Home /News /panchmahal /Godhra: ગોધરાની કોલેજના પ્રિન્સિપાલને મળ્યા છે 75 એવોર્ડ, એવું તે શું કર્યું, જાણો

Godhra: ગોધરાની કોલેજના પ્રિન્સિપાલને મળ્યા છે 75 એવોર્ડ, એવું તે શું કર્યું, જાણો

X
ગોધરાની

ગોધરાની આ કોલેજના પ્રિન્સિપાલને શિક્ષણ ક્ષેત્રે મળ્યા છે 75 એવોર્ડ.

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા મુકામે સાર્વજનિક કોમર્સ કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ. અરૂણસિંહ સોલંકી દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં જે ઉતમ યોગદાન પૂરું પાડવામાં આવ્યું છે.

Prashant Samtani, Panchmahal - હાલનો સમયને શિક્ષણ યુગ કહી શક્ય છે. હાલના સમયમાં સમગ્ર દેશમાં એવા ઘણા શિક્ષકો અને પ્રોફેસરો છે, જેઓએ શિક્ષણ ક્ષેત્ર ખુબજ યોગદાન આપ્યું છે. શિક્ષણ ક્ષેત્ર યોગદાન આપતા પ્રોફેસરો તથા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા ઘણી રાષ્ટ્રિય કક્ષાની સેવા ભાવિ સંસ્થાઓ તથા એન.જી.ઓ (NGO) દ્વારા એવોર્ડ આવામાં આવે છે.

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા મુકામે સાર્વજનિક કોમર્સ કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ. અરૂણસિંહ સોલંકી દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં જે ઉતમ યોગદાન પૂરું પાડવામાં આવ્યું છે. અરૂણસિંહ સોલંકી દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન પૂરું પાડ્યું છે તે જોતા દેશની વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને 75 ઉપરાંત એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.



અરુણસિંહ સોલંકી ગોધરા શહેરની સાર્વજનિક કોમર્સ કોલેજના પ્રિન્સિપલ તથા પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે, તેઓ શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. અરુણસિંહ સોલંકી ને ગત 17 ડિસેમ્બરના રોજ દિલ્હી ખાતે અવંતિકા નેશનલ એવોર્ડ જે શિક્ષણ ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન પૂરું પાડ્યું હોય તેવા શિક્ષકો તથા પ્રોફેસરોને એવોર્ડ આપે છે, તેમાં મધ્ય ગુજરાત એટલે કે પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર જિલ્લામાંથી શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર પ્રોફેસર તરીકે અરૂણસિંહ સોલંકીની પસંદગી થઈ હતી, અને તેમને ગત 17 ડિસેમ્બરના રોજ દિલ્હી ખાતે અવંતિકા નેશનલ એવોર્ડ્સ કાર્યક્રમમાં તેમને શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
First published:

Tags: Local 18, Panchmahal

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો