવું બન્યું નથી. અહી દરેક લોકસભાની ચૂંટણીમાં સમીકરણો બદલાતા રહે છે. પરંતુ જ્ઞાાતિની સમીકરણોને ધ્યાનમાં લઈને પણ ઉમેદવાર નક્કી કરતા હોય છે. અહીં ઉજળિયાત વાણીયા, પટેલ, બ્રાહ્મણ, ક્ષત્રિય,સોની જ્ઞાતિની વસતી ૨૩૬૭૨૧, ઓબીસી ૮૩૯૦૫, એસસી ૮૫૬૭૫, લઘુમતી ૧૩૮૧૮૩ તથા અન્ય મતદારોની સંખ્યા ૧૨૯૦૧૯ ની થવા જાય છે

  સાંસદનું રિપોર્ટ કાર્ડ 

  ૨૦૦૯ અને ૨૦૧૪ ભાજપના પ્રભાતસિંહ ચૌહાણ બે વખત જીત્યા છે. પોતાનાં બટકબોલા નિવેદનો અને પારિવારિક પ્રશ્નોને કારણે હંમેશા ચર્ચામાં રહેલા પ્રભાતસિંહ ઘણુંખરું તેમના વિસ્તારનો વિકાસ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે.

  કોની વચ્ચે છે જંગ?

  કોંગ્રેસ તરફથી વી કે ખાંટ  છેલ્લા ૩૫ વર્ષથી કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર અને  ૧૦ વર્ષથી મોરવા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે. વર્ષ ૨૦૦૨ માં મોરવા હડફની મોરા તાલુકા પંચાયત સીટ પરથી ચૂંટાયા બાદ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે રહી ચુક્યા છે. વર્ષ ૨૦૧૨ માં વી કે ખાંટની પત્ની સવિતાબેન ખાંટ મોરવા હડફ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ  તેમનું નિધન  થતા વર્ષ ૨૦૧૩ પેટા ચુંટણી યોજાઈ હતી.

  ગત ૨૦૧૭ વિધાનસભાની ચુંટણીમાં ખાંટના પુત્ર ભુપેન્દ્રસિંહ ખાંટ મોરવા હડફ વિધાનસભા બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટાઈને કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા.
  ભાજપ ઉમેદવાર તરીકે આ વખતે પ્રભાતસિંહના સ્થાને રતનસિંહ રાઠોડ છે. રતનસિંહ રાઠોડ મૂળ શિક્ષણ  સાથે જોડાયેલા છે. લુણાવાડા તાલુકાના લકડીપોયલા ગામની શાળામાં આચાર્ય  હતા. તેમણે તેમની કારકિર્દી સરપંચ તરીકે શરૂ
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Central Gujarat Loksabha Elections 2019, Gujarat Loksabha Elections 2019, Loksabha elections 2019

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन