ગોધરાના શિક્ષકે ચોકમાં કોતરકામ કરી બનાવી 700થી વધુ કૃતિઓ.
આશ્ચર્યની વાત છે કે, જયેશ પ્રજાપતિ દ્વારા બનાવવામાં આવેલ એફિલ ટાવર ની હાઈટ ફક્ત એક સેન્ટિમીટર છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઊંચાઈ ફક્ત અડધો સેન્ટિમીટર છે.
Prashant Samtani, panchmahal - અગજ ગજબતો ઘણી વાતો તમે સાંભડી હશે. પરંતુ શું તમે સાંભડ્યું છે કે , બોર્ડ પર લખવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ચોકને કોતરીને તેના પર ડિઝાઇન બનાવી નયનરમ્ય આકૃતિઓ બનાવી શકાય?. ના માનવા જેવું જ કરી બતાવ્યું છે પંચમહાલ જિલ્લાના ગોધરામાં રહેતા એક વ્યક્તિએ, જેમની નોંધ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ લેવાઈ છે. અને ટૂંકજ સમયમાં તેઓ વિશ્વ રેકોર્ડ પણ રચવા જઈ રહ્યા છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની આંબાવાડી વિસ્તારમાં રહેતા જયેશ પ્રજાપતિ, ગોધરા શહેરની એમ એન્ડ એમ મહેતા શાળામાં શિક્ષક તરીકે ફરઝ બઝાવે છે. જે 2018 ની સાલમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. જયેશ પ્રજાપતિ આમ તો બાળકોને ચિત્રકામનો વિષય ભણાવે છે, પરંતુ કુદરતે તેમને એક વિશેષ કલા પણ આપેલ છે. નવું નવું જાણવું અને શીખતા જ રહેવાની તેમની ઇચ્છાથી 2004 માં જયેશ પ્રજાપતિ એ સૌ પ્રથમ ચોકને પોતાનાજ નખથી કોતરી એક સુંદર મજાની ડિઝાઇન તૈયાર કરી, બસ ત્યાંથી જ શરૂઆત થઈ અદ્ભુત ચોક આર્ટની.
હાલમાં જયેશ પ્રજાપતિની ઉંમર 50 વર્ષ છે, તેઓ પાછલા 18 વર્ષથી ચોક આર્ટ કરી રહ્યા છે, તેઓએ આજ સુધી 500 થી પણ વધુ કલાકૃતિઓને ચોક પર આકાર આપેલ છે.
જયેશ પ્રજાપતિ શરૂઆતમાં પોતાના નખની મદદથી ચોકને કોતરી આકૃતિઓ બનાવતા હતા, સમય જતાં તેઓ પોતે તેમાં ઘણા સુધારા વધારા કરી નવું નવું શીખતા ગયા, પછી તેઓ આકૃતિ બનાવા માટે સોઇ અને ટાંકણીનો ઉપયોગ કરી સુંદરમજાની કલાકૃતિઓ બનાવાની શરૂઆત કરી. જેમાં મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી, આઈફિલ ટાવર, અજનતા ઈલોરાની ગુફાઓ, જુલતો મિનારો, પદમપાણી વગેરે જેવી અજાયબીઓ નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દેશના મોટા કદના નેતાઓ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સરદાર વલ્લભભાઈ પટેલ, અબ્દુલ કલામ, રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધીજી, ડો. ભીમરાવ આંબેડકર ની પ્રતિકૃતિઓ નો સંગ્રહ પણ ધરાવે છે. ચોક પર બનાવામાં આવતી આકૃતિઓની સાઈઝ ખૂબ નાની હોવાથી ઘણી વખત જયેશ પ્રજાપતિ પોતાની આંખની પાપણના વાળને તોડી તેના દ્વારા આકૃતિને રંગતા હોંય છે. અદ્ભુત કલાકૃતિઓની સારી રીતે માવજાત થઈ શકે અને તેને નુકશાનના થાય તે માટે ક્રુતિઓને કાચની પરખનળી માં રાખવામાં આવે છે.
આશ્ચર્યની વાત છે કે, જયેશ પ્રજાપતિ દ્વારા બનાવવામાં આવેલા એફિલ ટાવરની હાઈટ ફક્ત એક સેન્ટિમીટર છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઊંચાઈ ફક્ત અડધો સેન્ટિમીટર છે. આટલા નાના ચોક પર આટલી સુંદરમજાની આકૃતિ જોઈ જાણે લોકો આશ્ચર્યચકિત થઈ જતાં હોંય છે. જયેશ પ્રજાપતિને તેમની વિશેષઠ કળાને કારણએ 50 થી વધુ એવાર્ડસ મળી ચૂક્યા છે. હાલમાંજ જયેશ પ્રજાપતિએ પોતાની કલા માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આવેદન કર્યું છે.
જયેશ પ્રજાપતિ દ્વારા બનાવામાં આવતી ચોકની કળાઓ જોવા દૂર દૂર થી લોકો તેમના ઘરની મુલાકાત લઈ, તેમને સુંદર કામગીરી બદલ તેમની પ્રશંસાઓ કરતાં હોંય છે.