Home /News /panchmahal /Panchmahal: ત્રીજી જાતિ સમુદાયના મતદાતાઓને ચૂંટણી અને મતદારયાદીમાં સુધારા અંગે માહિતહાર કરાયા

Panchmahal: ત્રીજી જાતિ સમુદાયના મતદાતાઓને ચૂંટણી અને મતદારયાદીમાં સુધારા અંગે માહિતહાર કરાયા

ત્રીજી જાતિ સમુદાયના લોકોને મતદારયાદી માં સુધારા અંગે માહિતી આપવામાં આવી. 

પંચમહાલ જિલ્લામાં નોંધાયેલ ત્રીજી જાતિ સમુદાયના લોકોને SVEEP કાર્યક્રમ અંતર્ગત મતદારયાદીમાં નોંધણી / સુધારા-વધારા અંગે માહિતી આપવામાં આવી.

  Prashant Samtani, Panchmahal:  ભારત દેશમાં ધર્મ, જાતિ, રંગ, રૂપ, લિંગના કોઈ પણ ભેદભાવ વગર દરેક લોકો ને સમાન હકો અને અધિકારો આપવામાં આવેલા છે. તેવી જ રીતે ટ્રાન્સજેન્ડર લોકો ને સામાન્ય માણસની જેમ તમામ હક અને અધિકારો આપવામાં આવેલ છે. ટ્રાન્સજેન્ડર પણ સૌ લોકો વચ્ચે જોડાઇ શકે તેઓને ૫ણ સામાન્ય નાગરિકોની જેમ કોઇ ભેદભાવ રાખ્યા વિના સમાન અઘિકાર પ્રાપ્ત થાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર એકટ (પ્રોટેકશન ઓફ રાઇટસ -૨૦૧૯) બહાર પાડવામાં આવ્યો છે.આ કાયદા હેઠળ રાજયમાં વસતા કિન્નર સમાજના લોકોના હક અને અઘિકારોને રક્ષણ આ૫વામાં આવ્યું છે.

  આ કાયદા અન્વયે પંચમહાલ જીલ્લામાં વસતા ટ્રાન્સજેન્ડર લોકોને તેમની જાતિ અંગેનુ વિશેષ ઓળખ૫ત્ર તથા સર્ટીફિકેટ જીલ્લા કલેકટર દ્વારા આપવામાં આવે છે, જેથી આ વર્ગના લોકો ૫ણ સરકારશ્રીની વિવિઘ યોજનાઓનો લાભ લઇ શકે. આજ રોજ પંચમહાલ જીલ્લામાં ગોઘરા શહેરમાં વસતા કુલ ૭ કિન્નરોને (ટ્રાન્સજેન્ડર) આ સર્ટીફિકેટ તથા ઓળખ૫ત્ર જીલ્લા કલેકટર કચેરી ખાતેથી આ૫વામાં આવ્યા હતા. આ કાયદા હેઠળ પંચમહાલ જીલ્લાના અત્યાર સુઘી કુલ ૨૧ ટ્રાન્સજેડરોને આ પ્રમાણ૫ત્ર આપવામાં આવ્યું છે. તથા જીલ્લામાં આ મુજબ અરજીઓ મળશે તે પ્રમાણે ઓળખ૫ત્ર ઇશ્યુ કરવામાં આવશે તેમ જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રી દ્વારા માહિતી આ૫વામાં આવી હતી.

  આ પ્રસંગે ઉ૫સ્થિત નાયબ જિલ્લા ચુંટણી અઘિકારી દ્વારા ટ્રાન્સજેન્ડરના સમાજના મતદારોના નામ મતદાર યાદીમાં સમાવેશ કરવા, સુધારો કરવાં,આઘારકાર્ડ લીંક સહિતની બાબત તથા લોકશાહીને મજબુત કરવામાં ટ્રાન્સજેન્ડર કોમ્યુનીટીના મતનુ ૫ણ ખુબ મહત્વ છે. તથા આવનાર ગુજરાત વિઘાનસભાની ચુંટણીમાં કિન્નર સમાજના લોકો ૫ણ ઉત્સાહથી ભાગ લઇ મતદાન કરે તથા અન્યોને ૫ણ પ્રોત્સાહિત કરે તે હેતુથી મતદાન જાગૃતિ કાર્યક્રમની સમજણ આ૫વામાં આવી હતી. મત આપણો બંધારાણીય અધિકાર છે, અને દેશ નો કોઈ પણ નાગરિક આ અધિકાર થી વંચિત ના રહી જાય તે ખૂબ અગત્ય નું છે.

  આ પણ વાંચો: શિક્ષક હિરેન ગોહિલને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત; મુકબધિર બાળકોના ઉત્થાન માટે કર્યા છે આવા કામો

  મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં નોંધાયલે ત્રીજી જાતિ (Third Gender) સમુદાયના મતદારો/લોકોને SVEEP કાર્યક્રમ અંતર્ગત આજ રોજ કેમ્પ રાખી મતદારયાદીમાં નોંધણી/સુધારા-વધારા અંગેના વિવિધ ફોર્મ્સની માહિતી આપવામાં આવી તેમજ આગામી વિધાનાભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ પરત્વે ઈવીએમનું નિદર્શન કરાવવામાં આવ્યું. જેમા ત્રીજી જાતિ (Third Gender) રામુદાયના મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
  First published:

  Tags: Assembly elections, Transgender

  विज्ञापन
  विज्ञापन