Shivam Purohit, Panchmahal: સામાન્ય રીતે આપણે ફળોમાં રાજા તરીકે કેરી ને ઓળખે છે પરંતુ એક એવું બીજું પણ ફળ છે જે ફળોનો રાજા ગણવામાં આવે છે. શિવજી ઉપર ચઢાવવામાં આવતું બિલિપત્ર જે વૃક્ષ ઉપર થાય છે તે વૃક્ષ એટલે બીલી વૃક્ષ અને તેના ઉપર લાગતું ફળ એટલે બિલુ. ગેમ્સ ઉપર ચડાવવામાં આવતા બીલીપત્રમાં અનેક ગુણો છે તેમ તેના ફળ બિલા માં પણ ગુણોનો ભંડાર આવેલો છે. આજરોજ પંચમહાલ જિલ્લાના કેન્દ્રીય બાગાયતી પરીક્ષણ કેન્દ્ર ખાતે બેલ દિવસ ઉજવવામાં આવ્યો હતો.
જિલ્લામાં આવેલા કેન્દ્ર ખાતે પ્રધાન વૈજ્ઞાનિક ડોક્ટર એકે સીંગ દ્વારા છેલ્લા કેટલાય સમયથી સંશોધનો થઈ રહ્યા છે.
બિકાનેર પરીક્ષણ કેન્દ્રના ડિરેક્ટર બી.ડી શર્મા પણ ઉજવણીમાં હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે બિલુ તે પોતાના ગુણો માટે વખણાય છે તેમજ બિલાની ઘણી ખાસિયતો છે અને તે સંશોધનનો વિષય છે જેના પર વર્ષોથી તેમના કેન્દ્ર ઉપર તેમજ પંચમહાલ જિલ્લામાં આવેલા કેન્દ્ર ખાતે પ્રધાન વૈજ્ઞાનિક ડોક્ટર એકે સીંગ દ્વારા છેલ્લા કેટલાય સમયથી સંશોધનો થઈ રહ્યા છે અને કેટલીય જાતો નું પરીક્ષણ કર્યા બાદ હાલમાં બિલાની અનેક જાતો બજારમાં ઉપલબ્ધ થાય છે.
બિલુ સ્વાદની સાથે-સાથે પોતાના આયુર્વેદિક મૂલ્યોના કારણે ઘણું જ પ્રખ્યાત.
તેમણે ઉમેર્યું કે ગોમાયશી, થાર નીલકંઠ તેમજ બીજી અનેક પ્રજાતિઓ અત્યારે બજારમાં ઉપલબ્ધ થાય છે તેમજ આ સિવાય અન્ય અનેક પ્રજાતિઓના બિલા અનેક ગુણોથી સભર હોય છે.તેમજ બાગાયતી પરીક્ષણ કેન્દ્રના પ્રધાન વૈજ્ઞાનિક ડોક્ટર એ.કે.સિંઘ દ્વારા જણાવવામાં આવ્યું કે બિલુ સ્વાદની સાથે-સાથે પોતાના આયુર્વેદિક મૂલ્યોના કારણે ઘણું જ પ્રખ્યાત છે પરંતુ ગુજરાતના વિસ્તારોમાં બિલાનો ઉપયોગ ફક્ત શિવજીની પૂજા માટે થતો આવ્યો છે જ્યારે તેને તેના રસના રૂપમાં તેમજ તના પલ્પ નો ઉપયોગ કરીને આરોગવામાં આવે ત્યારે તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે. આ સિવાય બીજી અનેક બાબતો તેમણે જણાવી હતી જે જાણવા માટે જોઈએ વિડિયો.