Panchmahal News : રુહાન આવતા મહિને એશિયન ગેમ્સ દુબઈ ખાતે જુનિયર બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લઈ ભારતનું પ્રતિનિધિત્વ કરી ભારતનું નામ રોશન કરે તેવી આશા આખા પંચમહાલ જિલ્લાને છે.
Panchmahal News : રુહાન આવતા મહિને એશિયન ગેમ્સ દુબઈ ખાતે જુનિયર બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લઈ ભારતનું પ્રતિનિધિત્વ કરી ભારતનું નામ રોશન કરે તેવી આશા આખા પંચમહાલ જિલ્લાને છે.
ગોધરા ખાતે સિવિલ લાઇન્સ રોડ ઉપર આવેલ ઈદાદ એવન્યુ સોસાયટીમાં રહેતા અને નાની વયે ઘર આંગણે માતા અને નાની સાથે બેડમિન્ટન રમવાના શોખ વચ્ચે સેન્ટ આર્નોલ્ડ સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા આ માસૂમ મહંમદ રુહાન ની બેડમિન્ટનની રમત પ્રત્યેની રુચિ અને સતત જોનારા અમીનભાઇ ભટુકની પાડોશી ધર્મની આ મદદમાં રુહાન નેશનલ લેવલની જુનિયર બેડમિન્ટન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા બાદ આવતા મહિને યોજાનારી ઇન્ટરનેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં જુનિયર કક્ષામાં ભારતના ગૌરવશાળી ખેલાડી તરીકે ભાગ લેવા જઇ રહ્યો હોવાના આ આનંદ ભર્યા સમાચારમાં ગોધરાનું નામ રમતગમત ક્ષેત્રમાં ગૌરવવંતુ બન્યું છે.
બેડમિન્ટન પ્રત્યેની અરુચિ અને ધગશ ને લઈને વકીલ અમીનભાઇ ભટુક આ માસૂમ ખેલાડી મોહમ્મદ રુહાનને સૌપ્રથમ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં બેડમિન્ટનના કોચ હાર્દિક પ્રજાપતિ પાસે લઈ જઈને તાલીમ આપ્યા બાદ વડોદરા સ્થિત એક ખાનગી સ્પોર્ટ્સ સંકુલમાં લઈ જઈને રુહાનને આપેલ આ સ્પોર્ટ્સમેન સ્પિરીટ ને લઈને બેડમિન્ટન સ્પર્ધામાં નેશનલ લેવલે વિજેતા બનેલો આ ઝળહળતો સિતારો હવે આગામી દિવસોમાં દુબઈ ખાતે યોજાનારી એશિયન ગેમ્સ ઇન્ટરનેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં ભારતના ખેલાડી તરીકે મેદાનમાં ઉતરશે આ અત્યંત ગૌરવની વાત છે.
પંચમહાલ જિલ્લામાં ગોધરા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે અનેક ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે તેમાં દસ વર્ષના મોહમ્મદ રુહાન તસનીમ ખાતુડા જે પોતાની માતા સાથે રહે છે અને પોતાના નાનીનો પ્રિય છે. રુહાન એ પોતાના નાના-નાની મામા તથા માતાનું નામ તો રોશન કર્યું છે સાથે સાથે આટલી નાની ઉંમરમાં નેપાળ માં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત માં બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે. તેની સાથે રુહાન આવતા મહિને એશિયન ગેમ્સ દુબઈ ખાતે જુનિયર બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લઈ ભારતનું પ્રતિનિધિત્વ કરી ભારતનું નામ રોશન કરે તેવી આશા આખા પંચમહાલ જિલ્લાના છે...