Home /News /panchmahal /ગોધરાના 20 સદસ્યોએ કહ્યું, અમે ધર્મ પરિવર્તન નથી કર્યું અને સિંધી સમાજની સાથે જ છીએ

ગોધરાના 20 સદસ્યોએ કહ્યું, અમે ધર્મ પરિવર્તન નથી કર્યું અને સિંધી સમાજની સાથે જ છીએ

ગોધરા નાં સીંધી પરીવાર નું શુદ્ધિકરણ, ગોધરા

ગોધરા ખાતે નડીયાદ ની સેવ ધ સોલ રીસ્ટોરેશન રિવાઈવલ સંસ્થા ના પ્રચારક પ્રમુખ સ્ટીવન મેકવાન દ્વારા શિવશક્તિ સોસાયટી માં રહેતા પ્રતિકભાઈ ખીમાણીના ઘરે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવા આવ્યા હોવાના આ ધર્માંતરણના બહુચર્ચિત પ્રકરણમાં જે પરિવારો સ્ટીવન મેકવાનના કરતુતો ના પ્રભાવ માં આવ્યા હતા.

વધુ જુઓ ...
ગોધરાઃ ગોધરામાં (Godhra news) બહુચર્ચિત ધર્માંતરણ મુદ્દે નવો વળાંક આવ્યો છે. ગોધરાની ટોક ઓફ ધ ટાઉન બની ગયેલા વિષય માં પોલીસ તપાસ (police) એક તરફ ચાલી રહી છે ત્યારે બીજી તરફ VHP અને સિંધી સમાજ ના તમામ અગ્રણીઓ ની હાજરીમાં ગોધરા સ્થિત છબનપુર મંદિરમાં ૩ પરિવારોના સભ્યોનું શાસ્ત્રોક્ત વિધીઓ સાથે શુદ્ધિકરણ કરવામાં આવતા વિવાદોનો સુખદ અંત..!!

ગોધરા ખાતે નડીયાદ ની સેવ ધ સોલ રીસ્ટોરેશન રિવાઈવલ સંસ્થા ના પ્રચારક પ્રમુખ સ્ટીવન મેકવાન દ્વારા શિવશક્તિ સોસાયટી માં રહેતા પ્રતિકભાઈ ખીમાણીના ઘરે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવા આવ્યા હોવાના આ ધર્માંતરણના બહુચર્ચિત પ્રકરણમાં જે પરિવારો સ્ટીવન મેકવાનના કરતુતો ના પ્રભાવ માં આવ્યા હતા. આ સિંધી સમાજ ના ત્રણ પરિવારો ના ૨૦ સદસ્યો નું ગત મોડી સાંજે છબનપુર ખાતે ના રામજી મંદિર માં સંતો અને સમાજના અગ્રણીઓ ની હાજરી માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શાસ્ત્રોક્ત વિધી થી શુદ્ધિકરણ કરવા માં આવતા સમગ્ર પ્રકરણ નો આખરે અંત આવ્યો હતો.

જો કે સ્ટીવન મેકવાન ના ધર્માંતરણ ના કૃત્યો સામે પોલીસ તંત્ર કાયદેસર કાર્યવાહી હાથ ધરે આ સમગ્ર હિન્દુ સમાજ ની લાગણીઓ તો બુલંદ જ છે.!! ગોધરા ખાતે છબનપુર રામજી મંદિર માં વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રચાર વિભાગ દ્વારા સિંધી સમાજ ના તમામ અગ્રણીઓ ની હાજરી માં ત્રણ કુટુંબો ના ૨૦ જેટલા સદસ્યો ને શાસ્ત્રોક્ત વિધી ના મંત્રોચ્ચાર સાથે દૂધ અને ગંગાજળ ના પવિત્ર છંટકાવ સાથે શુદ્ધિકરણ ની વિધી બાદ આ પરિવાર ના સભ્યોએ જણાવ્યું હતું કે અમોએ ધર્મ પરિવર્તન કર્યુ જ નથી પરંતુ જે ભૂલ થઈ આ સ્વીકાર કરીને અમો હિન્દુ જ છે અને સિંધી સમાજ ની સાથે જ છે ના આ હાશકારાના ઉચ્ચારણો સાથે સમગ્ર વિવાદ નો સુખદ અંત આવ્યો હતો.!!
First published:

Tags: Godhra news, Panchamahal News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો