પંચમહાલ: આજરોજ ગોધરા (Godhara) ખાતે ઈદે મિલાદ ઉન નબી માહોલ જોવા મળ્યો. મુસ્લિમ સમાજ દ્વારા એકબીજાને ગળે મળી અને ઇદ ઉજવવામાં આવી. સવારના પ્રહરે ની ગાઈડ લાઈન પ્રમાણે જૂલુસ પણ કાઢવામાં આવ્યું જેને ગોધરાના માર્ગો પર ફરી હુસેની ચોકમાં સમ્પન્ન કરવામાં આવ્યું.
૨. ઘોઘંબા ગામ માં મુસ્લિમ સમાજ વતી જશને ઈદે મિલાદ ઉન નબી નો મોહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ની યાદ માં ઘોઘંબા ગામના મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું. ગૂજરાત રાજયાના સમગ્ર મુસ્લિમ સમાજ વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંધવી તેમજ રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા સહિત રાજ્ય પોલીસ વિભાગનો ઈદે મિલાદૂન્નબી જૂલૂસની શરતી પરવાનગી આપવા બદલ મુસ્લિમ સમાજ વતી અંત: કરણ પૂવૅક આભાર માન્યો હતો.
આજ રોજ ઘોઘંબા ગામ માં મુસ્લિમ સમાજ વતી જશને ઈદે મિલાદ ઉન નબી નો મોહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ની યાંગ માં ઘોઘંબા ગામના મુસ્લિમ સમાજે જુલુસ શાંતિ થી એક સાથે કાઢવામાં આવ્યું હતું ઘોઘંબા ગામના ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ગુણવંત સિંહ તેમજ જિલ્લા પંચાયત સભ્ય ભુપેન્દ્રસિંહ સોલંકી તેમજ રાજગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર. આર. ગોહિલ તેમજ લઘુમતી પ્રમુખ સીરાજ ભાઈ હનીફભાઇ ઘોઘંબા ગ્રામ પંચાયતના સભ્યો મુન્નાભાઈ બુધાભાઈ નાયક અને ઘોઘંબા ગામ ના \'યંગ સર્કલે\' એકતા અને ભાઈ ચારા માં મુસ્લિમ સમાજ નો જૂલૂસને ઈસતેકબાલ વેલકમ કરવામાં આવ્યું હતું. જોઈએ એક ઝલક...