Home /News /panchmahal /ગોધરાઃ પહેલા જ દિવસે માલિકે શરીરે માલિશ, સેક્સ માટે પાડી ફરજ, ઘરકામ કરવા આસામથી લવાયેલી યુવતીને બચાવાઈ
ગોધરાઃ પહેલા જ દિવસે માલિકે શરીરે માલિશ, સેક્સ માટે પાડી ફરજ, ઘરકામ કરવા આસામથી લવાયેલી યુવતીને બચાવાઈ
બચાવાયેલી યુવતીની તસવીર
દિલ્હીના વ્યક્તિ મારફતે 45 હજાર રૂપિયા આપતાં કામ માટે અહીં મોકલી છે.મૂળ આસામની 22 વર્ષીય યુવતી રોજગારી માટે દર માસના દશ હજાર પગારથી ગોધરા ખાતે એક પરિવારને ત્યાં આવી હતી.
રાજેશ જોષી, પંચમહાલઃ ગોધરા શહેરના એક પરિવાર દ્વારા ઘરકામ કાજ માટે આસામથી યુવતી (Assam girl) લાવવામાં આવી હતી. જે યુવતી પાસે પ્રથમ દિવસે જ માલીકે પગમાં માલીશ કરાવવા સહિતની કામગીરી કરવા જણાવતાં યુવતીના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. આખરે પર પ્રાંતીય યુવતીએ એક સ્થાનિકની મદદથી અભયમ 181 (181 Abhayam) મહિલા હેલ્પલાઇનમાં (women helpline) પોતાની આપવીતી વર્ણવી મદદની અપીલ કરી હતી.જે આધારે અભયમ ગોધરા રેસ્ક્યૂ ટીમ (Abhayam Godhra rescue team) તાત્કાલિક સ્થળ દોડી જઇ યુવતીને માલિકના કબજામાંથી મૂક્ત કરાવી સુરક્ષિત જગ્યાએ ખસેડી આશ્રય આપ્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ આસામની 22 વર્ષીય યુવતી રોજગારી માટે દર માસના દશ હજાર પગારથી ગોધરા ખાતે એક પરિવારને ત્યાં આવી હતી. સપ્તાહ અગાઉ આવેલી યુવતી પ્રારંભિક દિવસોમાં હોમ કોરોન્ટાઇલ થઈ હતી. જેનાબાદ યુવતી ઘરકામ માટેની શરૂઆત કરી હતી. દરમિયાન માલિકે યુવતીને શરીરે માલિશ કરવા અને પગ દબાવવા જેવી કામગીરી કરવા જણાવતાં જ યુવતી ચોંકી ઉઠી હતી.
બીજી તરફ માલીકે આડકતરી રીતે તેણીને શારીરિક સંબંધ બાંધવા જણાવતાં યુવતીએ વિરોધ કર્યો હતો.જેથી તેણીને માલિકે ગેરકાયદેસર ગોંધી રાખી ઘર બહાર નહિં જવા દેતા પર પ્રાંતીય યુવતી એક તબક્કે મુંઝવણમાં મુકાઈ હતી કે પોતાને મદદ કોણ કરશે?
બીજી તરફ તેણીએ પોતાના મોબાઈલમાં વુમન હેલ્પ લાઇન અંગે સર્ચ કરતાં 181 મહિલા હેલ્પલાઇન વિષે જાણકારી મળી હતી. જે આધારે તેણીએ 181 હેલ્પલાઇનનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી.જે આધારે ટીમ યુવતી પાસે પહોંચી ગઈ હતી અને તેણીને કામ માટે રાખનાર માલિકનો સંપર્ક કર્યો હતો.
જેનાબાદ અભયમ ટીમે માલિકની યુવતીને રાખવા અંગે પૂછ પરછ કરતાં તેણે દિલ્હીના વ્યક્તિ મારફતે 45 હજાર રૂપિયા આપતાં કામ માટે અહીં મોકલી છે. જેને પ્રતિ માસ દશ હજાર પગાર આપવાનો છે.
જાણકારી મેળવ્યા બાદ અભયમ ટીમે માલિકને આ રીતે યુવતીને દબાણ કરવું અને ગેરકાયદેસર ગોંધી રાખવું ગુનો બંને છે એવી જાણકારી આપી હતી. પોલીસે યુવતીને મુક્ત કરાવ્યા બાદ તેણીને માલીક સામે કે તેને મોકલનાર સામે ફરિયાદ કરવાનું જણાવતાં યુવતીએ ના કહીં પોતે પરત ઘરે જવા માંગણી કરી હતી. જેથી અભયમ ટીમે યુવતીને સલામત બહાર લાવી ઓ.એસ.સીમાં આશ્રય આપ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર