Home /News /panchmahal /

પંચમહાલ: ગોધરામાં નવરાત્રીમાં શેરી ગરબાની રમઝટ માટે ઓરકેસ્ટ્રા ગ્રુપની તૈયારી, ગાયક કલાકારોએ તૈયાર કર્યા વિવિધ ગરબા - Video

પંચમહાલ: ગોધરામાં નવરાત્રીમાં શેરી ગરબાની રમઝટ માટે ઓરકેસ્ટ્રા ગ્રુપની તૈયારી, ગાયક કલાકારોએ તૈયાર કર્યા વિવિધ ગરબા - Video

ગોધરામાં

ગોધરામાં નવરાત્રીની તૈયારીઓ

નવરાત્રી માટે એટલા ઓતપ્રોત થઈ ચૂક્યા છે કે છેલ્લા 1 વર્ષના લીધેલા મહાવિરામમાં પડેલી કલાકારોને મુશ્કેલી પણ વિસરાઈ ગઈ છે.

    ૧. ઘોઘંબા તાલુકાના એદલપુરા ગામે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરે ગામજનો દ્વારા 49 મો સ્વામી શ્રી પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ ની ધામધુમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી.

    પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એદલપુરા ગામના ગ્રામજનો દ્વારા શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરે સ્વામી શ્રી પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ ની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુંદલપુરાના ગુરુજી મહેન્દ્રભાઈ પ્રસાદ તથા માતાજી નિલનીબેન ના હસ્તે 49 મો સ્વામીશ્રી પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ ની ઉજવણી ધામધુમથી કરવામાં આવી હતી.ત્યારે આજુબાજુના ગામનાં ભજન મંડળ અને મોટી સંખ્યામાં નાના ભુલકાઓ અને મહીલા મંડળ સહીત હાજર રહ્યા હતાં. જેમાં બાહરથી આવેલ મહેમાન દ્વારા અવાર નવાર ભજન કિર્તન અને સંત્સંગ કરી સુદરસાથ ના દિલ જીતી લીધા હતા.ત્યારે તા-4-10-2021 ના રોજ રાત્રે ગુરુજી તથા બહારથી પધારેલ સુદરસાથ દ્વારા ભજન-સત્સંગ નો કાર્યક્રમ બહું સુંદર રીતે યોજાયો હતો અને તા-5-10-2021ના રોજ સવારે ગુરુજી તથા માતાજી ને કુમ કુમ તીલક કરી ફુલ ગુચ્છથી સ્વાગત કરી સ્વામી શ્રી પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ ની ધજા ગુરુજી ના હસ્તે ફરકાવી ચોકલેટ થી મો મીઠું કરી શ્રીફળ ફોડી પ્રાણનાથ નો જયકારા કરી આ આયોજન ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અને આવેલાં સુદરસાથ ને મહા પ્રસાદ કરાવી વિદાય આપવામાં આવી હતી.

    ૨.  ગોધરામાં નવરાત્રિની તૈયારીઓને આખરી ઓપ મળી રહ્યો છે ત્યારે સંગીતની સાધના કરનારા સંગીતકારો પણ તૈયારીઓના અંતિમ ચરણમાં છે. ગોધરામાં કેટલીક જગ્યાએ ડીજે તો કેટલીક જગ્યાએ ઓરકેસ્ટ્રા ગ્રુપ થી ગરબા ની રમઝટ જામશે. તેમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજનાર પોલીસ પરિવાર માટે ના ગરબા માં 'અવસર કલામંદિર\' સંગીત ગ્રુપ દ્વારા ગરબાની રમઝટ જમાવવા માં આવશે. જ્યારે ખેલૈયાઓ ગરબે રમવા માટે થનગની રહ્યા છે ત્યારે ખેલૈયાઓને ગરબાની રમઝટ માણી શકે તે માટે સંગીતકારો પણ ગરબા ની પ્રેક્ટિસ છેલ્લા કેટલાય દિવસોથી કરી રહ્યા છે અને નવરાત્રિના અગાઉ એક-બે દિવસ બાકી હોય ત્યારે તેમની પ્રેક્ટિસ નું અંતિમ ચરણ જોવાઈ રહ્યું છે. અવસર કલામંદિર દ્વારા આ વર્ષે 'ઓ મારી માવડી.'   'નવલખ તારલા', જેવા નવા ગરબા પણ ખેલૈયાઓ માટે પ્રસ્તુત કરવામાં આવશે જેના લેખક, કંપોઝર અને ગાયક ગોધરાના રહેવાસી અને અવસર કલામંદિર ના સંચાલક મનીષ ચૌધરી છે. ગરબાની તૈયારીઓમાં મુખ્ય ગાયકો મનીષ ચૌધરી ,કિન્નરી સોની તથા ભરત પટેલ તેમજ વાદનમાં અમિત પટેલ, મીત ચૌહાણ, જીતુ પટેલ તેમજ મિતેશ પટેલ સાથે એટલા ઓતપ્રોત થઈ ચૂક્યા છે કે છેલ્લા 1 વર્ષ ના લીધેલા મહાવિરામ માં પડેલી કલાકારોને મુશ્કેલી પણ વિસરાઈ ગઈ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Navratri 2021, Panchmahal latest news, Panchmahal News, નવરાત્રી 2021

    આગામી સમાચાર