Home /News /panchmahal /Godhra: આ યુવાને શરૂ કરેલા ઇન્સ્ટન્ટ મિક્સ ફૂડની માર્કેટમાં વધી ડિમાન્ડ, કમાય છે લાખો

Godhra: આ યુવાને શરૂ કરેલા ઇન્સ્ટન્ટ મિક્સ ફૂડની માર્કેટમાં વધી ડિમાન્ડ, કમાય છે લાખો

X
ત્રણ

ત્રણ થી ચાર મિનિટના ટૂંકા ગાળામાં તૈયાર થઈ જતી મસ્ત મજાની સ્વાદિષ્ટ વાનગીઓના કારણે પરેશની કંપનીને ચાર ચાંદ લાગી ગયા છે અને ગૃહિણીઓ આ પ્રોડક્ટને પસંદ કરવા લાગી છે.

ત્રણ થી ચાર મિનિટના ટૂંકા ગાળામાં તૈયાર થઈ જતી મસ્ત મજાની સ્વાદિષ્ટ વાનગીઓના કારણે પરેશની કંપનીને ચાર ચાંદ લાગી ગયા છે અને ગૃહિણીઓ આ પ્રોડક્ટને પસંદ કરવા લાગી છે.

  Prashant Samtani, panchmahal: આધુનિક જમાનામાં લોકો પાસે સમયને છોડીને બીજું બધું જ છે . રૂપિયા કમાવવાની ભાગદોડમાં લોકોને સમયનો ઘણો અભાવ હોય છે .જેથી લોકો અત્યારના સમયમાં ઇન્સ્ટન્ટ ફૂડ ખાવાનું પસંદ કરતા હોય છે. ગૃહિણીઓને પણ રાંધવામાં ખૂબ મુશ્કેલી ના પડે અને સરળતાથી તૈયાર થઈ જાય એવી પ્રોડક્ટસ માર્કેટમાં અત્યારે ખૂબ ચલણમાં છે.

  જે જોઈને ગોધરાના યુવા વેપારી પરેશ દેરાઈને આઈડિયા આવ્યો કે , તે પોતે પણ આ પ્રકારની ઇન્સ્ટન્ટ મિક્સ ફૂડની પ્રોડક્ટ બનાવીને માર્કેટમાં લોન્ચ કરીને પોતાનું કેરિયર બનાવી શકે છે. અને આઈડિયાને સફળ બનાવવા માટે પરેશ દેરાઇ દ્વારા પોતાની પોકેટ મની માંથી ભેગી કરેલ રકમ દ્વારા શરૂ કરવામાં આવી પી.ડી.ફુડ્સ નામની કંપની.  પંચમહાલ જિલ્લાના ગોધરામાં રહેતા 30 વર્ષીય યુવા વેપારી પરેશ દેરાઇએ એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ તે પોતાના પિતાની કરિયાણાની દુકાન પર બેસવા લાગ્યા . આશરે પાંચ થી છ વર્ષ કરિયાણાની દુકાને પિતા સાથે વેપાર કર્યા પછી તેમને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું અને તેઓ બિઝનેસ ની શોધમાં અમદાવાદ, વડોદરા જેવી મેગાસિટી માં ફરવા લાગ્યા અને ત્યાં રિસર્ચ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમને આઈડિયા આવ્યો કે વર્તમાન આધુનિક જમાના માટે તેઓ ઝડપથી બની જાય તેવી ઇન્સ્ટન્ટ પ્રોડક્ટસ બનાવવાનું શરૂ કરે .  પરંતુ તેમની પાસે મોટી મશીનો લેવા માટે નાણાં નહતા. જેથી તેમણે વેપારી શૂઝ બુઝ થી પોતાની જ સોસાયટીમાં આવેલ લોટ દળવાની ઘંટી સાથે ટાઈઅપ કરીને પ્રોડક્સ બનાવવાનું શરૂ કર્યું અને અમદાવાદની એક પ્રિન્ટિંગ પ્રેસ સાથે ટાઈપ કરીને 100 પેકિંગ બોક્સ બનાવીને , પોતાની કંપની રજીસ્ટર કરાવી ઇન્સ્ટન્ટ મિક્સ ફૂડ બનાવવાની શરૂઆત કરી.  પરેશે પોતે જ ઘણા બધા એક્સપરિમેન્ટ કર્યા પછી સુંદર મજાની ત્રણ ઇન્સ્ટન્ટ પ્રોડક્ટ લોન્ચ કરી . જેમાં ખમણ, ગોટા અને મઠીયા અત્યારે ખૂબ જ પ્રખ્યાત બન્યા છે . આ પ્રોડક્ટ બનાવવા માટે માર્કેટમાંથી દાળ લઈ, તેને મિક્સરમાં દળીને, તેનો લોટ તૈયાર કરીને , તેમજ જુદા જુદા પ્રકારના 17 જાતના મસાલા નાખી જેમાં બેસન, ખાંડ, ધાણા , તલ, વરિયાળી, અજમો , સુજી , લીંબુના ફૂલ ,મરી ,હિંગ ,બાદિયા, તજ, ખસખસ, વગેરે મસાલા નાખવામાં આવે છે .ત્યારબાદ તે લોટને પેક કરીને બજારમાં વેચવામાં આવે છે. આ પ્રોડક્ટ ને ઉપયોગમાં લેવા માટે ગ્રાહકે ફક્ત લોટમાં પાણી નાખીને તેને ગરમ તેલમાં તળવાનું રહે છે અથવા ખમણને બાફવાનું રહે છે.  ત્રણ થી ચાર મિનિટના ટૂંકા ગાળામાં તૈયાર થઈ જતી મસ્ત મજાની સ્વાદિષ્ટ વાનગીઓના કારણે પરેશની કંપનીને ચાર ચાંદ લાગી ગયા છે અને ગૃહિણીઓ આ પ્રોડક્ટને પસંદ કરવા લાગી છે. આ પ્રોડક્ટની એક્સપાયર ડેટ 4 મહિનાની હોવાથી ગૃહિણીઓ પોતાની જરૂરિયાત મુજબનો લોટ પેકેટ માંથી કાઢીને બીજું પેકેટ સાચવીને મૂકી શકે છે . જેથી તેને ફરીવાર ઉપયોગમાં લઈ શકાય છે. આ પણ કારણ છે આ પ્રોડક્ટ ની સફળતાનું.

  હાલ પરેશ દ્વારા ગોડાઉન જેવી જગ્યા ભાડે લઈને તેમાં બે કારીગરો અને સાથે રાખીને ઇન્સ્ટન્ટ મિક્સ ફૂડ બનાવવામાં આવી રહ્યું છે. જેના થકી પરેશ મહિને 1 લાખ જેટલું ટર્નઓવર કરીને 10 થી 15 ટકા જેટલો નફો મેળવી રહ્યો છે. ઇન્સ્ટન્ટ મિક્સ ફૂડની મોટાભાગની આઈટમ 500 ગ્રામના પેકિંગમાં વેચવામાં આવે છે . જેની કિંમત 70 રૂપિયાથી લઈને ₹90 સુધીની છે. સાથે સાથે પરેશ દ્વારા હોલસેલ ઓર્ડર પણ લેવામાં આવતા હોય છે. જો આપ પણ મસ્ત મજાની સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ મિક્સ આઈટમ ના દિવાના છો , તો તમે પણ પરેશ પાસેથી આ પ્રોડક્ટસ મેળવી શકો છો. જેનો મોબાઈલ નંબર છે 99 79446023.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Buisness, Godhra news, Local 18

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन