Home /News /panchmahal /Panchmahal crime News: પૂરતો સમય આપવા છતાં લીધેલા નાણાં ન ચૂકવતાં અદાલતે કર્યો નિર્ણય

Panchmahal crime News: પૂરતો સમય આપવા છતાં લીધેલા નાણાં ન ચૂકવતાં અદાલતે કર્યો નિર્ણય

સીવીલ કોર્ટ, ગોધરા, પંચમહાલ

Panchmahal news: કોર્ટના હુકમનો પાલન ન કરતા આખરે હુકમનો પાલન કરાવવા ગોધરા સિવિલ કોર્ટે રેલવે કર્મચારીને (Godhra civil court) 10 દિવસ માટે સિવિલ જેલમાં મોકલી આપેલ છે.

Shivam Purohit, Panchmahal: ગોધરાના શહેરા ભાગોળ રેલવે ફાટકના કર્મચારીએ કોર્ટના હુકમનું પાલન ન કરતા 10 દિવસ માટે સિવિલ કોર્ટના (civil court) સિવિલ જેલમાં અદાલત દ્વારા મોકલી આપતા છવાયો સન્નાટો. ગોધરામાં (Godhra City) શહેરા ભાગોળ રેલવે ફાટક પર ગેટ મેન તરીકે ની સરકારી નોકરી કરવા છતાં ગોધરા કોર્ટે તેને કરેલ વ્યાજ સહિતની રકમ ચૂકવી આપવાના કોર્ટના હુકમનો પાલન ન કરતા આખરે હુકમનો પાલન કરાવવા ગોધરા સિવિલ કોર્ટે રેલવે કર્મચારીને (Godhra civil court) 10 દિવસ માટે સિવિલ જેલમાં મોકલી આપેલ છે.

સામાન્ય રીતે દરેક સરકારી કર્મચારી સરકારના તમામ નિયમોનું પાલન કરવા જવાબદાર હોય છે. તેમ છતાં ગોધરાના રેલવેમાં શહેર ભાગોળ રેલવે ફાટક પર ગેટ મેન તરીકે ની નોકરી કરતાસાદિક સિરાજભાઈ શેખે અરજદાર જયપાલભાઈ વિશનદાસ તારાણી રહેવાસી ગોધરા નાઓ પાસેથી કરજે લીધેલ રકમ રૂપિયા 50000 વાર્ષિક 10 ટકાના વ્યાજ શહિત ચૂકવી આપવાનો ગોધરા સિવિલ કોર્ટે હુકમ કરેલ હતો.

આ પણ વાંચોઃ-ACB trap: હમ નહીં સુધરેંગે, LRDની લેખિત પરિક્ષા પાસ કરાવવા 2 લાખની માંગણી, 15,000 લેતા ACBએ ઝડપ્યા

નામદાર કોર્ટનો હુકમ હોવા છતાં સાદીક્ભાઈએ તે હુકમનો પાલન કરેલ નહિ આખરે અરજદાર જયપાલભાઈએ કોર્ટનો હુકમનો અમલ કરાવવા ગોધરા સિવિલ કોર્ટમાં દરખાસ્ત અરજી કરી હતી તે કેસમાં સામાવાળા સાદીક્ભાઈ ને કોર્ટ દ્વારા પૂરતી તકો આપવા છતાં કોર્ટના હુકમ મુજબની રકમ રૂપિયા 57353 ભરપાઈ કરેલી નહિ.

આ પણ વાંચોઃ-અમાવાદઃ ત્રણ લોકો મારા મોતનું કારણ, Video બનાવીને યુવકે કર્યો આપઘાત

તેથી આખરે તે કેસમાં ગોધરાના બીજા એડી સિવિલ જજ ની કોર્ટે અરજદાર તરફે એડવોકેટ અશોક સામતાણી ની દલીલોને ધ્યાનમાં લઈને કરજદાર સાદિક સિરાજ શેખ ની ધરપકડ કરીને તેને ગોધરા કોર્ટમાં આવેલી સિવિલ કોર્ટની જેલમાં હાલ પૂરા 10 દિવસ ની જેલ નો હુકમ કરીને જેલમાં મોકલી આપેલ છે . જો 10 દિવસમાં સામાવાળા કોર્ટના હુકમ મુજબની બાકી લેણી રકમ ભરપાઈ નહિ કરે તો આ જેલની સજા વધારાઈ પણ શકે છે. આ કિસ્સાને લઈ વ્યાજે પૈસા લેવા વાળા વર્ગમાં ભારે સન્નાટો છવાઈ જવા પામ્યો છે.
First published:

Tags: Crime news, Gujarati news, Panchmahal News, જેલ, સરકારી કર્મચારી