થોડાક દિવસો પહેલા ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં રસ્તાઓનું રીકાર્પેટીન્ગ કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા દ્વારા સદંતર રોકડ કામગીરી કરવામાં આવી છે જેની પોલ એક જ વરસાદમાં ખુલી જવા પામી છે. ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં
Shivam Purohit, Panchmahal: રાજ્યમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે.ચોમાસાની સિજન શરૂ થતાની સાથેજ તંત્રની પોલ ઉધાડી પડી જતી હોય છે.ત્યારે ગોધરામાં ગતરોજ વરસાદ પડ્યો હતો.વરસાદ પડતા જિલ્લાના લોકોએગરમીથી હાસ્કારો અનુભવ્યો હતો.તેવામાં બીજી બાજૂ માત્ર સામાન્ય વરસાદના કારમે જ જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી હતી.ગોધરા ખાતે આવેલા ભુરાવાવ વિસ્તાર સહિતના અન્ય વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા થોડાક મહિના પહેલા જે રસ્તા બનાવવામાં આવ્યા હતા તે રસ્તાઓ સદંતર લેવલીંગ વગરના હોવાની દેખાઈ આવ્યા હતા જેને કારણે સહેજ વરસાદમાં આ રસ્તાઓ ઉપર પાણી ભરાઇ જવા પામ્યું હતું.
પહેલાજ વરસાદમાં ખુલી તંત્રની પોલ,ઠેર ઠેર પાણી ભરાયા
અવારનવાર તંત્રને ચોમાસા પૂર્વે પાણી ભરાવવાની સમસ્યાને લઈ અનેક ફરિયાદ કરવામાં આવે છે.છતા તંત્ર દ્વારા કોઈ પણ કામ સરખી રીતે ન કરી આપવામાં આવતું હોવાનું એક જાગૃત નાગરીક દ્વારા કહેવામાં આવી રહ્યું છે.ગોધરા શહેરના રહેવાસી તેમજ સામાજિક કાર્યકર જયેશ ભરવાડ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
થોડાક દિવસો પહેલા ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં રસ્તાઓનું રીકાર્પેટીન્ગ કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા દ્વારા સદંતર રોકડ કામગીરી કરવામાં આવી છે જેની પોલ એક જ વરસાદમાં ખુલી જવા પામી છે. ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં અંકુર સ્કૂલ યોગેશ્વર સોસાયટી તેમજ ભુરાવાવ નાં નાકા ઉપર પાણી ભરાવાને કારણે લોકોને અવરજવર કરવામાં અગવડતા પડી રહી છે.
તાત્કાલિક તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ
તેમજ તેમણે ઉમેર્યું કે જ્યારે રસ્તાઓની કામગીરી ચાલી રહી હોય ત્યારે કોઈ યોગ્ય વ્યક્તિની હાજરી પણ ત્યાં હોતી નથી અને જ્યારે પ્રજા રજૂઆત કરવા જાય છે ત્યારે તેઓને ચૂપ કરાવી દેવામાં આવતા હોય છે ત્યારે હાલ ચોમાસામાં શરૂઆતના પહેલા જ વરસાદમાં નગરપાલિકા તંત્રની પોલ ખુલી જવા પામી છે ત્યારે પ્રજા તરફથી તેઓની એક જ માગણી છે કે વહેલી તકે પ્રિ-મોન્સૂન કામગીરીમાં રહી ગયેલી ચૂક નું નિવારણ કરે અને પ્રજાને પડતી અગવડોનો નિકાલ લાવે જેથી આવનારા સમયમાં જો ચોમાસામાં એક કે બે ઇંચ જેટલો વરસાદ પણ પડયો હતો પ્રજાને હાલાકીનો સામનો ન કરવો પડે.
ગોધરામાં પાણી ભરાવવાની સમસ્યા કે ગટરની સસ્યા સામે આવે તો તમે ગોઘરા નગરપાલિકા કંપ્લેન્ટ બોર્ડની લિંક પર જઈ સમસ્યા અંગે જાણ કરી શકાય છે. np_godhara@yahoo.co.in www.godhranagarpalika.in