Home /News /panchmahal /Panchmahal: ચમત્કારિક પાંચ હજાર વર્ષ જુનું મહાદેવ મંદિર, રહસ્યમય રીતે વહે છે ગંગાનું પાણી!

Panchmahal: ચમત્કારિક પાંચ હજાર વર્ષ જુનું મહાદેવ મંદિર, રહસ્યમય રીતે વહે છે ગંગાનું પાણી!

X
પંચમહાલ

પંચમહાલ જિલ્લામાં આ જગ્યાએ છે 5000 વર્ષ પુરાણું મહાદેવ મંદિર.

આ મંદિરની સ્થાપના કોઈ વ્યક્તિએ કરેલ નથી. પરંતુ સ્વયંભૂ જમીનમાંથી શિવલિંગ ઉત્પન્ન થયેલું છે. આ મંદિરનું શિવલિંગ જમીન લેવલથી આશરે 15 ફૂટ ઊંચાઈ પર આવેલુ હોવા છતાં , તેમાંથી પાણીની ધરા સતત વહેતી રહે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Panch Mahals, India
    Prashant Samtani, Panchmahal - પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામ ખાતે લોકોની માન્યતા અનુસાર 5000 વર્ષ જૂનું મરડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ શિવ મંદિર ની ખાસ વિશેષતા એ છે કે , આ મંદિરની સ્થાપના કોઈ વ્યક્તિએ કરેલ નથી. પરંતુ સ્વયંભૂ જમીનમાંથી શિવલિંગ ઉત્પન્ન થયેલું છે. આ મંદિરનું શિવલિંગ જમીન લેવલથી આશરે 15 ફૂટ ઊંચાઈ પર આવેલુ હોવા છતાં , તેમાંથી પાણીની ધરા સતત વહેતી રહે છે. લોકોની માન્યતા મુજબ એવું કહેવામાં આવે છે કે , શિવલિંગના ઉપરથી વહેતું પાણી એ સ્વયંભૂ ગંગા નદીનું પાણી છે અને શિવના ઉપરના ભાગેથી સ્વયં ગંગાજી વહે છે. તેથી તેને મરડેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવે છે,


    બીજી ખાસ આ શિવલિંગ વિશે એવી માન્યતા પણ છે કે, દર શિવરાત્રીની રાત્રે આ શિવલિંગ ચોખા ના દાણા જેટલું આપોઆપ વધે છે, અને તેથી આશરે 5000 વર્ષ દરમ્યાન આ શિવલિંગ 12 ફૂટ જેટલો ઊંચો અને 2 ફૂટ પહોળો છે .આ સ્વયંબૂ શિવલિંગ છે, દર શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં દુર દૂર થી હજારોની સંખ્યામાં શિવ ભક્તો શિવજીના દર્શન કરવા આવતા હોય છે. શિવ ભક્તો ના જણાવ્યા મુજબ અહીં દર્શન કરવાથી શિવજી તેમની બધી મનો કામનાઓ પૂર્ણ કરે છે.


    શિયાળાની શરૂઆત થતાં જ લોકો જુદા જુદા સ્થળે ફરવાનો પ્રોગ્રામ બનાવતા હોય છે, જો તમે પણ પંચમહાલ જિલ્લામાં અથવા પાવાગઢ , મહીસાગર બાજુ ફરવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છો. તો મોઢેશ્વર મહાદેવનું મંદિર તમારા માટે એક બેસ્ટ પ્લેસ સાબિત થાય તેમ છે .જે ગોધરાથી માત્ર 25 km દૂર આવેલ છે અને લુણાવાડા થી અંદાજિત 30 km દૂર આવેલ છે. જેની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.
    First published:

    Tags: Local 18, Panchmahal

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો