રમત-ગમત ક્ષેત્ર એ વ્યક્તિમાં લીડરશીપના ગુણો ને ખીલવે છે તેમજ ખેલદિલી આવવાના કારણે હાર-જીત માયનો રાખતી નથી તેથી જીતવા વાળા ને અભિનંદન પાઠવવા તેમજ હારવા વાળા એ તેની જીત માં ખુશી વ્યક્ત કરવી એ જ સાચી ખેલદિલી....
Shivam Purohit, Panchmahal: 11 માં ખેલ મહાકુંભનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે જિલ્લાકક્ષાની તીરંદાજી સ્પર્ધાઓ પૂરી કરીને ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ગોધરા ખાતે આવી પહોંચ્યા હતા. પંચમહાલ અને દાહોદ જિલ્લાના આદિવાસી ધરોહર માનવામાં આવે છે ત્યારે આદિવાસી સંસ્કૃતિમાં વણાયેલું સ્પોર્ટ એટલે તીરંદાજી. ત્યારે આ વર્ષે તીરંદાજી રાજ્યકક્ષા સ્પર્ધા નું સ્થળ સ્પોર્ટ્સ સંકુલ ગોધરા નક્કી કરવામાં આવ્યું હતું જેનો ગત રોજ ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગોધરા શહેરમાં આવેલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ વિભાગો મુજબ રાજ્યના અલગ-અલગ જિલ્લાના આર્ચરી સ્પર્ધાના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જે અંતર્ગત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના કુલપતિ ડો પ્રતાપ સિંહ ચૌહાણ દ્વારા ખેલાડીઓનું સંબોધન કરતાં તેઓને જણાવવામાં આવ્યું હતું કે રમત-ગમત ક્ષેત્ર એ વ્યક્તિમાં લીડરશીપના ગુણો ને ખીલવે છે તેમજ ખેલદિલી આવવાના કારણે હાર-જીત માયનો રાખતી નથી તેથી જીતવા વાળા ને અભિનંદન પાઠવવા તેમજ હારવા વાળા એ તેની જીત માં ખુશી વ્યક્ત કરવી એ જ સાચી ખેલદિલી છે તેવું જણાવવામાં આવ્યું હતું.
રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડો પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી
પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં આવેલ કનેલાવ ખાતેના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, ૧૧મા ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડો પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી, આ સ્પર્ધામાં રાજ્યના અલગ અલગ જિલ્લાના રમતવીરોએ અંડર-૧૪, અંડર-17 અને ઓપન વિભાગ કેટેગરી મુજબ ભાગ લીધો હતો, જિલ્લા કક્ષાએ યોજાયેલી આર્ચરી સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને અલગ અલગ શ્રેણી મુજબ મેડલ એનાયત કરવામાં આવશે.
રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધામાં કુલ ૧૮૦ ખેલાડીઓ તથા ઓપન વિભાગમાં અંદાજે 150 ઉપરાંત ખેલાડીઓ ભાગ લેશે.
ગોધરા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધામાં અંડર-14 શ્રેણીમાં ૬૦ ભાઈઓ અને ૭૦ બહેનો મળી કુલ ૧૩૦, અંડર-17 શ્રેણીમાં ૯૮ ભાઈઓ અને ૮૨ બહેનો મળીને કુલ ૧૮૦ ખેલાડીઓ તથા ઓપન વિભાગમાં અંદાજે ૧૫૦ ઉપરાંત ખેલાડીઓ ભાગ લેશે. કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે સામૂહિક રાષ્ટ્રગાન કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.